Electric Vehicles: નવું ઇ-બાઈક કે ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવું છે? 31 ડિસેમ્બર સુધી જંગી ડિસ્કાઉન્ટ, કેશ બેનેફિટ સાથે નાણાં બચાવો

December 2023 Discount On Electric Vehicles: જો તમે નવું ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમારી પાસે 31 ડિસેમ્બર 2023 સુધી આકર્ષક ઓફર ડીલ સાથે નવા વાહનની ખરીદી પર નાણાં બચાવવાની સારી તક છે.

Written by Ajay Saroya
December 25, 2023 16:51 IST
Electric Vehicles: નવું ઇ-બાઈક કે ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવું છે? 31 ડિસેમ્બર સુધી જંગી ડિસ્કાઉન્ટ, કેશ બેનેફિટ સાથે નાણાં બચાવો
ડિસેમ્બર 2023માં હીરો મોટોકોર્પ, એથર અને ઓલાના ઇ- સ્કૂટરની ખરીદી પર જંગી બચત કરવાનો મોકો છે. (Photo - Social Media)

December 2023 Discount On Electric Vehicles: ડિસેમ્બર 2023 ડિસ્કાઉન્ટ: વર્ષનો છેલ્લો મહિનો ચાલી રહ્યો છે. જો તમે આ મહિને નવી ઇ-બાઇક અથવા નવું ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમારી પાસે ઓછી કિંમતે ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર (ઓફર સાથે ઇ-બાઇક સ્કૂટર) ખરીદવા માટે માત્ર થોડા દિવસો બાકી છે. ઘણી ઇલેક્ટ્રિક વ્હીકલ મેન્યુફેક્ચર્સ કંપનીઓ ડિસેમ્બર 2023માં ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર પર ઑફર્સ (EV with Offer) આપી રહી છે.

ઇલેક્ટ્રિક વ્હીકલ્સ પર ડિસેમ્બર 2023ની ડિસ્કાઉન્ટ ઓફર (December 2023 Discount On Electric Vehicles)

Hero MotoCorp પર નાણાં બચાવવાની તક (Hero MotoCorp EV)

Hero Motocorp એ Vida V1 ઇલેક્ટ્રિક સ્કૂટર પર રૂ. 38,500 સુધીની ઑફર્સની જાહેરાત કરી છે. આમાં રૂ. 7,500નો EMI બેનેફિટ, રૂ. 8,259ની એક્સટેન્ડેટ બેટરી વોરંટી, રૂ. 6,500નું કેશ ડિસ્કાઉન્ટ, રૂ. 5,000નું એક્સચેન્જ બોનસ, રૂ. 7,500નું લોયલ્ટી ડિસ્કાઉન્ટ, રૂ. 2,500નું કોર્પોરેટ ડિસ્કાઉન્ટ અને રૂ. 512નો સબ્સ્ક્રિપ્શન પ્લાનનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, વાહન ઉત્પાદક કંપનીઓ ઓછામાં ઓછા 5.99 ટકાના વ્યાજ દર સાથે ફાઇનાન્સનો વિકલ્પો પણ આપી રહી છે.

Ather ઈ-સ્કૂટર પર બચત કરવાની તક (Ather E Scooter)

ઘણા ઇલેક્ટ્રિક વ્હીકલ (EV) મેન્યુફેક્ચર્સ વર્ષના છેલ્લા મહિનામાં જંગી ડિસ્કાઉન્ટ ઓફર કરે છે. ઉદાહરણ તરીકે, Ather Energy ખાસ કરીને ડિસેમ્બર 2023માં રૂ. 24,000 સુધીનું ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે. Ather 450S અને 450X બંને ઇ-સ્કૂટર ઇલેક્ટ્રિક સ્કૂટર પર રૂ. 24,000 સુધીનું ડિસ્કાઉન્ટ ઓફર કરી રહ્યું છે. આ ઉપરાંત, 6,500 રૂપિયા સુધીના કેશ બેનેફિટ પણ છે જેમાં 5,000 રૂપિયા સુધીની ઇલેક્ટ્રિક ડિસેમ્બર ડીલ અને 1,500 રૂપિયાની કોર્પોરેટ ઓફરનો સમાવેશ થાય છે. આ આકર્ષક ઑફર્સ 31 ડિસેમ્બર, 2023 સુધી માન્ય છે.

આ પણ વાંચો | ઇલેક્ટ્રિક વ્હીકલની ખરીદી પર 4 લાખથી વધુ ડિસ્કાઉન્ટ, ડિસેમ્બરમાં ઓછા ખર્ચે બેસ્ટ ઇ-કારખરીદવાની ઉત્તમ તક

ઓલા ઈ-સ્કૂટર ખરીદવાની ઉત્તમ તક (Ola E Scooter)

ડિસ્કાઉન્ટ આપવાના મામલે ઓલા ઈલેક્ટ્રિક પણ પાછળ નથી. EV ઉત્પાદક ડિસેમ્બર 2023માં આકર્ષક ડીલ્સ ઓફર કરી રહી છે. કંપનીએ S1X+ની કિંમતમાં રૂ. 20,000નો ઘટાડો કર્યો છે, જે 31 ડિસેમ્બર સુધી લાગુ છે. ઉપરાંત પસંદગીના ક્રેડિટ કાર્ડ્સ પર 5,000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ, ડાઉન પેમેન્ટમાં ઘટાડો, શૂન્ય પ્રોસેસિંગ ફી અને લઘુત્તમ વ્યાજ દર 6.99 ટકા ઉપલબ્ધ છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ