AAI JE Recruitment 2024, એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા ભરતી : સરકારી નોકરીની રાહ જોઈને બેઠેલા ઉમેદવારો માટે સુવર્ણ તક આવી ગઈ છે. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ સમગ્ર ભારતમાં વિવિધ શાખાઓમાં જુનિયર એક્ઝિક્યુટિવ પોસ્ટની ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. નોટિફિકેશન પ્રમાણે 490 જગ્યાઓ ભરવાની છે. રસ ધરાવતા ઉમેદવારો 1 મે 2024 સુધી ઓનલાઇન અરજી કરી શકે છે. ઉમેદવારો aai.aero વેબસાઈટ પર ઓનલાઇન અરજી કરી શકે છે.
એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા ભરતી અંગે શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, વય મર્યાદા, પગાર ધોરણ સહિતની મહત્વપૂર્ણ માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર અંત સુધી ચોક્કસ વાંચવા જોઈએ.
એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા ભરતીની મહત્વની માહિતી
સંસ્થા | એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા |
પોસ્ટ | જુનિયર એક્ઝિક્યુટિવ |
જગ્યાઓ | 490 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 1 મે 2024 |
ક્યાં અરજી કરવી | www.aai.aero |
એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા ભરતીની પોસ્ટની વિગતે માહિતી
પોસ્ટ | ખાલી જગ્યા |
જુનિયર એક્ઝિક્યુટિવ (આર્કિટેક્ચર) | 03 |
જુનિયર એક્ઝિક્યુટિવ (Engg – સિવિલ) | 90 |
જુનિયર એક્ઝિક્યુટિવ (Engg – ઇલેક્ટ્રિકલ) | 106 |
જુનિયર એક્ઝિક્યુટિવ (ઈલેક્ટ્રોનિક્સ) | 278 |
જુનિયર એક્ઝિક્યુટિવ (ઇન્ફોર્મેશન ટેકનોલોજી) | 13 |
કુલ | 490 |
એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા ભરતી માટે વય મર્યાદા
એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા જાહેર કરાયેલી ભરતી માટે ઉમેદવારો 1 મે, 2024 ના રોજ મહત્તમ વય 27 વર્ષના હોવા જોીએ. અનામત વર્ગના ઉમેદવારો માટે ઉચ્ચ વય મર્યાદામાં છૂટછાટ લાગુ પડે છે.
આ પણ વાંચોઃ- રેલવે ભરતી : ટેકનિશિયનની વિવિધ પોસ્ટ માટે કરો અરજી, અહીં વાંચો સંપૂર્ણ વિગતો
શૈક્ષણિક લાયકાત:
- JE આર્કિટેક્ચર માટે – ઉમેદવારો પાસે આર્કિટેક્ચરમાં સ્નાતકની ડિગ્રી હોવી જોઈએ અને કાઉન્સિલ ઑફ આર્કિટેક્ચરમાં નોંધાયેલ હોવું જોઈએ.
- JE (Engg – સિવિલ) માટે – સિવિલમાં એન્જિનિયરિંગ/ટેક્નોલોજીમાં સ્નાતકની ડિગ્રી.
- JE (Engg – ઇલેક્ટ્રિકલ) માટે – ઇલેક્ટ્રીકલમાં એન્જિનિયરિંગ/ટેકનોલોજીમાં સ્નાતકની ડિગ્રી.
- JE ઇલેક્ટ્રોનિક્સ માટે – ઇલેક્ટ્રોનિક્સમાં વિશેષતા સાથે ઇલેક્ટ્રોનિક્સ/ટેલિકમ્યુનિકેશન્સ/ઇલેક્ટ્રિકલમાં એન્જિનિયરિંગ/ટેક્નોલોજીમાં સ્નાતકની ડિગ્રી.
- JE ઇન્ફોર્મેશન ટેક્નોલોજી માટે – કમ્પ્યુટર સાયન્સ/કોમ્પ્યુટર એન્જિનિયરિંગ/IT/ઇલેક્ટ્રોનિક્સ અથવા કોમ્પ્યુટર એપ્લિકેશન (MCA) માં માસ્ટર્સ ઇજનેરી / ટેકનિકલમાં સ્નાતકની ડિગ્રી.
નોટિફિકેશન
એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા ભરતી અંગે શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, વય મર્યાદા, પગાર ધોરણ સહિતની મહત્વપૂર્ણ માહિતી જાણવા માટે ઉમેદવારોએ આપેલું નોટિફિકેશન વાંચવું.
આ પણ વાંચોઃ- ઇન્ટેલિજન્સ બ્યુરો ભરતી : પરીક્ષા વગર સરકારી નોકરી મેળવવાની સુવર્ણ તક, મળશે તગડો પગાર, અહીં વાંચો માહિતી
અરજી ફી
SC/ST/PwBD/ભૂતપૂર્વ એપ્રેન્ટિસ કેટેગરીના ઉમેદવારોને કોઈપણ ફીની ચુકવણીમાંથી મુક્તિ આપવામાં આવી છે. અન્ય તમામ કેટેગરીના ઉમેદવારો માટે અરજી ફી રૂ. 300 છે.
કેવી રીતે અરજી કરવી?
એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાની જુનિયર એક્ઝિક્યુટીવ પોસ્ટ માટે અરજી કરવા આપેલા પગલાં અનુસરો.
- સત્તાવાર વેબસાઇટ www.aai.aero ની મુલાકાત લો
- હોમપેજ પર, જુનિયર એક્ઝિક્યુટિવ 2024 નોંધણી લિંક પર ક્લિક કરો
- નોંધણી કરો અને અરજી પ્રક્રિયા સાથે આગળ વધો
- ફોર્મ ભરો, ફી ભરો અને ફોર્મ સબમિટ કરો
- ભાવિ સંદર્ભ માટે પ્રિન્ટઆઉટ લો