Canara Bank Job Vacancy 2025: જો તમે ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યા પછી બેંકિંગ ક્ષેત્રમાં નોકરી મેળવવા માંગતા હો, પરંતુ તમે નવા વિદ્યાર્થી છો અને તમને તક મળી રહી નથી, તો તમારા માટે આ સારા સમાચાર છે. કેનેરા બેંકે તાજેતરમાં દેશભરમાં તેની શાખાઓ માટે 3,500 એપ્રેન્ટિસ ખાલી જગ્યાઓ ભરવા માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. લાયક ઉમેદવારો પસંદ કરવા માટે સંસ્થાએ ઓનલાઈન અરજીઓ મંગાવી છે.
કેનેરા બેંક ભરતી અંતર્ગત પોસ્ટની વિગત, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પસંદગી પ્રક્રિયા સહિતની મહત્વની માહિતી આ લેખમાં આવેલી છે.
Bank Bharti 2025 અંગે મહત્વની માહિતી
સંસ્થા | કેનેરા બેંક |
પોસ્ટ | એપ્રેન્ટિસ |
જગ્યા | 3500 |
એપ્લિકેશન મોડ | ઓનલાઈન |
વય મર્યાદા | 20થી 28 વર્ષ વચ્ચે |
અરજી કરવાની શરુઆતની તારીખ | 23 સપ્ટેમ્બર, 2025 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 12 ઓક્ટોબર, 2025 |
ક્યાં અરજી કરવી | www.canarabank.bank.in |
canara bank Bharti પોસ્ટની વિગતો
કેનેરા બેંકે તાજેતરમાં દેશભરમાં તેની શાખાઓ માટે 3,500 એપ્રેન્ટિસ ખાલી જગ્યાઓ ભરવાની યોજના જાહેર કરી છે. ખાસ વાત એ છે કે પસંદગી માટે તમારે કોઈ પરીક્ષા આપવાની જરૂર નથી. બેંક યોગ્ય ઉમેદવારોને સીધા મેરિટના આધારે પસંદ કરશે.
રાજ્ય | જગ્યા |
આસામ | 42 |
બિહાર | 119 |
ચંડીગઢ | 6 |
છત્તીસગઢ | 40 |
દાદરા નગર હવેલી-દીવ | 2 |
દિલ્હી | 94 |
ગોવા | 26 |
ગુજરાત | 87 |
હરિયાણા | 111 |
હિમચાલ પ્રદેશ | 23 |
જમ્મુ કાશ્મીર | 16 |
કર્ણાટક | 591 |
કેરળ | 243 |
લક્ષ્યદ્વિપ | 3 |
મધ્ય પ્રદેશ | 111 |
મહારાષ્ટ્ર | 201 |
મણીપુર | 3 |
મેઘાલય | 6 |
મિઝોરમ | 2 |
નાગાલેન્ડ | 3 |
ઓડિસા | 105 |
પોંડીચેરી | 4 |
પંજાબ | 97 |
રાજસ્થાન | 95 |
સિક્કીમ | 4 |
તમીલનાડુ | 394 |
તેલંગાણા | 132 |
ત્રીપુરા | 7 |
ઉત્તર પ્રદેશ | 410 |
ઉત્તરાખંડ | 48 |
પશ્ચિમ બંગાળ | 150 |
કુલ | 3500 |
કેનેરા બેંક એપ્રેન્ટિસ ભરતી માટે પાત્રતા
સરકારી બેંકમાં એપ્રેન્ટિસ બનવા માટે ઉમેદવારો માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતક હોવા જોઈએ. વધુમાં ઉમેદવારોની ઉંમર 20 થી 28 વર્ષની વચ્ચે હોવી જોઈએ. જો તમે શૈક્ષણિક અને વય માપદંડ બંને માટે લાયક છો, તો તમે સીધી ભરતી માટે અરજી કરી શકો છો.
વય મર્યાદા
કેનેરા બેંકમાં એપ્રેન્ટીસ પોસ્ટ માટે અરજી કરનાર ઉમેદવારની ઉંમર 20 વર્ષથી ઓછી અને 28 વર્ષથી વધારે ન હોવી જોઈએ.
સ્ટાઈપન્ડ કેટલું મળશે?
કેનેરા બેંક ભરતી અંતર્ગત એપ્રેન્ટીસ ઉમેદવારોની પસંદગી કોઈપણ પ્રકારની પરીક્ષા વગર થશે.બેંક યોગ્ય ઉમેદવારોને સીધા મેરિટના આધારે પસંદ કરશે. પસંદ પામેલા ઉમદેવારોને પ્રતિ માસ ₹15000 સ્ટાઈપન્ડ મળશે.
અરજી ફી
SC/ST/PwBD ઉમેદવારો માટે કોઈ ફી નથી. જો કે, અન્ય તમામ ઉમેદવારોએ 500 રૂપિયાની અરજી ફી સબમિટ કરવાની રહેશે. આ એપ્રેન્ટિસશીપ તાલીમ પૂર્ણ થયા પછી, ઉમેદવારોને NATS પ્રમાણપત્ર પણ મળશે.
આ પણ વાંચોઃ- ગુજરાતમાં ચાલતી વિવિધ ભરતીઓ અને કરિયર સંબંધી સમાચાર વિશે વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો
નોટિફિકેશન
કેવી રીતે અરજી કરવી?
- અરજી કરતા પહેલા તમારે એપ્રેન્ટિસશીપ પોર્ટલ www.nats.education.gov.in પર નોંધણી કરાવવી આવશ્યક છે. તમારી પ્રોફાઇલ 100% પૂર્ણ હોવી આવશ્યક છે.
- હવે, બેંકની સત્તાવાર વેબસાઇટ www.canarabank.bank.in ની મુલાકાત લો.
- Careers-Recruitment-Engagement of Graduate Apprentice in Canara Bank Under Apprentice Act 1961 FY 2025-26 લિંક પર જાઓ.
- ક્લિક અહી ટુ એપ્લાય ઓનલાઈન (નવું) પર ક્લિક કરો.
- અરજી વિન્ડો ખુલશે. નોંધણી પ્રક્રિયા પૂર્ણ કરો અને તમારો નોંધણી નંબર અને પાસવર્ડ જનરેટ કરો.
- પછી ફરીથી લોગ ઇન કરો અને બધી જરૂરી વિગતો સાચી જોડણી સાથે ભરો.
- તમારો સ્કેન કરેલો ફોટો (4.5સેમી x ૩.૫ સેમી), સહી, ડાબા અંગૂઠાની છાપ અને ઘોષણા જરૂરી કદમાં અપલોડ કરો.
- આખરી સબમિશન પહેલાં બધી વિગતો ચકાસવા માટે સેવ અને નેક્સ્ટ પર ક્લિક કરો.
- બધી માહિતી ભર્યા પછી, અરજી ફી ચૂકવો અને ભવિષ્યના સંદર્ભ માટે ફોર્મનું પ્રિન્ટઆઉટ લો.