AMC Entomologist Bharti 2025, અમદાવાદ મહાનગરપાલિકા ભરતી 2025: શું તમે અમદાવાદમાં રહો છો અને સારા પગારની નોકરી શોધી રહ્યા છો? તો આ સમાચાર તમારા માટે છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આરોગ્ય વિભાગમાં મેટ્રોપોલિટન સર્વેલન્સ યુનિટમાં એન્ટોમોલોજીસ્ટ પોસ્ટ માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ પોસ્ટ ઉપર લાયક ઉમેદવાર પસંદ કરવા માટે AMC એ ઉમેદવારો પાસે ઓફ લાઈન અરજીઓ મંગાવી છે.
અમદાવાદ ભરતી અંતર્ગત પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, નોકરીનો પ્રકાર, વય મર્યાદા, પગાર ધોરણ સહિતની મહત્વની માહિતી આ આર્ટિકલમાં આપેલી છે.
AMC ભરતી 2025ની મહત્વની માહિતી
| સંસ્થા | અમદાવાદ મહાનગરપાલિકા |
| વિભાગ | આરોગ્ય વિભાગ |
| પોસ્ટ | એન્ટોમોલોજીસ્ટ |
| જગ્ય | એક |
| નોકરીનો પ્રકાર | 11 માસ કરાર આધારિત |
| એપ્લિકેશન મોડ | ઓફલાઈન |
| વય મર્યાદા | 50 વર્ષથી વધારે નહીં |
| અરજી કરવાની છેલ્લી તારીખ | 5 ડિસેમ્બર 2025 |
| અરજી ક્યાં કરવી | સરનામું નીચે આપેલું છે |
AMC Bharti 2025 પોસ્ટની વિગતો
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ ગ્રાન્ટેડ મેટ્રોપોલિટન સર્વેલન્સ યુનિટ ખાતે 11 માસના કરાર આધારીત એન્ટોમોલોજીસ્ટની એક જગ્યા માટે રૂબરૂ અરજીઓ મંગાવી છે.
શૈક્ષણિક લાયકાત
આવશ્યક લાયકાત: કીટવિજ્ઞાન / પ્રાણીશાસ્ત્રમાં એમ.એસસી. પ્રાધાન્યમાં તબીબી કીટવિજ્ઞાનમાં ડોક્ટરેટ (પીએચડી).
અનુભવ
જાહેર આરોગ્યના મહત્વના ઝૂનોટિક રોગો, ભારતમાં પ્લેગ સર્વેલન્સ સહિત ઝૂનોટિક રોગ સર્વેલન્સ સંબંધિત કીટશાસ્ત્રીય તપાસના ક્ષેત્રમાં 5 વર્ષનો અનુભવ.
વય મર્યાદા
અમદાવાદ મહાનગરપાલિકા ભરતી અંતર્ગત આ પોસ્ટ માટે અરજી કરનાર ઉમેદવાર 50 વર્ષથી વધારે ઉંમર ધરાવતો ન હોવો જોઈએ.
પગાર ધોરણ
આ પોસ્ટ ઉપર 11 માસ કરાર આધારે ઉમેદવારની પસંદગી કરવામાં આવશે. જેથી આ પોસ્ટ ઉપર પસંદ પામેલા ઉમેદવારને પ્રતિ માસ ₹75,000 ફિક્સ પગાર મળવા પાત્ર રહેશે.
અરજી કેવી રીતે કરવી
જરૂરી દસ્તાવો અને અરજી ફોર્મ સાથેની અરજી તારીખ 20 નેવમ્બર 2025થી 5 ડિસેમ્બર 2025 સુધી રૂબરૂમાં અથવા રજિસ્ટર એડીથી મોકલવાની રહેશે.
નોટિફિકેશન
આ પણ વાંચોઃ- ગુજરાતમાં ચાલતી વિવિધ ભરતીઓ અને કરિયર સંબંધી સમાચાર વિશે વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો
અરજી મોકલવાનું સરનામું?
મેટ્રોપોલિટન સર્વેલન્સ યુનિ, બીજો માળ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર, દીવાન બલ્લુભાઈ સ્કૂલની સામે, એન.આઈ.ડી. ચાર રસ્તા પાસે, પાલડી, અમદાવાદ – 380007





