bank of baroda recruitment 2025, બેંક ઓફ બરોડા ભરતી : અત્યારે વિવિધ બેંકોમાં નોકરીઓ માટે બમ્પર ભરતીઓ બહાર પાડી છે. ત્યારે બેંક ઓફ બરોડાએ પણ વિવિધ પોસ્ટની ભરતી માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. સ્પેશિયાલિસ્ટ ઓફિસરની કૂલ 1267 જગ્યાઓ ભરવા માટે બેંકે લાયક અને રસ ધરાવતા ઉમેદવારો પાસે ઓનલાઈન અરજીઓ મંગાવી છે.
બેંક ઓફ બરોડા ભરતી માટે પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, અરજી ફી, ખાલી જગ્યાઓ, પગાર ધોરણ, અરજી કરવાની છેલ્લી તારીખ, વય મર્યાદા, પસંદગી પદ્ધતિ, અરજી કરવાની મેથડ, અરજી કરવાની રીત સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા જોઈએ.
બેંક ઓફ બરોડા ભરતીની અગત્યની માહિતી
| સંસ્થા | બેંક ઓફ બરોડા |
| પોસ્ટ | વિવિધ |
| જગ્યા | 1267 |
| એપ્લિકેશન મોડ | ઓનલાઈન |
| અરજી ફી | ₹100થી ₹600 |
| વય મર્યાદા | વિવિધ |
| અરજી કરવાની છેલ્લી તારીખ | 17-1-2025 |
| ક્યાં અરજી કરવી | https://ibpsonline.ibps.in/bobsodec24/ |
બેંક ઓફ બરોડા ભરતી અંતર્ગત પોસ્ટની વિગતો
| વિભાગ | જગ્યા |
| ગ્રામીણ અને કૃષિ બેંકિંગ | 200 |
| રિટેલ લાયાબિલિટી | 450 |
| MSME બેંકિંગ | 341 |
| માહિતી સુરક્ષા | 9 |
| સુવિધા વ્યવસ્થાપન | 22 |
| કોર્પોરેટ અને સંસ્થાકીય ધિરાણ | 30 |
| ફાયનાન્સ | 13 |
| માહિતી ટેકનોલોજી | 177 |
| એન્ટરપ્રાઇઝ ડેટા મેનેજમેન્ટ ઓફિસ | 25 |
શૈક્ષણિક લાયકાત
પાત્રતા માપદંડોમાં દરેક પોસ્ટ માટે ચોક્કસ શૈક્ષણિક લાયકાત અને વ્યાવસાયિક અનુભવનો સમાવેશ થાય છે. વિવિધ પોસ્ટ માટે વિવિધ શૈક્ષણિક લાયકાત અને અનુભવ માંગવામાં આવ્યો છે. માટે આ વિશે વધારે માહિતી જાણવા માટે ઉમેદવારો આ લેખમાં આપેલુ ભરતીનું નોટિફિકેશન વાંચવું.
અરજી ફી
| કેટેગરી | ફી |
| સામાન્ય / EWS / OBC ઉમેદવારો | ₹600 |
| SC/ST/PwD/સ્ત્રી ઉમેદવારો માટે | ₹ 100 |
પગાર ધોરણ
બેંક ઓફ બરોડા ભરતી અંતર્ગત પસંદ પામેલા ઉમેદવારોને બેંક દ્વારા નક્કી કરવામાં આવેલા ધારાધોરણ પ્રમાણે પગાર મળશે. વધુ માહિતી માટે આ લેખમાં આપેલું નોટિફિકેશન વાંચવું.
અરજી કેવી રીતે કરવી?
- બેંક ઓફ બરોડા ભરતી માટે અરજી કરવા માટે ઉમેદવારોએ બેંકની વેબસાઈટ https://ibpsonline.ibps.in/bobsodec24/ પર જવું
- અહીં અહીં રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ ઓનલાઈન અરજી કરવાની રહેશે
- જરૂરી ડોક્યુમેન્ટ પણ સબમિટ કરવાના રહેશે જો માંગ્યા હોય તો
- યોગ્ય રીતે ભરેલા ફોર્મને ફાઈનલ સબમિશન બાદ પ્રીન્ટ કાઢી લેવી
નોટિફિકેશન
ઉમેદવારોને ખાસ સૂચન છે કે બેંક ઓફ બરોડાની ભરતી માટે અરજી કરતા પહેલા આ લેખમાં આપેલા નોટિફિકેશનને ધ્યાન પૂર્વક વાંચવું અને ત્યારબાદ અરજી કરવી.





