Xiaomi Redmi Note 15 Pro ભારતમાં લોન્ચ: જાણો કિંમત, કેમેરા, ફિચર્સ અને ઘણું બધું

Redmi 15 5G Price And Features : રેડમી 15 5G સ્માર્ટફોન 256GB સુધી સ્ટોરેજ, 7000mAh બેટરી અને સ્નેપડ્રેગન 6s Gen 3 ચિપસેટ જેવા ફીચર્સ સાથે લોન્ચ કરાવવામાં આવ્યો છે. જાણો લેટેસ્ટ રેડમી 5જી મોબાઇલ ફોનની કિંમત અને ફીચર્સ

Written by Ajay Saroya
Updated : August 19, 2025 16:45 IST
Xiaomi Redmi Note 15 Pro ભારતમાં લોન્ચ: જાણો કિંમત, કેમેરા, ફિચર્સ અને ઘણું બધું
Redmi 15 5G Price In India : રેડમી 15 5જી સ્માર્ટફોન 128 જીબી સ્ટોરેજ સાથે 6 જીબી અને 16 જીબી રેમ વેરિયન્ટમાં ઉપલબ્ધ છે. (Photo: @RedmiIndia)

Redmi 15 5G Launch In India : રેડમીએ 15 5જી સ્માર્ટફોન ભારતમાં લોન્ચ થયો છે. નવા Redmi 15 5G સ્માર્ટફોનની સૌથી મહત્વની ખાસિયત તેમાં આપવામાં આવેલી 7000mAhની મોટી સિલિકોન-કાર્બન બેટરી છે. ખાસ વાત એ છે કે આ બેટરીથી અન્ય ઉપકરણોને પણ ચાર્જ કરી શકાય છે એટલે કે રિવર્સ ચાર્જિંગનું ફીચર્સ આવે છે. Redmi 15 5G હેન્ડસેટમાં ક્વોલકોમ સ્નેપડ્રેગન 6s Gen 3 ચીપસેટ, Android 15 બેઝ્ડ HyperOS 2.0 જેવા ફીચર્સ પણ આપવામાં આવ્યા છે. લેટેસ્ટ રેડમી 5જી સ્માર્ટફોનની કિંમત અને ફીચર્સ વિશે વિગતવાર જાણો.

Redmi 15 5G Price in India : ભારતમાં રેડમી 15 5જી કિંમત

રેડમી 15 5જી સ્માર્ટફોનના 6 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 14,999 રૂપિયા છે. તો 8 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ 15,999 રૂપિયા છે. રેડમી 15 5જી મોબાઇલના 8 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટ 16,999 રૂપિયામાં ખરીદી શકાય છે. આ હેન્ડસેટને એમેઝોન, શાઓમી ઇન્ડિયાની વેબસાઇટ અને ઓફલાઇન રિટેલ સ્ટોર્સ પરથી 28 ઓગસ્ટથી ખરીદી શકાશે.

રેડમીનો આ સ્માર્ટફોન ફ્રોસ્ટેડ વ્હાઇટ, મિડનાઇટ બ્લેક અને સેન્ડી પર્પલ કલર ઓપ્શનમાં લોન્ચ કરવામાં આવ્યો છે.

Redmi 15 5G Specifications : રેડમી 15 5જી સ્પેસિફિકેશન્સ

રેડમી 15 5જી સ્માર્ટફોનમાં 6.9 ઇંચની ફુલએચડી+ (1,080×2,340 પિક્સલ) ડિસ્પ્લે આપવામાં આવી છે, જેનો રિફ્રેશ રેટ 144હર્ટ્ઝ સુધીનો છે. સ્ક્રીન 288 હર્ટ્ઝ સુધીનો ટચ સેમ્પલિંગ રેટ પ્રદાન કરે છે અને ટોચની બ્રાઇટનેસ લેવલ 850 નીટ્સ છે.

લેટેસ્ટ રેડમી 15 5જી સ્માર્ટફોનમાં સ્નેપડ્રેગન 6s Gen 3 પ્રોસેસર આવે છે. આ ડિવાઇસમાં 8 જીબી સુધીની રેમ અને 256 જીબી સુધી ઇનબિલ્ટ સ્ટોરેજ ઓપ્શન આવે છે. આ ફોન HyperOS 2.0 સાથે આવે છે જે એન્ડ્રોઇડ 15 પર આધારિત છે. આ ડિવાઇસમાં બે વર્ષ મોટા OS અપગ્રેડ્સ અને 4 વર્ષ માટે સુરક્ષા અપડેટ્સનું વચન આપે છે. રેડમીએ ફોનમાં સર્ચ કરવા માટે ગૂગલના જેમિની અને સર્કલ જેવા ફીચર્સ પણ આપ્યા છે.

રેડમી 15 5જી સ્માર્ટફોનની ખાસિયત તેની 7000mAhની વિશાળ સિલિકોન-કાર્બન બેટરી છે, જે 33W વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગ અને 18W વાયર્ડ રિવર્સ ચાર્જિંગને સપોર્ટ કરે છે. હેન્ડસેટમાં સિક્યોરિટી માટે ફિંગરપ્રિન્ટ સેન્સર, ડસ્ટ અને સ્પ્લેશ રેઝિસ્ટન્સ માટે IP64 રેટિંગ અને IR બ્લાસ્ટર આપવામાં આવ્યું છે. કનેક્ટિવિટી માટે ફોનમાં 5જી, 4જી, બ્લૂટૂથ, વાઇ-ફાઇ, જીપીએસ અને યુએસબી ટાઇપ-સી પોર્ટ જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે.

આ પણ વાંચો | 10 હજારથી ઓછી કિંમતમાં પાંચ 5G સ્માર્ટફોન, શાનદાર ફીચર્સ અને વધુ સ્પીડ

કેમેરાની વાત કરીએ તો રેડમી 15 5જી મોબાઇલમાં AI સંચાલિત 50 મેગાપિક્સલનો ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે. આ સ્માર્ટફોનમાં 8 મેગાપિક્સલ સેલ્ફી સેન્સર આપવામાં આવ્યા છે. કેમેરા એઆઈ સ્કાય, એઆઈ બ્યુટી અને એઆઈ ઇરેઝ જેવા ફીચર્સને સપોર્ટ કરે છે. ડિવાઇસમાં ડોલ્બી-સર્ટિફાઇડ સ્પીકર્સ પણ છે. આ ડિવાઇસનું માપ 168.48×80.45×8.40 એમએમ છે અને તેનું વજન 217 ગ્રામ છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ