BSF Recruitment 2024, બીએસએફ ભરતી 2024: નોકરીની શોધમાં રહેલા ધોરણ 12 પાસ ઉમેદવારો માટે સરકારી નોકરીની સુવર્ણ તક આવી ગઈ છે. બોર્ડર સિક્યુરિટી ફોર્સ દ્વારા આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર અને હેડ કોન્સ્ટેબલ સહિતની કૂલ 1526 પોસ્ટ માટે ભરતી બહાર પાડી છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો આ પોસ્ટ માટે 8 જુલાઈ સુધી ઓનલાઈન અરજી કરી શકે છે. ઉમેદવારો rectt.bsf.gov.in વેબસાઈટ ઉપર ઓનલાઇન અરજી કરી શકે છે.
બીએસએફ ભરતી 2024 માટે પોસ્ટ, શૈક્ષણિક લાયકાત, અરજી પ્રક્રિયા, પગાર ધોરણ, વય મર્યાદા, પસંદગી પ્રક્રિયા સહિતની ભરતી અંગેની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર અંત સુધી ચોક્કસ વાંચવા જોઈએ.
બીએસએફ ભરતી 2024 અંગે મહત્વની માહિતી
| સંસ્થા | બોર્ડર સિક્યુરિટી ફોર્સ |
| પોસ્ટ | એએસઆઈ, કોન્સ્ટેબલ સહિત વિવિધ |
| કુલ જગ્યા | 1526 |
| ક્યાં અરજી કરવી | rectt.bsf.gov.in |
| પગાર | ₹ 92,000 સુધી |
પોસ્ટ અંગે વિગતે માહિતી
| વિભાગ | ખાલી જગ્યા |
| CRPF | 303 |
| BSF | 319 |
| ITBP | 219 |
| CISF | 642 |
| SSB | 08 |
| આસામ રાઇફલ્સ | 35 |
પાત્રતા અને માપદંડ
- અરજી કરવા માટે, ઉમેદવારોએ માન્ય બોર્ડમાંથી 10+2 (મધ્યવર્તી) પાસ કરેલ હોવું આવશ્યક છે.
- સ્ટેનોગ્રાફરની જગ્યાઓ માટે પણ સ્ટેનોગ્રાફી કૌશલ્યની માંગણી કરવામાં આવશે.
- ઉમેદવારની લઘુત્તમ વય 18 વર્ષ અને મહત્તમ વય 25 વર્ષ રહેશે
પગાર ધોરણ
| પોસ્ટ | પગાર |
| એએસઆઈ અને વોરન્ટ ઓફિસર | ₹29200- ₹92,300 |
| હેડકોન્સ્ટેબલ | ₹25,500 – ₹81,100 |
નોટિફિકેશન
બીએસએફ ભરતી 2024 માટે પોસ્ટ, શૈક્ષણિક લાયકાત, અરજી પ્રક્રિયા, પગાર ધોરણ, વય મર્યાદા, પસંદગી પ્રક્રિયા સહિતની ભરતી અંગેની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આપેલું સત્તાવાર નોટિફિકેશન ઝીણવટ પૂર્વક વાંચવું.
આ પણ વાંચોઃ- વડોદરા મહાનગરપાલિકા ભરતી, વડોદરામાં ITI, ધો.10 પાસ અને સ્નાતકો માટે નોકરીની સુવર્ણ તક
બીએસએફ ભરતી 2024 માટે કેવી રીતે અરજી કરવી?
- સૌથી પહેલા સત્તાવાર વેબસાઇટ rectt.bsf.gov.in પર જાઓ.
- સંબંધિત એપ્લિકેશનની લિંક પર ક્લિક કરો.
- આ પછી તમારે જરૂરી વિગતો ભરીને નોંધણી કરવી પડશે.
- તમામ વિગતો સબમિટ કરીને ફોર્મ ભરો.
- છેલ્લે તમારે નિયત ફી ભરીને ફોર્મ સબમિટ કરવાનું રહેશે.
પસંદગી કેવી રીતે થશે?
તમને જણાવી દઈએ કે આ ભરતી પ્રક્રિયા માત્ર ઓનલાઈન છે, ઓફલાઈન અરજીઓ સ્વીકારવામાં આવશે નહીં. આ ભરતી માટે કોમ્પ્યુટર આધારિત કસોટી હિન્દી અને અંગ્રેજીમાં લેવામાં આવશે. આ ઉપરાંત હિન્દી અને અંગ્રેજીમાં પણ સ્કિલ ટેસ્ટ લેવામાં આવશે. જેઓ કોમ્પ્યુટર આધારિત પરીક્ષા પાસ કરે છે તેઓએ શારીરિક ધોરણ કસોટી અને શારીરિક કાર્યક્ષમતા કસોટીમાં હાજર રહેવાનું રહેશે. આ પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને ડિટેઈલ મેડિકલ ટેસ્ટ થશે. ખાલી જગ્યાઓ અખિલ ભારતીય ધોરણે ભરવામાં આવશે. આ પછી, BSF નોડલ ફોર્સ દ્વારા સ્કિલ ટેસ્ટ, DV અને મેડિકલ ટેસ્ટમાં ઉમેદવારના મેરિટ કમ પર્ફોર્મન્સના આધારે અંતિમ પરિણામ તૈયાર કરવામાં આવશે.





