Year Ender 2024 IPO Return: વર્ષ 2024ના ટોપ 10 આઈપીઓ જેમા રોકાણકારો થયા માલામાલ, 300 ટકાથી વધુ વળતર

Top 10 IPO Return India 2024: વર્ષ 2024 આઈપીઓ રિટર્ન મામલે શાનદાર રહ્યું છે. વર્ષ 2024માં સૌથી વધુ વળતર આપનાર શેરબજારના ટોપ 10 આઈપીઓની યાદી આપી છે, જેણે રોકાણકારોને માલામાલ કર્યા છે.

Written by Ajay Saroya
December 18, 2024 10:38 IST
Year Ender 2024 IPO Return: વર્ષ 2024ના ટોપ 10 આઈપીઓ જેમા રોકાણકારો થયા માલામાલ, 300 ટકાથી વધુ વળતર
Top 10 IPO Return India 2024: વર્ષ 2024માં ટોપ 10 આઈપીઓ જેમાં રોકાણકારોને સૌથી વધુ રિટર્ન આપ્યું છે. (Photo: Freepik)

Year Ender 2024 Top 10 IPO Return India: આઈપીઓ મામલે વર્ષ 2024 ભારતીય શેરબજારના રોકાણકારો માટે શાનદાર રહ્યું છે. વર્ષ 2024માં ઘણી મોટી સંખ્યામાં કંપનીઓ દ્વારા ઇનિશિયલ પબ્લિક ઓફર લાવવામાં આવી છે. ઘણી કંપનીઓના શેરમાં લિસ્ટિંગના દિવસે રોકાણકારોને બે થી 3 ગણું રિટર્ન મળ્યું છે. તગડાં લિસ્ટિંગ ગેઇનથી રોકાણકારોનો આઈપીઓ સબ્સક્રાઇબ કરવા તરફ ઝોંક વધી રહ્યો છે. અહીં વર્ષ 2024માં ટોપ 10 આઈપીઓ વિશે જણાવી રહ્યા છીએ જેણે રોકાણકારોને લિસ્ટિંગ દિવસે અને ત્યારબાદ જંગી રિટર્ન આપ્યું છે.

IPO Performance 2024 : વર્ષ 2024માં 300 થી વધારે આઈપીઓ આવ્યા

આઈપીઓ માટે વર્ષ 2024 ઘણું શાનદાર રહ્યું છે. મોટી કંપનીઓથી લઇ નાની એસએમઇ કંપનીઓમાં આઈપીઓ લાવવા થનગની રહી છે. વર્ષ 2024માં દલાલ સ્ટ્રીટ પર અત્યાર સુધી 300 થી વધારે કંપનીઓના આઈપીઓ લાવ્યા છે, જે વર્ષ 2023ના 238 આઈપીઓ લિસ્ટિંગ થી ઘણી વધારે સંખ્યા છે. 75 મેઇનબોર્ડ આઈપીઓ માંથી 48 આઈપીઓ ઇસ્યુમાં રોકાણકારોને જંગી વળતર મળ્યું છે. વર્ષ 2024માં સોથી વધુ કમાણી કરી આપનાર ટોપ 10 આઈપીઓ અને રિટર્ન પર એક નજર કરીયે

IPO Open This Week | Upcoming IPO | IPO News | IPO Inestment | IPO News | Share Market
IPO News : આઈપીઓ પ્રતિકાત્મક તસવીર. (Photo: Freepik)

Jyoti CNC Automation Limited : જ્યોતિ સીએનસી ઓટોમેશન લિમિટેડ

વર્ષ 2024માં સૌથી વધુ વળતર આપનાર આઈપીઓમાં જ્યોતિ સીએનસી ઓટોમેશન લિમિટેડ ટોચ પર છે. જ્યોતિ સીએનસી ઓટોમેશન લિમિટેડ કંપનીના આઈપીઓ એ રોકાણકારોને અત્યાર સુધીમાં અધધધ 335 ટકા રિટર્ન આપ્યું છે. જ્યોતિ સીએનજી ઓટોમેશનનો આઈપીઓ 9 થી 11 જાન્યુઆરી 2024 દરમિયાન ખુલ્યો હતો. આઈપીઓ ઇસ્યુ પ્રાઇસ 331 રૂપિયા પ્રતિ શેર અને લોટ સાઇઝ 45 શે હતી. કંપનીનો શેર બીએસઇ પર 16 જાન્યુઆરીના રોજ 12.4 ટકાના પ્રીમિયમે 372 રૂપિયાના ભાવે લિસ્ટેડ થયો હતો. ત્યારબાદ આ શેર સતત વધ્યો છે. 17 ડિસેમ્બર 2024ના રોજ શેરનો બંધ ભાવ 1440 રૂપિયા હતા. આમ જ્યોતિ સીએનજી ઓટોમેશન કંપનીના આઈપીઓ શેરધારકોને અત્યાર સુધી 335 ટકા વળતર મળ્યું છે.

KRN Heat Exchanger Limited : કેઆરએન હિટ એક્સચેન્જર લિમિટેડ

વર્ષ 2024માં સૌથી વધુ રિટર્ન આપનાર બીજા નંબરના આઈપીઓમાં કેઆરએન હિટ એક્સચેન્જર અને રેફ્રિજરેશન લિમિટેડ છે. કેઆરએન હિટ એક્સચેન્જર અને રેફ્રિજરેશન લિમિટેડના આઈપીઓ 27 સપ્ટેમ્બર 2024 બંધ થયા બાદ 3 ઓક્ટોબરે બીએસઇ અને એનએસઇ પર શેર લિસ્ટિંગ થયો હતો. આઈપીઓ ઇસ્યુ પ્રાઇસ 220 રૂપિયા અને 65 શેર હતી. બીએસઇ પર કંપનીનો શેર 470 રૂપિયાના ભાવે લિસ્ટિંગ થયો હતો, જે આઈપીઓ ઇસ્યુ પ્રાઇસ સામે 113.64 ટકા વળતર દર્શાવે છે. તો એનએસઇ પર આ શેર 118 ટકાના ઉછાળે 480 રપિયાના ભાવે લિસ્ટેડ થયો હતો. 17 ડિસેમ્બર 2024ના રોજ કેઆરએન હિટ એક્સચેન્જર લિમિટેડ શેરનો બંધ ભાવ 767 રૂપિયા હતો. આમ કેઆરએન હિટ એક્સચેન્જર શેરમાં રોકાણકારોને અત્યાર સુધીમાં 249 ટકા રિટર્ન મળ્યું છે.

ipo | public initial offer | ipo open this week | ipo share listing | ipo investment tips | ipo news | share market | stock market
IPO: આઈપીઓ (Photo: Freepik)

Premier Energies Limited : પ્રીમિયર એનર્જીસ લિમિટેડ

પ્રીમિયર એનર્જીસ લિમિટેડ વર્ષ 2024માં સૌથી વધુ કમાણી કરનાર ટોપ 10 આઈપીઓમાં ત્રીજા ક્રમે છે. પ્રીમિયર એનર્જીસ લિમિટેડનો આઈપીઓ 27 થી 29 ઓગસ્ટ ખુલ્યો હતો. આઈપીઓ ઇસ્યુ પ્રાઇસ 450 રૂપિયા અને લોટ સાઇઝ 33 શેર હતી. કંપનીનો શેર 3 સપ્ટેમ્બર, 2024ના રોજ બીએસઇ પર 991 રૂપિયાના ભાવે લિસ્ટેડ થયો હતો. આમ શેર લિસ્ટિંગ પર આઈપીઓ રોકાણકારોને 120 ટકા રિટર્ન મળ્યું હતું. 17 ડિસેમ્બર 2024ના રોજ બીએસઇ પર પ્રીમિયર એનર્જીસ લિમિટેડનો શેર 1334 રૂપિયા બંધ થયો હતો. આમ લિસ્ટિંગ બાદ અત્યાર સુધીમાં પ્રીમિયર એનર્જીસ લિમિટેડના શેરમાં રોકાણકારોને 194 ટકા રિટર્ન મળ્યું છે.

Top 10 IPO Return in India 2024 : વર્ષ 2024ના ટોપ 10 આઈપીઓ અને રિટર્ન

કંપનીનું નામલિસ્ટિંગ તારીખઆઈપીઓ ઇસ્યુ પ્રાઇસહાલનો ભાવ ₹ માં (BSE)રિટર્ન
જ્યોતિ CNC ઓટોમેશન16/1/20243311440335 ટકા
KRN હિટ એક્સચેન્જર03/10/2024220767249 ટકા
પ્રીમિયર એનર્જીસ03/10/20244501323194 ટકા
પ્લેટિનમ ઇન્ડસ્ટ્રીઝ05/3/2024171465172 ટકા
એન્વાયરો ઈન્ફ્રા એન્જિ.29/11/2024148380157 ટકા
ભારતી હેક્સાકોમ12/04/20245701451154 ટકા
ગાલા પ્રેસિઝન એન્જિ.09/9/20245291235133 ટકા
ઓરિએન્ટ ટેકનોલોજીસ28/8/2024206479132 ટકા
ડિફ્યુઝન એન્જિનિયર્સ04/10/2024168382128 ટકા
EPACK ડ્યુરેબલ30/1/2024230490113 ટકા

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ