Bank Of India Recruitment 2025: જો તમે બેંકમાં અધિકારી સ્તરની સરકારી નોકરી મેળવવા માંગતા હો, તો બેંક ઓફ ઈન્ડિયા તમારા માટે એક નવી ભરતી લઈને આવ્યું છે. તાજેતરમાં BOI એ વિવિધ વિભાગોમાં ચીફ મેનેજર, સિનિયર મેનેજર, લો ઓફિસર, મેનેજર જેવા પદો માટે ખાલી જગ્યાઓની જાહેરાત કરી છે. આ નવી બેંક ભરતી માટેનું નોટિફિકેશન પણ બહાર પાડવામાં આવ્યું છે. અરજી પ્રક્રિયા 17 નવેમ્બરથી સત્તાવાર વેબસાઇટ bankofindia.bank.in પર શરૂ થશે.
બેંક ઓફ ઈન્ડિયા ભરતી અંતર્ગત વિવિધ પોસ્ટની વિગતો,શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, પસંદી પ્રક્રિયા સહિતની મહત્વની માહિતી આ લેખમાં આપેલી છે.
બેંક ઓફ ઈન્ડિયા ભરતીની મહત્વની માહિતી
| સંસ્થા | બેંક ઓફ ઈન્ડિયા (BOI) |
| પોસ્ટ | ચીફ મેનેજર, સિનિયર મેનેજર, મેનેજર (IT, રિસ્ક, કાયદો, એન્જિનિયરિંગ, વગેરે) |
| જગ્યા | 115 |
| વય મર્યાદા | 23થી 45 વર્ષ વચ્ચે |
| એપ્લિકેશન મોડ | ઓનલાઈન |
| અરજી કરવાની શરુઆતની તારીખ | 17 નવેમ્બર 2025 |
| અરજી કરવાની છેલ્લી તારીખ | 30 નવેમ્બર 2025 |
| સત્તાવાર વેબસાઇટ | bankofindia.bank.in |
પોસ્ટની વિગતો
બેંક ઓફ ઈન્ડિયા ભરતી ઝુંબેશ દ્વારા, બેંક ઓફ ઈન્ડિયા IT, પ્રોજેક્ટ મેનેજર, ડેટા સાયન્ટિસ્ટ, AI ડેવલપર, લો ઓફિસર, મેનેજર સિવિલ એન્જિનિયર/ઇલેક્ટ્રિકલ એન્જિનિયરમાં સ્પેશિયાલિસ્ટ ઓફિસર્સ તરીકે 115 જગ્યાઓ ભરશે.પોસ્ટની વિગતવાર માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ લેખમાં આપેલું ભરતીનું નોટિફિકેશન વાંચવું.
જરૂરી લાયકાત શું છે?
અરજદારોએ માન્ય યુનિવર્સિટીમાંથી ઓછામાં ઓછા 60% ગુણ સાથે કમ્પ્યુટર સાયન્સ/ઇન્ફોર્મેશન ટેકનોલોજી/ઇલેક્ટ્રોનિક્સ/ઇલેક્ટ્રિકલ/ઇલેક્ટ્રોનિક્સ કોમ્યુનિકેશનમાં B.E./B.Tech. અથવા કમ્પ્યુટર સાયન્સ/IT વગેરેમાં MCA/MSc. હોવું આવશ્યક છે. ઓરેકલ પ્રમાણપત્ર અને ઓરેકલ પ્રમાણિત વ્યાવસાયિક પ્રમાણપત્ર પણ જરૂરી છે. અનુભવ પણ જરૂરી છે. ઉમેદવારો ભરતી પાત્રતા સૂચનામાં યોગ્યતા માહિતી વિગતવાર ચકાસી શકે છે.
ઉંમર મર્યાદા
બેંક ઓફ ઈન્ડિયા ભરતી માટે અરજી કરનાર ઉમેદવારોની વય મર્યાદાની વાત કરીએ તો ઉમેદવાર 23 વર્ષથી 45 વર્ષ વચ્ચે ઉંમર ધરાવતો હોવો જોઈએ. વિવિધ પોસ્ટ માટે અલગ અલગ વય મર્યાદા નિર્ધારિત કરી છે.
પગાર
આ પોસ્ટ ઉપર પસંદ પામેલા ઉમેદવારોને ₹64,820 થી ₹1,20,940 પ્રતિ માસ પગાર મળશે.
પસંદગી પ્રક્રિયા
લેખિત પરીક્ષા, ઇન્ટરવ્યૂ
અરજી ફી
SC/ST/PwBD ઉમેદવારોએ ₹175 ની અરજી ફી ચૂકવવાની રહેશે. સામાન્ય શ્રેણી અને અન્ય ઉમેદવારોએ ₹850 ની ફી સબમિટ કરવાની રહેશે. આ બેંક ભરતી સંબંધિત કોઈપણ અન્ય માહિતી માટે, ઉમેદવારો બેંક ઓફ ઈન્ડિયાની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ શકે છે.
આ પણ વાંચોઃ- ગુજરાતમાં ચાલતી વિવિધ ભરતીઓ અને કરિયર સંબંધી સમાચાર વિશે વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો
નોટિફિકેશન
કેવી રીતે અરજી કરવી?
- અરજી લિંક ખુલ્યા પછી, ઉમેદવારો બેંકની સત્તાવાર વેબસાઇટ, www.bankofindia.co.in દ્વારા ફોર્મ ભરી શકે છે
- હવે “ઓનલાઇન અરજી કરો” લિંક પર ક્લિક કરો.
- “નવી નોંધણી માટે અહીં ક્લિક કરો” લિંક પર ક્લિક કરો.
- તમારું નામ, સંપર્ક વિગતો અને ઇમેઇલ આઈડી યોગ્ય રીતે દાખલ કરો.
- તમારો નોંધણી નંબર અને પાસવર્ડ બનાવો. પછી, ફરીથી લોગ ઇન કરવા માટે આનો ઉપયોગ કરો.
- હવે, શૈક્ષણિક લાયકાત, સરનામું અને શ્રેણી સહિતની બધી માહિતી કાળજીપૂર્વક ભરો.
- તમારો ફોટો અને સહી સ્કેન કરો અને તેમને યોગ્ય કદમાં અપલોડ કરો.
- હવે તમારી શ્રેણી અનુસાર અરજી ફી સબમિટ કરો.





