AMC Bharti 2025: અમદાવાદમાં ઊંચા પગારની નોકરી મેળવવાની તક, અહીં વાંચો સંપૂર્ણ માહિતી

AMC Recruitment 2025 in gujarati : અમદાવાદ મહાનગરપાલિકા ભરતી અંતર્ગત વિવિધ પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા સહિતની મહત્વની માહિતી આ લેખમાં આપેલી છે.

Written by Ankit Patel
November 03, 2025 12:18 IST
AMC Bharti 2025: અમદાવાદમાં ઊંચા પગારની નોકરી મેળવવાની તક, અહીં વાંચો સંપૂર્ણ માહિતી
અમદાવાદ ભરતી - photo-unsplash

AMC Recruitment 2025, અમદાવાદ મહાનગરપાલિકા ભરતી: અમદાવાદમાં રહેતા અને નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નોકરી મેળવવાની જોરદાર તક આવી ગઈ છે. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ડેપ્યુટી સીટી ઈજનેર, આસી.સીટી ઈજનેર અને આસી. ઈજનેરની પોસ્ટ માટે ભરતીની જાહેરાત બહાર પાડી છે. વિવિધ પોસ્ટની કૂલ 36 જગ્યાઓ ભરવા માટે સંસ્થાએ ઉમેદવારો પાસે ઓનલાઈન અરજીઓ મંગાવી છે.

અમદાવાદ મહાનગરપાલિકા ભરતી અંતર્ગત વિવિધ પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા સહિતની મહત્વની માહિતી આ લેખમાં આપેલી છે.

અમદાવાદ મહાનગરપાલિકા ભરતીની મહત્વની માહિતી

સંસ્થાઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)
પોસ્ટડેપ્યુટી સીટી ઈજનેર, આસી.સીટી ઈજનેર અને આસી. ઈજનેર
જગ્યા36
વિભાગલાઈટ
વય મર્યાદાવિવિધ
એપ્લિકેશન મોડઓનલાઈન
અરજી કરવાની છેલ્લી તારીખ13-11-2025
ક્યાં અરજી કરવી?https://ahmedabadcity.gov.in/

AMC Bharti 2025 પોસ્ટની વિગતો

પોસ્ટજગ્યા
ડેપ્યુટી સીટી ઈજનેર(લાઈટ)5
આસી.સીટી ઈજનેર(લાઈટ)13
આસી. ઈજનેર(લાઈટ)18
કુલ36

Gujarat bharti 2025 માટે શૈક્ષણિક લાયકાત

ડેપ્યુટી સીટી ઈજનેર (લાઈટ)

બીઈ ઈલેક્ટ્રીકલ અથવા મીકેનિકલ સાથે સાત વર્ષનો અનુભવ જે પૈકી ચાર વર્ષનો જાણીતિ અને મોટી સંસ્થાનો અનુભવ ધરાવતો હોવો જોઈએ

આસી.સીટી ઈજનેર(લાઈટ)

બી.ઈ. ઈલેક્ટ્રીકલ અથવા મીકેનિકલ, પાંચ વર્ષનો ઈલેક્ટ્રીકલ અને મિકેનિકલ કામનો અનુભવ તે પૈકી બે વર્ષનો જાણીતી અને મોટી સંસ્થાનો અનુભવ

આસી. ઈજનેર(લાઈટ)

બી.ઈ. ઈલેક્ટ્રીકલ અથવા મીકેનિકલ, ત્રણ વર્ષનો અનુભવ

વય મર્યાદા

પોસ્ટવય મર્યાદા
ડેપ્યુટી સીટી ઈજનેર(લાઈટ)18થી 40 વર્ષ
આસી.સીટી ઈજનેર(લાઈટ)18થી 37 વર્ષ
આસી. ઈજનેર(લાઈટ)18થી 33 વર્ષ

પગાર ધોરણ

પોસ્ટપગાર ધોરણ
ડેપ્યુટી સીટી ઈજનેર(લાઈટ)₹67,700-₹2,08,700
આસી.સીટી ઈજનેર(લાઈટ)₹53,100-₹1,67,800
આસી. ઈજનેર(લાઈટ)₹44,900-₹1,42,400

ભરતીનું નોટિફિકેશન

આ પણ વાંચોઃ- ગુજરાતમાં ચાલતી વિવિધ ભરતીઓ અને કરિયર સંબંધી સમાચાર વિશે વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો

અરજી કરેવી રીતે કરવી?

  • અમદાવાદ મહાનગરપાલિકા ભરતી માટે અરજી કરવા માટે ઉમેદવારોએ અમદાવાદ મહાનગરપાલિકાની https://ahmedabadcity.gov.in/ વેબસાઈટ ઉપર જવું
  • અહીં રિક્યુટમેન્ટ સેક્શનમાં જઈને ઓનલાઈન એપ્લાયમાં જવુ
  • અહીં અરજી ફોર્મમાં માંગેલી વિગેતો ધ્યાન પૂર્વક ભરવી
  • અરજી ભર્યા બાદ ફાઈનલ સબમિસન કર્યા બાદ પ્રીન્ટ કાઢી લેવી
  • ઉમેદવારોએ અરજી તારીખ 13 નવેમ્બર 2025ના રાતના 23.59 વાગ્યા સુધીમાં મોકલવાની રહેશે

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ