AMC Recruitment 2025, Gujarat bharti 2025, અમદાવાદ મહાનગરપાલિકા ભરતી : અમદાવાદમાં રહેતા અને કાયમી નોકરી મેળવવાની રાહ જોઈને બેઠલા ઉમદેવારો માટે ઘર આંગણે જ કાયમી નોકરી મેળવવાની તક આવી ગઈ છે. અમદાવાદ મ્યુનિસિપ કોર્પોરેશન દ્વારા વિવિધ પોસ્ટ માટે ભરતની જાહેરાત બહાર પાડી છે. વિવિધ પોસ્ટની કૂલ 44 જગ્યાઓ પર ઉમેદવારો પસંદ કરવા માટે સંસ્થાએ ઓનલાઈન અરજીઓ મંગાવી છે.
અમદાવાદ મહાનગરપાલિકા ભરતી અંતર્ગત બગીચા ખાતાની વિવિધ પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી કરવાની છેલ્લી તારીખ સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.
અમદાવાદ મહાનગરપાલિકા ભરતીની મહત્વની માહિતી
સંસ્થા | અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) |
વિભાગ | બગીચા ખાતું |
પોસ્ટ | વિવિધ |
જગ્યા | 44 |
વય મર્યાદા | 18થી 45 વર્ષ વચ્ચે |
એપ્લિકેશન મોડ | ઓનલાઈન |
અરજી કરવાની છેલ્લી તારીખ | 8 જુલાઈ 2025 |
ક્યાં અરજી કરવી | https://amcmodules.ahmedabadcity.gov.in/ |
AMC ભરતી 2025 માટે પોસ્ટની વિગતો
પોસ્ટ | જગ્યા |
સહાયક એક્શન ઓફિસર (ગાર્ડન) | 8 |
ગાર્ડન ઈન્સ્પેક્ટર | 12 |
ગાર્ડન સુપરવાઈઝર | 24 |
કુલ | 44 |
અમદાવાદમાં નોકરીઓ માટે શૈક્ષણિક લાયકાત
સહાયક એક્શન ઓફિસર (ગાર્ડન)
બી.એસ.સી. એગ્રીકલ્ચર અથવા બી.એસ.સી. હોર્ટીકલ્ચર અથવા બી.એસ.સી. ફોરેસ્ટ્રી અને 2 વર્ષનો ગાર્ડનિંગનો મ્યુનિ. કોર્પોરેશન, સરકારી, અર્ધસરકારી કે સરકારી બોર્ડ કે નિગમો અનુભવ
ગાર્ડન ઈન્સ્પેક્ટર
- ધોરણ-10 પાસ + ડીપ્લોમાં એગ્રીકલ્ચર- ડીપ્લોમા હોર્ટીકલ્ચર, સાથે બે વર્ષનો ગાર્ડનીંગનો અનુભવ
- અથવા – ધોરણ 12 પાસ + બી.એસ.સી. એગ્રીકલ્ચર અથવા ધોરણ + બી.એસ.સી. હોર્ટીકલ્ચર
ગાર્ડન સુપરવાઈઝર
- ધોરણ 10 પાસ + ડીપ્લોમાં એગ્રીકલ્ચર અથવા ડીપ્લોમાં હોર્ટીકલ્ચર
- અથવા – ધોરણ 12 પાસ + બી.એસ.સી. એગ્રીકલ્ચર અથવા ધોરણ + બી.એસ.સી. હોર્ટીકલ્ચર
વય મર્યાદા
પોસ્ટ | વયમર્યાદા |
સહાયક એક્શન ઓફિસર (ગાર્ડન) | 18થી 45 વર્ષ |
ગાર્ડન ઈન્સ્પેક્ટર | 33 વર્ષથી વધુ નહીં |
ગાર્ડન સુપરવાઈઝર | 18થી 33 વર્ષ વચ્ચે |
પગાર ધોરણ
સહાયક એક્શન ઓફિસર (ગાર્ડન)
પ્રથમ ત્રણ વર્ષ માટે ₹49,600 પ્રતિ માસ ફીક્સ પગાર, ત્યારબાદ સાતમા પગારપંચના લેવલ-7 પે મેટ્રીક્સ ₹39,900-₹1,26,600 અને નિયમ મુજબ મળતા ભથ્થાં.
ગાર્ડન ઈન્સ્પેક્ટર
પ્રથમ ત્રણ વર્ષ માટે ₹26,000 પ્રતિ માસ ફીક્સ પગાર, ત્યારબાદ સાતમા પગારપંચના લેવલ-4 પે મેટ્રીક્સ ₹25,500-₹81,100 અને નિયમ મુજબ મળતા ભથ્થાં.
ગુજરાત અને દેશમાં ચાલતી વિવિધ ભરતીઓ અને કરિયર સંબંધી સમાચાર વિશે વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો
ગાર્ડન સુપરવાઈઝર
પ્રથમ ત્રણ વર્ષ માટે ₹26,000 પ્રતિ માસ ફીક્સ પગાર, ત્યારબાદ સાતમા પગારપંચના લેવલ-2 પે મેટ્રીક્સ ₹19,900-₹63,200 અને નિયમ મુજબ મળતા ભથ્થાં.
નોટિફિકેશન
અરજી કેવી રીતે કરવી?
- અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી માટે અરજી કરનાર ઉમેદવારે પહેલા સંસ્થાની વેબસાઈટ https://amcmodules.ahmedabadcity.gov.in/ની મુલાકાત લેવી
- અહીં રિક્રૂટમેન્ટ અને રિઝલ્ટ પર ક્લિક કરવાથી ભરતી વિશે માહિતી દેખાશે
- જ્યાં જે તે ભરતી માટે અરજી કરવાની હોય તેની સામે એપ્લેય પર ક્લિક કરવું
- અહીં માંગેલી વિગતો ભરવી અને ફી ભર્યા બાદ સબમીટ કરવી.
- અરજી સબમીટ કર્યા બાદ પ્રીન્ટ ચોક્કસ કાઢી લેવી.