Arvalli district job : અરવલ્લી જિલ્લામાં રહેતા અને નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે ઘર આંગણે નોકરી મેળવવાની સુવર્ણ તક આવી ગઈ છે. અરવલ્લી જિલ્લા કલેક્ટર દ્વારા વિવિધ પોસ્ટ માટે ભરતીની જાહેરાત બહાર પાડી છે. જિલ્લા પ્રોજેક્ટ કો ઓર્ડિનેટર અને તાલુકા પી.એમ. પોષણ સુપરવાઈઝરની કુલ 3 જગ્યાઓ ભરવા માટે ઉમેદવારો પાસે અરજીઓ મંગાવી છે.
અરવલ્લી ભરતી માટે પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, જગ્યાઓ, પસંદગી પ્રક્રિયા, પગાર ધોરણ, નોકરીનો પ્રકાર, અરજી પ્રક્રિયા સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા
અરવલ્લી ભરતી અંગેની મહત્વની માહિતી
| સંસ્થા | જિલ્લા પુરવઠા અધિકારી, પી.એમ. પોષણ યોજનાની કચેરી, અરવલ્લી |
| પોસ્ટ | વિવિધ |
| જગ્યા | 3 |
| નોકરીનો પ્રકાર | કરાર આધારિત |
| એપ્લિકેશન મોડ | ઓફલાઈન |
| ભરતી જાહેર થયાની તારીખ | 09 ઓક્ટોબર 2024 |
| અરજી કરવાની છેલ્લી તારખી | ભરતી જાહેર થયાની તારીખથી 10 દિવસની અંદર |
પોસ્ટની વિગતો
અરવલ્લી જિલ્લામાં પી.એમ. પોષણ યોજના હેઠલ 11 માસની કરાર આધારીત જગ્યાઓ ભરવામાં આવશે.
| પોસ્ટ | જગ્યા |
| જિલ્લા પ્રોજેક્ટ કો ઓર્ડીનેટર | 1 |
| તાલુકા પી.એમ.પોષણ સુપરવાઈઝર | 2 |
| કુલ | 3 |
શૈક્ષણિક લાયકાત અને અનુભવ
પી.એમ.પોષણ યોજનામાં જિલ્લા પ્રોજેક્ટ કો ઓર્ડીનેટર અને તાલુકા કક્ષાએ પી.એમ.પોષણ સુપરવાઈઝરની 11 મમાસના કરાર આધારીત ભરતી માટે પસંદગી કરવા માટે યોગ્ય લાયકાતો અને પુરતો અનુભવ ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે. અરજીફોર્મ, નિમણૂંક માટેની લાયકાત અને સરતો જિલ્લા પુરવઠા અધિકારી, પી.એમ.પોષણ યોજનાની કચેરી, c/f/12, પ્રથમ માળ, જિલ્લા સેવા સદન, અરવલ્લી મોડાસામાંથી મેળવી શકાશે.
પગાર
પી.એમ.પોષણ યોજનામાં જિલ્લા પ્રોજેક્ટ કો ઓર્ડીનેટર અને તાલુકા કક્ષાએ પી.એમ.પોષણ સુપરવાઈઝરની 11 મમાસના કરાર આધારીત ભરતી અંતર્ગત પસંદ થયેલા ઉમેદવારોને 15000 રૂપિયા માસિક ફિક્સ પગાર મળશે.
કેવી રીતે અરજી કરવી?
આ ભરતી જાહેર થયાની તારીખથી 10 દિવસની અંદર અરજી રૂબરૂમાં સાદી ટપાલથી કે રજિસ્ટર પોસ્ટ, એ.ડી.-સ્પીડ પોસ્ટથી મોકલી આપવાની રહેશે.
ભરતીની જાહેરાત
અરજી કરતા પહેલા ઉમેદવારે આ જગ્યા માટેની આવશ્યક લાયકાત, વય મર્યાદા, અનુભવ, નિમણૂકનો પ્રકાર અને મહેનતાણા અંગેની સૂચનાઓ-માર્ગદર્શિકા પહેલા વાંચી લેવી. આ જગ્યાઓ અંગેની પસંદગી યાદી જિલ્લા પુરવઠા અધિકારી, પી.એમ. પોષણ યોજનાની કચેરીના નોટીસ બોર્ડ ઉપર મુકવામાં આવશે.
આ પણ વાંચોઃ- ગુજરાત પોલીસ ભરતીની શારીરિક કસોટીની તારીખ અંગે ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે આપી મહત્વની માહિતી
મેરીટમાં અગ્રતા મેળવેલા ઉમેદવારોના ઇન્ટવ્યૂ-પ્રમાણપત્રોની ચકાસણી માટે જિલ્લા પુરવઠા અધિકારી પી.એમ.પોષણ યોજના દ્વારા લેખિત-ઈમેઈલ દ્વારા જણાવવામાં આવશે.





