Banaskantha Jilla Panchayat Bharti, બનાસકાંઠા જિલ્લા પંચાયત ભરતી : બનાસકાંઠામાં રહેતા અને સારા પગારની નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે ઘર આંગણે જ નોકરી મેળવવાની સૂવર્ણ તક આવી ગઈ છે. બનાસકાંઠા જિલ્લા પંચાયત કચેરી દ્વારા કાયદા સલાહકારની બે જગ્યાઓ ભરવા માટે ભરતીની જાહેરાત બહાર પાડી છે. આ ભરતી માટે સંસ્થાએ અરજીઓ મંગાવી છે.
બનાસકાંઠા જિલ્લા પંચાયત ભરતી માટે પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, નોકરીનો પ્રકાર, અરજી પ્રક્રિયા, અરજી કરવાની છેલ્લી તારીખ, અરજી કેવી રીતે કરવી સહિતની મહત્વની માહિતી જાણવા માટે આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.
બનાસકાંઠા જિલ્લા પંચાયત ભરતી માટે મહત્વની માહિતી
| સંસ્થા | બનાસકાંઠા જિલ્લા પંચાયત |
| પોસ્ટ | કાયદા સલાહકાર |
| જગ્યા | 2 |
| નોકરીનો પ્રકાર | કરાર આધારિત |
| વય મર્યાદા | મહત્તમ 50 વર્ષ |
| એપ્લિકેશન મોડ | ઓફલાઈન |
| અરજી કરવાની છેલ્લી તારીખ | જાહેરાત બહાર પડ્યાના 15 દિવસની અંદર |
| ફોર્મ ડાઉનલોડ કરવા માટે | http://banaskanthadp.gujarat.gov.in |
બનાસકાંઠા જિલ્લા પંચાયત ભરતી માટે પોસ્ટની માહિતી
જિલ્લા પંચાયત કચેરી, બનાસકાંઠા ખાતે કાયદા સલાહકારની 2 જગ્યા પ્રારંભિક 11 માસ માટે કરાર આધારિત ધોરણે ભરવાની છે.લાયક અને રસ ધરાવતા ઉમેદવારો નિયત સમય મર્યાદામાં અરજી કરી શકે છે.
શૈક્ષણિક લાયકાત
- ભારતનની માન્ય યુનિવર્સિટીમાં કાયદાના સ્નાતકની ડીગ્રી અને કાયદાની પ્રેક્ટીસ માટે માન્યતા પ્રાપ્ત હોવી જોઈએ
- ઉમેદવારો CCC+ levelનું કમ્પ્યુટર કૌશલ્યનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ
- આ ઉપરાંત ઉમેદવાર 5 વર્ષનો અનુભવ ધરાવતો હોવો જોઈએ
- બાર કાઉન્સલ ઓફ ગુજરાત તથા બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયામાં નોંધણી હોવી ફરજિયાત છે.
- ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષા પરનું પ્રભુત્વ ઈચ્છનીય છે
પગાર ધોરણ અને વય મર્યાદા
બનાસકાંઠા જિલ્લા પંચાયત કચેરીમાં કાયદા સલાહકારની 2 જગ્યા પ્રારંભિક 11 માસ માટે કરાર આધારિત ધોરણે ભરવાની છે. આ ભરતી અંતર્ગત પસંદ પામેલા ઉમદેવારોને ₹ 60,000 પ્રતિ માસ ફિક્સ પગાર મળશે. આ ઉપરાંત અરજી કરનારની ઉંમર 50 વર્ષથી ઓછી હોવી જોઈએ.
ભરતી જાહેરાત
ક્યાં અને કેવી રીતે અરજી કરવી?
- અરજી પત્રકનો નમૂનો તથા કરારની અન્ય બાબતો અને ફરજો કામગીરીની વિગતો જિલ્લા પંચાયતની વેબસાઈટ http://banaskanthadp.gujarat.gov.in ઉપરથી ડાઉનલોડ કરી શકાશે.
- સંપૂર્ણ વિગતો સાથે ભરાયેલ અરજી પત્રક જરૂરી પ્રમાણપત્રોની પ્રમાણિત નકલ સાથે જાહેરાત પ્રસિદ્ધ થયા તારીખની 15 દિવસ સુધીમાં જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પંચાયત, બનાસકાંઠા, પાલનપુરના સરનામે રજી.પો.એડીથી કરવ ઉપર કાયદા સલાહકારની નિમણૂક અરજી લખી મોકલી આપવાની રહેશે.
- અરજી પત્રક સાથે જિલ્લા વિકાસ અધિકારી બનાસકાંઠા નામનો ₹ 100 નો ડીમાન્ડ ડ્રાફ્ટ મોકલવાનો રહેશે.
આ પણ વાંચોઃ- અમદાવાદ મહાનગરપાલિકા ભરતી : અમદાવાદમાં તગડા પગારવાળી નોકરી મેળવવાની જોરદાત તક, વાંચો સંપૂર્ણ માહિતી
ઉમેદવારોને સૂચન છે કે આ ભરતી માટે અરજી કરતા પહેલા આ લેખમાં આપેલી ભરતીની જાહેરાત ધ્યાન પૂર્વક વાંચવી.





