Job : 108 ઈમર્જન્સી સર્વિસ ભરતી : ગુજરાતભરમાં નોકરી માટે સીધી ભરતી, ઇન્ટરવ્યૂ તારીખ સહિતની વાંચી લો માહિતી

EMRI Green Recruitment 2024, 108 ઈમર્જન્સી સર્વિસ : નોકરીની શોધમાં રહેલા ઉમેદવારો માટે 108 એમ્બ્યુલન્સ સેવા પુરી પાડતી કંપનીમાં નોકરી કરવાની ઉત્તમ તક આવી ગઈ છે. આ લેખમાં ભરતી અંગે તમામ માહિતી આપવામાં આવી છે.

Written by Ankit Patel
Updated : June 28, 2024 14:39 IST
Job : 108 ઈમર્જન્સી સર્વિસ ભરતી : ગુજરાતભરમાં નોકરી માટે સીધી ભરતી, ઇન્ટરવ્યૂ તારીખ સહિતની વાંચી લો માહિતી
108 ઈમર્જન્સી સર્વિસ ભરતી - photo - Social media

EMRI Green Recruitment 2024, 108 ઈમર્જન્સી સર્વિસ ભરતી : ગુજરાતમાં કોઈપણ વિસ્તારમાં નોકરી કરવા તૈયાર ઉમેદવારો માટે નોકરીની સારી તક આવી ગઈ છે. ગુજરાતમાં સ્વાસ્થ્ય માટેની જીવા દોરી સમાન 108 એમ્બ્યુન્સ સેવા આપતી કંપની દ્વારા નોકરીની જાહેરાત બહાર પાડી છે. EMRI ગ્રીન હેલ્થ સર્વિસ દ્વારા ગુજરાત ભરમાં મેડિકલ ઓફિસર અને પેરામેડિકની ભરતી બહાર પાડી છે. કંપની દ્વારા આ જગ્યાઓ ભરવા માટે વોક ઈન ઈન્ટરવ્યૂનું આયોજન કરવામાં આવ્યું છે.

આ ભરતી અંગે પોસ્ટ માટેની શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, ઈન્ટરવ્યૂ તારીખ અને ઈન્ટરવ્યૂ સ્થળ સહિતની મહત્વ પૂર્ણ માહિતી જાણવા માટે ઉમેદવારો આ સમાચાર અંત સુધી ચોક્કસ વાંચવા.

108 ઈમર્જન્સી સર્વિસ ભરતીની મહત્વની માહિતી

સંસ્થા EMRI ગ્રીન હેલ્થ સર્વિસ
પોસ્ટ મેડિકલ ઓફિસર, પેરામેડિક
ખાલી જગ્યા જાહેરાતમાં ઉલ્લેખ નથી
નોકરીનું સ્થળગુજરાત
ભરતી પ્રકાર વોક ઈન ઈન્ટરવ્યૂ
ઇન્ટરવ્યૂ તારીખ29 જૂન 2024

108 ઈમર્જન્સી સર્વિસ ભરતી, પોસ્ટની વિગતો

મેડકલ ઓફિસર

  • લાયકાત – BHMS/BAMS
  • અનુભવ- અનુભવી, બિન અનુભવી
  • ઉંમર – 22થી 28 વર્ષ

પેરામેડિક

  • લાયકાત – B.Sc/ANM/GNM
  • અનુભવ – અનુભવી, બિન અનુભવી
  • ઉંમર – 22થી 28 વર્ષ

108 ઈમર્જન્સી સર્વિસ ભરતી, મહત્વી તારીખ અને સમય

EMRI Green હેલ્થ સર્વિસ દ્વારા બહાર પાડેલી ભરતીની જગ્યાઓ માટે વોક ઈન ઈન્ટરવ્યૂનું આયોજન કરવામાં આવ્યું છે. કંપનીએ 29 જૂન 2024, સવારે 10 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધી ઈન્ટરવ્યૂનું આયોજન કર્યું છે.

ઇન્ટરવ્યૂના સ્થળ

  • 108 ઈમરજન્સી મેનેજમેન્ટ સેન્ટર, નરોડા – કઠવાડા રોડ, અમદાવાદ
  • 108 ઓફિસ, કલેક્ટર કચેરી, સેવાસદન-1, ગોધરા, પંમહાલ
  • 108 ડિસ્ટ્રિક્ટ ઓફિસ, એસ.એસ.જી. હોસ્પિટલ, ઇમરજન્સી વોર્ડની સામે, વડોદરા
  • 108 ઓફિસ, રામોસણા અંડર બ્રિજ, રામોસણા સર્કલ, મહેસાણા
  • 108 ઓફિસ, GMERS મેડિકલ કોલેજ, પાટણ બાલિસણા રોડ, ધારપુર, પાટણ
  • 108 એમ્બ્યુલન્સ, GMERS નવી સિવિલ હોસ્પિટલ, ગઢોડા રોડ, હિંમતનગર, સાબરકાંઠા
  • 108 ઓફિસ, જનધન ઔષધિ કેન્દ્ર, રામબાગ હોસ્પિટલ પાસે, ગાંધીધામ, કચ્છ
  • 108 ઓફિસ, અમૂલ પાર્લરની ઉપર, સરટી હોસ્પિટલ, ભાવનગર
  • 108 ઓફિસ, ત્રિજોમાળ, 318 સિવિલ હોસ્પિટલ નજીક, વેરાવળ

108 ઈમર્જન્સી સર્વિસ ભરતીનું નોટિફિકેશન

આ ભરતી અંગે પોસ્ટ માટેની શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, ઈન્ટરવ્યૂ તારીખ અને ઈન્ટરવ્યૂ સ્થળ સહિતની મહત્વ પૂર્ણ માહિતી જાણવા માટે ઉમેદવારોએ આપેલું નોટિફિકેશન ચોક્કસ વાંચવું.

ઉમેદવારો વધારે માહિતી માટે 079 (22814896)/ 9924270108, ઈમેઈલ- rahul_rana@emri.in પર સંપર્ક કરી શકે છે.

આ પણ વાંચો

ઉમેદવારોને ખાસ ધ્યાનમાં લેવા જેવી બાબત

108 ઈમર્જન્સી સર્વિસમાં નોકરી કરવા ઈચ્છતા ઉમેદવારોએ ખાસ ધ્યાન રાખવા જેવી બાબત એ છે કે ઉમેદવારો ગુજરાતમાં કોઈપણ જગ્યા પર કામ કરવા માટે તૈયાર હોવા જોઈએ.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ