Ahmedabad Municipal Corporation Recruitment 2025. અમદાવાદ મહાનગરપાલિકા ભરતી : અમદાવાદમાં રહેતા અને નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે અમદાવાદમાં જ લાખો રૂપિયાની નોકરી મેળવવાની સુવર્ણ તક આવી ગઈ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આરોગ્ય વિભાગમાં વિવિધ પોસ્ટ માટે ભરતીની જાહેરાત બહાર પાડી છે. આ ભરતી અંતર્ગત ઉમદેવારો પસંદ કરવા માટે સંસ્થાએ વોક ઈન ઈન્ટરવ્યુનું આયોજન કર્યું છે. રસ ધરાવતા ઉમદેવારોએ નિયત કરેલી છેલ્લી તારીખ સુધીમાં અરજી કરવાની રહેશે.
અમદાવાદ મહાનગરપાલિકા ભરતી અંતર્ગત વિવિધ પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, વોક ઈન ઈન્ટરવ્યુ, પગાર ધોરણ સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.
અમદાવાદ મહાનગરપાલિકા ભરતીની મહત્વની માહિતી
સંસ્થા | અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) |
વિભાગ | આરોગ્ય |
પોસ્ટ | વિવિધ |
જગ્યા | 5 |
વય મર્યાદા | વિવિધ |
એપ્લિકેશન મોડ | ઓફલાઈન |
ભરતી પ્રક્રિયા | વોક ઈન ઈન્ટરવ્યુ |
ઈન્ટરવ્યુ તારીખ | 3-7-2025 |
ઈન્ટરવ્યુ સ્થળ | નીચે આપેલું છે |
AMC Recruitment 2024 માટે પોસ્ટની વિગતો
નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ (N.C.D.C.) ગ્રાન્ટેડ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ માટે મેટ્રોપોલિટન સર્વેલન્સ યુનિટ અમદાવાદ માટે સ્ટાફની જગ્યાઓ તદ્દન હંગામી ધોરણે 11 માસના કરાર આધારે ભરવા માટે અરજીઓ મંગાવી છે. કઈ પોસ્ટ માટે કેટલી જગ્યા અંગે વિગતો નીચે કોષ્ટકમાં દર્શાવી છે.
પોસ્ટ | જગ્યા |
સીનિયર પબ્લિક હેલ્થ સ્પેશિયાલિસ્ટ | 1 |
પબ્લિક હેલ્થ સ્પેશિયાલિસ્ટ | 1 |
આસિસ્ટન્ટ પબ્લિક હેલ્થ સ્પેશિયાલિસ્ટ | 1 |
માઈક્રોબાયોલોજિસ્ટ | 1 |
ડેટા એનાલિસ્ટ | 1 |
કુલ | 5 |
AMC Bharti 2025 માટે શૈક્ષણિક લાયકાત
સીનિયર પબ્લિક હેલ્થ સ્પેશિયાલિસ્ટ
મેડિકલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા દ્વારા માન્યતા પ્રાપ્ત MBBS સાથે MD (PSM/કોમ્યુનિટી મેડિસિન) / MD (CHA) / MD (ટ્રોપિકલ મેડિસિન)(સામાજિક અને નિવારક દવા / કોમ્યુનિટી મેડિસિન)ની ડિગ્રી.
પબ્લિક હેલ્થ સ્પેશિયાલિસ્ટ
મેડિકલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા દ્વારા માન્યતા પ્રાપ્ત MBBS સાથે MD (PSM/કોમ્યુનિટી મેડિસિન) / MD (CHA) / MD (ટ્રોપિકલ મેડિસિન)(સામાજિક અને નિવારક દવા / કોમ્યુનિટી મેડિસિન)ની ડિગ્રી.
આસિસ્ટન્ટ પબ્લિક હેલ્થ સ્પેશિયાલિસ્ટ
મેડિકલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા દ્વારા માન્યતા પ્રાપ્ત MBBS સાથે MD (PSM/કોમ્યુનિટી મેડિસિન) / MD (CHA) / MD (ટ્રોપિકલ મેડિસિન) (સામાજિક અને નિવારક દવા / કોમ્યુનિટી મેડિસિન) ડિગ્રી.
માઈક્રોબાયોલોજિસ્ટ
MCI/DNB દ્વારા માન્યતા પ્રાપ્ત MBBS સાથે MD/DNB માઇક્રોબાયોલોજી/લેબ મેડિસિન
ડેટા એનાલિસ્ટ
માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી કમ્પ્યુટરમાં અનુસ્નાતક ડિગ્રી અથવા સમકક્ષ લાયકાત
શૈક્ષણિક લાયકાત અંગે વધારે માહિતી જાણવા માટે આ લેખમાં આપેલું નોટિફિકેશન ધ્યાનથી વાંચવું.
ભરતીની જાહેર ખબર

અમદાવાદ મહાનગરપાલિકા ભરતી માટે વય મર્યાદા
પોસ્ટ | વયમર્યાદા |
સીનિયર પબ્લિક હેલ્થ સ્પેશિયાલિસ્ટ | 60 વર્ષ |
પબ્લિક હેલ્થ સ્પેશિયાલિસ્ટ | 50 વર્ષ |
આસિસ્ટન્ટ પબ્લિક હેલ્થ સ્પેશિયાલિસ્ટ | 40 વર્ષ |
માઈક્રોબાયોલોજિસ્ટ | 50 વર્ષ |
ડેટા એનાલિસ્ટ | 45 વર્ષ |
પગાર ધોરણ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી અંતર્ગત આ તમામ પોસ્ટ 11 માસના કરાર આધારીત તદ્દમ હંગામી ધોરણ ભરવાની હોવાથી પસંદ પામેલા ઉમેદવારોને પોસ્ટ પ્રમાણે ₹60,000થી લઈને ₹1, 75,000 સુધી પગાર મળવા પાત્ર રહેશે. પગાર ધોરણ અંગે વધારે માહિતી જાણાવ માટે આ લેખમાં આપેલું નોટિફિકેશન વાંચવું.
નોટિફિકેશન
અરજી કેવી રીતે કરવી?
આ ભરતી અંતર્ગત અરજી કરવા ઈચ્છા ઉમેદવારોએ પોાતનાં શૈક્ષણિક લાયકાત તથા અનુભવના અસર પ્રમાણપત્રની પ્રમાણિત નકલો સાથે નામ, સરનામું, ઉંમર, શૈક્ષણિક લાયકાત તથા અનુભવની વિગતો નિયત ફોર્મેટમાં સ્વઅક્ષરે ભરતી અરજીપત્રક સાથે આપેલા સરનામા પર અરજી કરવાની રહેશે. અરજી 7-7-2025 સુધીમાં રૂબરુ કે રજિસ્ટર એડીથી મોકલી આપવાની રહેશે.
અરજી મોકલવાનું સ્થળ
પ્રથમ માળ, આરોગ્ય અધિકારીની કચેરી, આરોગ્ય ભવન,જૂનું ટી.બી. હોસ્પિટલ કમ્પાઉન્ડ, જૂના એસ.ટી.બસ સ્ટેન્ડ સામે અમદાવાદ-22
ડેટા એનાલિસ્ટ નોટિફિકેશન
વોક ઈન ઈન્ટરવ્યુ તારીખ, સમય અને સ્થળ
ઈન્ટરવ્યુ તારીખ – સીનિયર પબ્લિક હેલ્થ સ્પેશિયાલિસ્ટ,પબ્લિક હેલ્થ સ્પેશિયાલિસ્ટ,આસિસ્ટન્ટ પબ્લિક હેલ્થ સ્પેશિયાલિસ્ટ અનેમાઈક્રોબાયોલોજિસ્ટ માટે 3-7-2025 રાખવામા આવી છે. જ્યારે ડેટા એનાલિસ્ટ માટે 7-7-2025 તારીખ રાખવામાં આવી છે.
ઈન્ટરવ્યુ સ્થળ- પ્રથમ માળ, આરોગ્ય અધિકારીની કચેરી, આરોગ્ય ભવન,જૂનું ટી.બી. હોસ્પિટલ કમ્પાઉન્ડ, જૂના એસ.ટી.બસ સ્ટેન્ડ સામે અમદાવાદ-22