Ahmedabad Bharti 2025 : અમદાવાદમાં પરીક્ષા વગર ₹45,000 ની નોકરી મેળવવાની સુવર્ણ તક, જાણો શું જોઈશે લાયકાત?

Ahmedabad Bharti 2025 : અમદાવાદ ભરતી 2025 અંતર્ગત ક્લસ્ટર નિવારણ અધિકારીની પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વયમર્યાદા સહિતની મહત્વની માહિતી અહીં વાંચો.

Written by Ankit Patel
September 06, 2025 13:22 IST
Ahmedabad Bharti 2025 : અમદાવાદમાં પરીક્ષા વગર ₹45,000 ની નોકરી મેળવવાની સુવર્ણ તક, જાણો શું જોઈશે લાયકાત?
અમદાવાદમાં નોકરીઓ - photo-freepik

Ahmedabad Bharti 2025, અમદાવાદ ભરતી 2025 : અમદાવાદમાં રહેતા અને નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે ઘર આંગણે જ નોકરી મેળવવાની સુવર્ણ તક આવી ગઈ છે. નેશનલ HIV/AIDS & STD કંટ્રોલ પ્રોગ્રામ અંતર્ગત જિલ્લા કક્ષાએ દિશા ક્લસ્ટર-અમદાવાદ ખાતે NACOની માર્ગદર્શિકા મુજબ 11 માસના કરાર આધારિત ઉચ્ચક માસિક ફિક્સ વેતનથી તદ્દન હંગામી ધોરણે ક્લસ્ટર નિવારણ અધિકારી જગ્યા ઉપર ઉમેદવારો પસંદ કરવા માટે વોક ઈન ઈન્ટરવ્યૂનું આયોજન કર્યું છે.

અમદાવાદ ભરતી 2025 અંતર્ગત ક્લસ્ટર નિવારણ અધિકારીની પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વયમર્યાદા સહિતની મહત્વની માહિતી અહીં વાંચો.

અમદાવાદ ભરતી 2025ની મહત્વની માહિતી

સંસ્થાદિશા ક્લસ્ટર, અમદાવાદ
પોસ્ટક્લસ્ટર નિવારણ અધિકારી
જગ્યા1
નોકરીનો પ્રકાર11 માસ કરાર આધારિત
વય મર્યાદામહત્તમ 45 વર્ષ
એપ્લિકેશન મોડવોક ઈન ઈન્ટરવ્યુ
ઈન્ટરવ્યુ તારીખ25-9-2025
ઈન્ટરવ્યુ સ્થળઅમદાવાદ

Gujarat bharti 2025 માટે પોસ્ટની વગતો

નેશનલ HIV/AIDS & STD કંટ્રોલ પ્રોગ્રામ અંતર્ગત જિલ્લા કક્ષાએ દિશા ક્લસ્ટર-અમદાવાદ ખાતે NACOની માર્ગદર્શિકા મુજબ 11 માસના કરાર આધારિત ઉચ્ચક માસિક ફિક્સ વેતનથી તદ્દન હંગામી ધોરણે ક્લસ્ટર નિવારણ અધિકારી જગ્યા ઉપર ઉમેદવારો પસંદ કરવા માટે વોક ઈન ઈન્ટરવ્યૂનું આયોજન કર્યું છે.

અમદાવાદ ભરતી 2025 માટે શૈક્ષણિક લાયકાત

દિશા ક્લસ્ટર અમદાવાદ દ્વારા બહાર પાડવામાં આવેલી ક્લસ્ટર નિવારણ અધિકારીની પોસ્ટ માટે અરજદારની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો સોશિયલ સાયન્સ અથવા પબ્લિક હેલ્થ મેનેજમેન્ટમાં માસ્ટર ડિગ્રી કરેલી હોવી જોઈએ.સમાન ક્ષેત્રમાં બે વર્ષનો અનુભવ હોવો જોઈએ.

વય મર્યાદા અને પગાર ધોરણ

આ ભરતી માટે અરજદારની ઉંમર 45 વર્ષથી વધારે ન હોવી જોઈએ અને પગાર ધોરણની વાત કરીએ તો આ નોકરી કરાર આધારિત હોવાથી પસંદ પામેલા ઉમેદવારને ₹45,000 રોકડા ફિક્સ પગાર મળવા પાત્ર રહેશે.

ભરતીની જાહેરાત

વોક ઈન ઈન્ટરવ્યુ તારીખ, સમય અને સરનામું

ઉમેદવારોએ જરૂરી દસ્તાવેજો સાથે 25-9-2025ના રોજ સવારે 11.30થી 12.30 વાગ્યા સુધી રજીસ્ટ્રેશન કરાવી લેવાનું રહેશે.

આ પણ વાંચોઃ- ગુજરાતમાં ચાલતી વિવિધ ભરતીઓ અને કરિયર સંબંધી સમાચાર વિશે વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો

ઈન્ટરવ્યુ સ્થળ

દિશા ક્લસ્ટર યુનિટ, અમદાવાદ, ડિસ્ટ્રિક્ટ ટીબી સેન્ટર, સિવિલ કેમ્પસ, અસારવા – અમદાવાદ

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ