IBPS Clerk Prelims 2025 Result Out: આઈબીપીએસ ક્લાર્ક પ્રીલિમ્સ રિઝલ્ટ જાહેર, અહીં કરો ચેક

IBPS Clerk Prelims 2025 Result Out at ibps.in: ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેંકિંગ પર્સનલ સિલેક્શને (IBPS) ગુરુવારને 20 નવેમ્બર, 2025 ના રોજ ક્લાર્ક ભરતી પ્રિલિમ્સ પરીક્ષાનું પરિણામ જાહેર કર્યું છે

Written by Ashish Goyal
Updated : November 20, 2025 18:39 IST
IBPS Clerk Prelims 2025 Result Out: આઈબીપીએસ ક્લાર્ક પ્રીલિમ્સ રિઝલ્ટ જાહેર, અહીં કરો ચેક
IBPS Clerk Prelims 2025 Result declared at ibps.in : આઈબીપીએસ ક્લાર્ક પ્રીલિમ્સ રિઝલ્ટ જાહેર

IBPS Clerk Prelims 2025 Result Out : ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેંકિંગ પર્સનલ સિલેક્શને (IBPS) ગુરુવારને 20 નવેમ્બર, 2025 ના રોજ ક્લાર્ક ભરતી પ્રિલિમ્સ પરીક્ષાનું પરિણામો જાહેર કર્યું છે. જે ઉમેદવારોએ 4 અને 5 ઓક્ટોબર 2025 ના રોજ પરીક્ષા આપી હતી તે હવે પોતાનું રિઝલ્ટ IBPS ની ઓફિશિયલ વેબસાઇટ ibps.in પર જઇને સરળતાથી તેમના પરિણામો ચકાસી શકે છે.

ઉમેદવારો IBPS ની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને સીધા તેમના પરિણામો ચકાસી શકે છે. રિઝલ્ટથી એ ખબર પડી જશે કે ઉમેદવારો મુખ્ય પરીક્ષા માટે લાયક છે કે નહીં.

IBPS ક્લાર્ક પ્રિલિમ્સ પરિણામ ચકાસવા માટેના આસાન સ્ટેપ્સ

IBPS ક્લાર્ક પ્રિલિમ્સ પરિણામ 2025નું રિઝલ્ટ ઓનલાઈન ચેક કરવા માટે ઉમેદવારોએ આ સરળ સ્ટેપ્સને ફોલો કરવા પડશે.

  • સૌ પ્રથમ સત્તાવાર IBPS વેબસાઇટ (ibps.in) પર જાવ.

  • હોમપેજ પર ‘CRP-Clerical’ સેક્શન પર ક્લિક કરો અને પછી ‘Common Recruitment Process for Clerical Cadre XV’ પર ક્લિક કરો.

  • હવે તે લિંક શોધો જેના પર લખ્યું હોય : “Result Status of online preliminary examination 2024-25 for CRP- CSA XV” .

  • એક નવી વિન્ડો ખુલશે, જ્યાં તમારે તમારો રજિસ્ટ્રેશન નંબર/રોલ નંબર અને પાસવર્ડ/જન્મ તારીખ દાખલ કરીને લોગ ઇન કરવાની જરૂર પડશે.

  • સ્ક્રીન પર જોવા મળતો કેપ્ચા કોડ દાખલ કરો અને સબમિટ બટન પર ક્લિક કરો.

  • તમારા રિઝલ્ટનું સ્ટેટસ સ્ક્રીન પર જોવા મળશે. તેમાં તમારું ક્વોલિફાઇંગ સ્ટેટસ લખેલું હશે.

  • રિઝલ્ટને ભવિષ્યના સંદર્ભ માટે ડાઉનલોડ કરો અને તેની પ્રિન્ટઆઉટ પોતાની પાસે સુરક્ષિત રાખો.

29 નવેમ્બર 2025ના રોજ મુખ્ય પરીક્ષા યોજાશે

પ્રિલિમ્સ પરીક્ષા પાસ કરનારા ઉમેદવારો 29 નવેમ્બર 2025ના રોજ યોજાનારી મુખ્ય પરીક્ષામાં બેસવા માટે પાત્ર બનશે. ક્લાર્ક પદ માટે અંતિમ પસંદગી ફક્ત મુખ્ય પરીક્ષામાં મેળવેલા માર્કના આધારે કરવામાં આવશે.

આ પણ વાંચો – અમદાવાદમાં ₹75,000 પગાર વાળી નોકરી મેળવવાની સુવર્ણ તક, અહીં વાંચો બધી માહિતી

ક્લાર્ક માટે પસંદ કરાયેલા ઉમેદવારોને કેટલી સેલેરી મળશે?

IBPS ક્લાર્કનો પ્રારંભિક કુલ પગાર આશરે 28,000 રુપિયા પ્રતિ માસ હોય છે, જેમાં મોંઘવારી ભથ્થું, ખાસ ભથ્થું અને અન્ય બેંકિંગ ભથ્થાઓનો સમાવેશ થાય છે. શહેરના વર્ગીકરણ (A, B, C) ના આધારે કુલ સેલેરીમાં ફેરફાર થાય છે. સફળ ઉમેદવારોને મેરિટ અને વરિષ્ઠતા નિયમોના આધારે કોઇ એક ભાગ લેનાર બેંકમાં પ્રોવિઝનલ એલોટમેન્ટ આપવામાં આવશે. આ સાથે સરકારી અનામત નિયમ અને પ્રશાસનિક જરુરિયાતો પણ ધ્યાનમાં રાખવામાં આવશે

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ