Ahmedabad recruitment 2025 : અમદાવાદમાં સારા પગારની નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે ઘર આંગણે જ નોકરીની સુવર્ણ તક આવી ગઈ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગમાં વિવિદ પોસ્ટની ભરતી બહાર પડી છે. અર્બન હેલ્થ સોસાયટી દ્વારા કુલ 21 જગ્યાઓ માટે ભરતી બહાર પાડી છે. આ પોસ્ટ ઉપર ઉમેદવારો પસંદ કરવા માટે સંસ્થાએ વોક ઈન ઈન્ટરવ્યુનું આયોજન કર્યું છે. આ માટે સંસ્થાએ ઉમેદવારોને આમંત્રીત કર્યા છે.
અમદાવાદ મહાનગરપાલિકા ભરતી અંતર્ગત વિવિધ પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, નોકરીનો પ્રકાર સહિતની મહત્વની માહિતી આ લેખમાં આપેલી છે.
અર્બન હેલ્થ સોસાયટી ભરતીની મહત્વની માહિતી
| સંસ્થા | અર્બન હેલ્થ સોસાયટી |
| પોસ્ટ | મેડીકલ સ્પેશિયાલિસ્ટ |
| વિભાગ | અમદાવાદ મહાનગરપાલિકા, હેલ્થ વિભાગ |
| જગ્યા | 21 |
| નોકરીનો પ્રકાર | 11 માસ કરાર આધારિત |
| વય મર્યાદા | વિવિધ |
| એપ્લિકેશન મોડ | વોક ઈન ઈન્ટરવ્યુ |
| ઈન્ટરવ્યુ તારીખ | 21-11-2025 |
| સ્થળ | સરનામુ નીચે આપેલું છે |
અમદાવાદ ભરતી 2025, પોસ્ટની વિગતો
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હેલ્થ વિભાગમાં સી.એચ.સી માટે 11 માસના કરાર આધારિત કોષ્ટક મુજબના એન.એચ.એમ તથા અ.મ્પ્યુ.કો બજેટ અંતર્ગત મેડીકલ સ્પેશિયાલિસ્ટની જગ્યાઓ માટે ભરતી થશે.
| પોસ્ટ | જગ્યા |
| ગાયનેકોલોજીસ્ટ | 2 |
| પીડીયાટ્રીશિયન | 1 |
| પેથોલોજીસ્ટ | 1 |
| ફિઝિશિયન | 2 |
| જનરલ સર્જન | 3 |
| રેડિયોલોજીસ્ટ | 1 |
| ઈ.એન.ટી.સર્જન | 4 |
| ઓપ્થેલમોલોજીસ્ટ | 1 |
| ઓર્થોપેડિક સર્જન | 0 |
| ડર્મેટોલોજીસ્ટ | 5 |
| કુલ | 21 |
શૈક્ષણિક લાયકાત
- ગાયનેકોલોજીસ્ટ- એમ.ડી./ડી.એન.બી.(ગાયનેક)
- પીડીયાટ્રીશિયન- એમ.ડી. પીડિયાટ્રિક્સ
- પેથોલોજીસ્ટ- એમ.ડી./ ડી.એન.બી. પેથોલોજી
- ફિઝીશીયન- એમ.એસ./ડી.એન.બી. મેડિસિન
- જનરલ સર્જન- એમ.એ./ ડી.એન.બી. સર્જરી
- રેડીયોલોજીસ્ટ- એમ.ડી./ડી.એન.બી. રેડીયોલોજી
- ઈ.એન.ટી.- એમ.એસ./ડી.એન.બી. ઈ.એન.ટી
- ઓપ્થેલ્મોલોજીસ્ટ- એમ.ડી/ડી.એન.બી. ઓપથેલ્મોલોજી
- ઓર્થોપેડિક સર્જન- એમ.એસ./ડી.એન.બી ઓર્થોપેડિક્સ
- ડર્મેટોલોજીસ્ટ- એમ.ડી./ ડી.એન.બી. સ્કીન
- ઉપરના તમામ ઉમેદવારોએ મેડીકલ કાઉન્સીલમાં રજીસ્ટ્રેશન થયેલું હોવું જોઈએ.
પગાર ધોરણ
| પોસ્ટ | પગાર | ફરજનો સમય |
| ગાયનેકોલોજીસ્ટ | ₹75,000 | દરરોજ |
| પીડીયાટ્રીશિયન | ₹75,000 | દરરોજ |
| પેથોલોજીસ્ટ | ₹75,000 | દરરોજ |
| ફિઝિશિયન | ₹75,000 | દરરોજ |
| જનરલ સર્જન | ₹75,000 | દરરોજ |
| રેડિયોલોજીસ્ટ | ₹37,500 | સપ્તાહમાં 3 દિવસ |
| ઈ.એન.ટી.સર્જન | ₹37,500 | સપ્તાહમાં 3 દિવસ |
| ઓપ્થેલમોલોજીસ્ટ | ₹37,500 | સપ્તાહમાં 3 દિવસ |
| ઓર્થોપેડિક સર્જન | ₹37,500 | સપ્તાહમાં 3 દિવસ |
| ડર્મેટોલોજીસ્ટ | ₹37,500 | સપ્તાહમાં 3 દિવસ |
નોટિફિકેશન
આ પણ વાંચોઃ- ગુજરાતમાં ચાલતી વિવિધ ભરતીઓ અને કરિયર સંબંધી સમાચાર વિશે વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો
વોક ઈન ઈન્ટરવ્યુ તારીખ અને સમય
- તારીખ- 21 નવેમ્બર 2025
- રજીસ્ટ્રેશન સમય- સવારે 8 વાગ્યે
આ પણ વાંચોઃ- Canada part time job rules: કેનેડામાં પાર્ટ-ટાઇમ કામ કરવા માંગતા વિદ્યાર્થીઓ માટે કયા નિયમો છે? અહીં જાણો બધું જ
વોક ઈન ઈન્ટરવ્યુ સ્થળ
આરોગ્ય અધિકારીની ઓફિસ, પ્રથમ માળ, આરોગ્ય ભવન, જૂનું ટી.બી. હોસ્પિટલ કમ્પાઉન્ડ, જૂના એસ.ટી.બસ સ્ટેન્ડની સામે, ગીતા મંદિર રોડ, અમદાવાદ





