civil hospital mehsana recruitment, મહેસાણા જનરલ હોસ્પિટલ ભરતી : મહેસાણામાં રહેતા અને સારા પગાર વાળી નોકરી શોધી રહેલા ઉમેદવારો ઘર આંગણે જ નોકરી મેળવવાની જોરદાર તક આવી ગઈ છે. મહેસાણા જનરલ હોસ્પિટલ દ્વારા મેડિકલ ઓફિસરની ભરતી બહાર પાડી છે. આ પોસ્ટની કુલ બે જગ્યાઓ ભરવા માટે હોસ્પિટલ દ્વારા ઓપન ઈન્ટરવ્યુનું આયોજન કરવામાં આવ્યું છે.
મહેસાણા જનરલ હોસ્પિટલ ભરતી અંતર્ગત મેડિકલ ઓફિસરની પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, નોકરીનો પ્રકાર સહિતની તમામ માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા જોઈએ.
મહેસાણા જનરલ હોસ્પિટલ ભરતીની મહત્વની માહિતી
| સંસ્થા | જનરલ હોસ્પિટલ, મહેસાણા |
| પોસ્ટ | મેડિકલ ઓફિસર |
| જગ્યા | 2 |
| નોકરીનો પ્રકાર | કરાર આધારિત |
| એપ્લિકેશન મોડ | ઓપન ઈન્ટરવ્યુ |
| ઈન્ટરવ્યુ તારીખ | 29-4-2025 |
| સરનામું | નીચે આપેલું છે |
મહેસાણા જનરલ હોસ્પિટલ ભરતી પોસ્ટની વિગતો
જનરલ હોસ્પિટલ મહેસાણા દ્વારા મેડિકલ ઓફિસરની કુલ 2 જગ્યાઓ ઉપર 11 માસના કરાર આધાર પર ઉમેદવારો પસંદ કરવાના છે. આ માટે હોસ્પિટલ દ્વારા ઓપન ઈન્ટરવ્યુનું આયોજન કર્યું છે.
શૈક્ષણિક લાયકાત
જનરલ હોસ્પિટલ મહેસાણા દ્વારા બહાર પાડેલી મેડિકલ ઓફિસરની ભરતી માટે ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત અંગે વાત કરીએ તો ઉમેદવારોએ MBBS પાસ કરેલું હોવું જોઈએ.
પગાર ધોરણ
આ ભરતી 11 માસના કરાર આધારિત થવા જઈ રહી છે માટે આ પોસ્ટ ઉપર પસંદ પામેલા ઉમેદવારોને ₹ 75,000 પ્રતિ માસ ફિક્સ પગાર મળવા પાત્ર રહેશે.
ઈન્ટરવ્યું તારીખ, સમય અને સ્થળ
- તારીખ- 29-4-2025
- રજીસ્ટ્રેશન સમય – બપોરે 2થી 3 કલાક
- ઈન્ટરવ્યુ સમય – બપોરે 3 કલાકે
- સ્થળ – સિવિલ સર્જન ચેમ્બર, સરકારી નર્સિંગ સ્કુલ જનરલ હોસ્પિટલ, મહેસાણા.
ભરતી જાહેરાત
ગુજરાત અને દેશમાં ચાલતી ભરતીઓ વિશે અને કરિયર સંબંધી અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
ઉમેદવારોએ ખાસ ધ્યાનમાં રાખવાની બાબત
11 માસની કરાર આધારિત જગ્યા માટે ઉમેદવારોએ ડિગ્રી સર્ટીફિકેટ, મેડિકલ, કાઉન્સિલીંગ રજીસ્ટ્રેશન તથા અનુભવના પ્રમાણપત્રોની અસલ તેમજ સ્વ-પ્રમાણીત ઝેરોક્ષ સાથે ઈન્ટરવ્યુના સમયના એક કલાક પહેલા ઉપસ્થિત રહી એ.આર.ટી સેન્ટર ખાતે રજીસ્ટ્રેશન કરાવી લેવું.એચ.આઈ.વી. એઈડ્સની કામગરીના અનુભવ ધરાવતા ઉમેદવારોને અગ્રીમતા આપવામાં આવશે.





