scorecardresearch

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભરતી, 171 જગ્યાઓ માટે ફટાફટ કરો અરજી, આ છે છેલ્લી તારીખ

ahmedabad municipal corporation recruitment : નોટિફિકેશન પ્રમાણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) એ આસિસ્ટન્ટ ગાર્ડન સુપરવાઈઝર, આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર અને આસિસ્ટન્ટ ટેકનિકલ સુપરવાઈઝરની જગ્યાઓની ભરતી માટે અરજી આમંત્રિત કરી છે.

ahmedabad municipal corporation, AMC recruitment, AMC jobs
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભરતી

અમદાવાદમાં નોકરી કરવાની ઇચ્છા ધરાવતા ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવિધ 171 જગ્યાઓ માટે ભરતી બહાર પાડી છે જે માટે અરજી પ્રક્રિયા શરૂ કરી છે. નોટિફિકેશન પ્રમાણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) એ આસિસ્ટન્ટ ગાર્ડન સુપરવાઈઝર, આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર અને આસિસ્ટન્ટ ટેકનિકલ સુપરવાઈઝરની જગ્યાઓની ભરતી માટે અરજી આમંત્રિત કરી છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારોએ તેમની અરજી 28/03/2023 પહેલાં ઓનલાઈન અરજી કરી શકે છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ભરતી અંગેની મહત્વની માહિતી

  • સંસ્થાનું નામ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન – AMC
  • કુલ ખાલી જગ્યા 171
  • પોસ્ટનું નામ આસિસ્ટન્ટ ગાર્ડન સુપરવાઈઝર, આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર અને આસિસ્ટન્ટ ટેકનિકલ સુપરવાઈઝર
  • એપ્લિકેશન મોડ ઓનલાઈન
  • છેલ્લી તારીખ 28/03/2023

આ પણ વાંચોઃ- કેનેડા વિઝા, સંપૂર્ણ અભ્યાસ કર્યો, નોકરી પણ લાગી, હવે 700 વિદ્યાર્થીઓ પાછા ઇન્ડિયા ડિપોર્ટ થશે, એક લાલચથી સામે આવ્યું ‘કૌંભાંડ’

પોસ્ટનું નામ

  • સહાયક ટેકનિકલ સુપરવાઈઝર: 75 જગ્યાઓ
  • સહાયક સબ ઈન્સ્પેક્ટર (એસ્ટેટ/ટીડીઓ): 66 જગ્યાઓ
  • સહાયક ગાર્ડન સુપરવાઈઝર (એન્જિનિયરિંગ): 30 જગ્યાઓ
  • શૈક્ષણિક લાયકાત
  • સહાયક ટેકનિકલ સુપરવાઈઝર : B.E. (સિવિલ) અથવા DCE
  • સહાયક સબ ઈન્સ્પેક્ટર (એસ્ટેટ/ટીડીઓ) : DCE (સિવિલ એન્જિનિયરમાં ડિપ્લોમા) / B.E. (સિવિલ) અથવા ઉચ્ચ લાયકાત કરતાં વધુ
  • સહાયક ગાર્ડન સુપરવાઈઝર (એન્જિનિયરિંગ) : 10મું પાસ + ડિપ્લોમા એગ્રીકલ્ચર અથવા 12મું + BSC એગ્રીકલ્ચર અથવા 12મું પાસ + BSC હોર્ટિકલ્ચર
  • નોંધ: સત્તાવાર જાહેરાતમાં વિગતો જુઓ
  • ઉંમર મર્યાદા
  • STS: 30 વર્ષથી વધુ નહીં.
  • SSI: 45 વર્ષથી વધુ નહીં.
  • SGS: 18 થી 40 વર્ષ.
  • અરજી ફી
  • રૂ. 112/- (જનરલ કેટેગરી )

આ પણ વાંચોઃ- SSC ભરતી: ધોરણ 10 – 12 પાસ માટે 5000 થી વધુ પોસ્ટ માટે બમ્પર ભરતી, અહીં વાંચો સંપૂર્ણ માહિતી

અરજી કઈ રીતે કરવી?

  • રસ ધરાવતા ઉમેદવારો મહત્વની લિંકની નીચેની સત્તાવાર વેબસાઇટ દ્વારા ઑનલાઇન અરજી કરી શકે છે
  • AMC ની ભરતી માટે અરજી કરતી વખતે તમારે સૌ પ્રથમ ઓફીસીયલ વેબસાઇટ પર જવાનુ રહેશે.
  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી ઓફીસીયલ ભરતી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય લાયકાત ધરાવો છો કે નહિ તે ચેક કરો.

Web Title: Ahmedabad municipal corporation recruitment amc jobs alert online apply

Best of Express