Yes Bank Share Price 4 Years High: યસ બેંકના શેરમાં રોકાણકારોને આખરે કમાણી કરવાનો મોકો મળ્યો છે. યસ બેંકનો શેર 4 વર્ષની ઉંચી સપાટીએ પહોંચ્યો હતો. યસ બેંકનો શેરનો ભાવ આજે ઇન્ટ્રા-ડેમાં 26 રૂપિયાની સપાટી કુદાવી ગયો હતો, જે છેલ્લા ચાર વર્ષનો સૌથી ઉંચો ભાવ છે. ડિસેમ્બર ત્રિમાસિક પરિણામ પ્રોત્સાહક આવવાની અપેક્ષાએ શેરમાં તેજીનો માહોલ છે. આ દરમિયાન રોકાણકારો મૂંઝવણ અનુભવી રહ્યા છે કે યસ બેંકનો શેર હોલ્ડ કરવો, ખરીદવો કે પ્રોફિટ બુકિંગ કરવું.
યસ બેંકનો શેર 4 વર્ષની ટોચે, 26 રૂપિયા ભાવ બોલાયો (Yes Bank Share Hits 4 Years High)
યસ બેંકના શેરમાં બે દિવસ બાદ પોઝિટિવ ટ્રેન્ડ જોવા મળ્યો હતો. યસ બેંકનો શેર આગલા દિવસના 24.73 રૂપિયાના બંધ ભાવથી ઉંચા ગેપમાં મંગળવારે 24.99 રૂપિયા ખુલ્યો હતો. રોકાણકારોની ખરીદીથી શેર ઇન્ટ્રા-ડેમાં 6.14 ટકા ઉછળીને 26.25 રૂપિયાની ટોચે પહોંચ્યો હતો, જે ચાર વર્ષનો સૌથી ઉંચો ભાવ છે. જો કે ઉંચા ભાવે ફરી વેચવાલી નીકળતા શેર ઘટીને 26 રૂપિયાની નીચે આવી ગયો હતો. શેરબજારા ટ્રેડિંગ સેશનના અંતે યસ બેંકનો શેર 3.8 ટકાની મજબૂતીમાં 25.67 રૂપિયા બંધ થયો હતો. આ સાથે યસ બેંકની માર્કેટકેપ 73,830.96 કરોડ રૂપિયા હતી.

યસ બેંકનો શેર અઢી મહિનામાં 86 ટકા ઉછળ્યો (Yes Bank Share Jumps)
યસ બેંકના શેરમાં છેલ્લા ત્રણેક મહિનાથી સતત તેજી જોવા મળી રહી છે. 23 ઓક્ટોબર, 2023ના રોજ યસ બેંકનો શેર 14.10 રૂપિયાના વર્ષને તળિયે હતો. તો 16 જાન્યુઆરી, 2024ના રોજ આ શેર 26.25 રૂપિયાની વર્ષની ટોચે પહોંચ્યો હતો. આમ છેલ્લા અઢી મહિનામાં યસ બેંકના શેરમાં રોકાણકારોને 86 ટકા રિટર્ન મળ્યું છે. જેમાં નવેમ્બરમાં યસ બેન્કના શેરમાં 21 ટકા અને ડિસેમ્બરમાં 11 ટકાનો ઉછાળો નોંધાયો હતો. તો જાન્યુઆરીમાં અત્યાર સુધીમાં આ શેર 21 ટકા વધ્યો છે.
યસ બેંકના ત્રિમાસિક પરિણામ પર નજર (yes Bank December Quarter Results)
બ્રોકેરજ ફર્મ્સ યસ બેંકના ડિસેમ્બર ક્વાર્ટરના પરિણામ એકંદરે પ્રોત્સાહક રહેવાની આશા રાખી રહ્યા છે. નોંધનિય છે કે, યસ બેંક 27 જાન્યુઆરીના રોજ ડિસેમ્બર ત્રિમાસિક પરિણામ જાહેર કરશે. બ્રોકરેજ ફર્મ એમકે ગ્લોબલના મતે, યસ બેંક ડિસેમ્બર ક્વાર્ટરમાં વાર્ષિક ધોરણે 705.6 ટકા અને ત્રિમાસિક ધોરણે 62.6 ટકાના ઉછાળે ડિસેમ્બર ક્વાર્ટરમાં 415.1 કરોડ રૂપિયાનો ચોખ્ખો નફો દેખાડી શકે છે.

એક મીડિયા રિપોપ્ટ અનુસાર એસએન્ડપી ગ્લોબલ માર્કેટ ઇન્ટેલિજન્સે સૂચવવામાં આવ્યું છે કે, યસ બેંકનો શેર ડિસેમ્બર ક્વાર્ટરમાં ભારતીય બેન્કોમાં સૌથી વધુ ઉછાળો નોંધાવ્યો છે. ડિસેમ્બર ક્વાર્ટર દરમિયાન યસ બેંકની માર્કેટ કેપિટલાઇઝેશનમાં નોંધપાત્ર 24.4 ટકાનો વધારો થયો હતો. આ સાથે યસ બેંકને માર્કેટ કેપિટલાઇઝેશનની દ્રષ્ટિએ ભારતની ટોપ-20 બેંકોની યાદીમાં 20માં ક્રમે પહોંચી ગઇ છે.
યસ બેંકનો શેર હવે કઇ દિશામાં જશે? જાણો માર્કેટ એક્સપર્ટ્સ પાસેથી (yes Bank Stock hold, buy or sell)
યસ બેંકના શેરમાં તેજીનો માહોલ છે ત્યારે ટેકનિકલ એનાલિસ્ટોનું માનવું છે કે, આ શેર નજીકના ગાળામાં વધુ ઉંચે જવા માટે તૈયાર છે.
પ્રભુદાસ લીલાધરના ટેકનિકલ રિસર્ચના વાઇસ પ્રેસિડેન્ટ વૈશાલી પારેખના જણાવ્યા અનુસાર, દૈનિક ચાર્ટ પર હાયર લો ફોર્મેશન પેટર્નના બે સંકેત સાથે છેલ્લા બે મહિનામાં શેરમાં તેજી આવી છે. આનાથી શેરના આઉટલૂકમાં સુધારો થયો છે અને 23 રૂપિયાથી ઉપરની નિર્ણાયક પ્રતિકાર સપાટી કુદાવી ગયા બાદ તેજી આગળ વધવાની ધારણા છે.

પારેખે ઉમેર્યું હતું કે, “યસ બેંકના શેરમાં આગામી ટાર્ગેટ લેવલ 34 અને 40 રૂપિયા છે, જો કે આ દરમિયાન શેરમાં મજબૂતી ટકી રહેવી જરૂરી છે. પરંતુ જો આ દરમિયાન શેર 22 રૂપિયાની નીચે જાય તો તેજી નબળી પડી શકે છે.
આ પણ વાંચો | લોન લેવામાં અને ઈએમઆઈ પેમેન્ટમાં આ 5 વાત ધ્યાનમાં રાખો, નહીંત્તર દેવાના ડુંગર નીચે દબાઇ જશો
પટેલે જણાવ્યું હતું કે, “રોકાણકારો અને ટ્રેડર્સ 24 – 25 રૂપિયાના ભાવે ખરીદી કરી શકે છે. દૈનિક ક્લોઝિંગ ધોરણે 31 રૂપિયાનો ટાર્ગેટ રાખવો અને 21 રૂપિયાનો સ્ટોપ લોસ મૂકવો.