Commando Training Center Khalal Recruitment, કમાન્ડો તાલીમ કેન્દ્ર ખલાલ ભરતી : ભારતીય સેનામાં નોકરી નિવૃત્ત થયેલા જવાનો માટે નોકરીની સારી તક આવી ગઈ છે. ગુજરાતમાં ખેડા જિલ્લામાં આવેલા કઠલાલ તાલુકામાં આવેલા ખલાલ ગામમાં કમાન્ડો તાલીમ કેન્દ્ર ખાતે ભરતી બહાર પડી છે. સંસ્થા દ્વારા વિવિધ પોસ્ટ માટે કરાર આધારિત જગ્યાઓ ભરવા માટે ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવી છે.
કમાન્ડો તાલીમ કેન્દ્ર ખલાલ ભરતી માટે પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, ભરતી પ્રક્રિયા, નોકરીનો પ્રકાર, પસંદગી પ્રક્રિયા સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.
કમાન્ડો તાલીમ કેન્દ્ર ખલાલ ભરતીની મહત્વની વિગતો
| સંસ્થા | કમાન્ડો તાલીમ કેન્દ્ર, ખલાલ |
| પોસ્ટ | કમાન્ડો ઇન્સ્ટ્રક્ટર |
| જગ્યા | 8 |
| નોકરીનો પ્રકાર | કરાર આધારિત |
| વય મર્યાદા | 50થી 55 વર્ષથી વધારે નહીં |
| એપ્લિકેશન મોડ | ઓફલાઈન |
કમાન્ડો તાલીમ કેન્દ્ર ભરતી પોસ્ટની વિગતો
કમાન્ડો તાલીમ કેન્દ્ર ખલાલ ખાતે કરાર આધારીત નીચે દર્શાવેલ સંખ્યામાં આર્મી એક્સ સર્વિસ મેન એટલે કે એક્સ સુબેદાર મેજર, સુબેદાર, લાન્સ નાયક-નાયક હવાલદારને જોડાવવા માટે અરજીઓ મંગાવવામાં આવી છે
| એક્સ આર્મી મેન | કમાન્ડો ઇન્સ્ટ્રક્ટરની જગ્યા | વયમર્યાદા |
| સુબેદાર મેજર | 1 | 55 વર્ષ |
| સુબેદાર | 2 | 55 વર્ષ |
| લાન્સ નાયક/નાયક/હવાલદાર | 5 | 50 વર્ષ |
કમાન્ડો તાલીમ કેન્દ્ર ખલાલ ભરતી માટે લાયકાત
- ભારતીય સેનામાં સેવા દરમિયાન મળેલા વિશેષ પ્રમાણપત્રો મેડલ ધારકોને પ્રાધાન્ય આપવામાં આવશે.
- તાલીમ કેન્દ્ર અથવા વિશેષ શાખામાં કામ કરનારને પ્રાધાન્ય આપવામાં આવશે.
- યુદ્ધ, ઓપરેશન, આતંકવાદ, નક્સલવાદી વિસ્તાર અથવા વિષમ પરિસ્થિતિમાં કામ કરવાનો અનુભવ હોય તો તેને પ્રાધાન્ય આપવામાં આવશે.
- આર્ટલરી વિભાગ-એમટી વિભાગ-સિગ્નલ વિભાગના નિવૃત્ત કર્મચારી-અધિકારીઓની અરજી સ્વિકારવામાં આવશે નહીં.
- હથિયારો ફિલ્ડ ક્રાફ્ટ, ટેક્ટીક્સ, મેપરીડિંગનું પર્યાપ્ત જ્ઞાન હોવું જોઈએ
પગાર ધોરણ
| એક્સ આર્મી મેન | પગાર (પ્રતિ માસ ફિક્સ) |
| સુબેદાર મેજર | ₹ 18,500 |
| સુબેદાર | ₹ 18,200 |
| લાન્સ નાયક/નાયક/હવાલદાર | ₹ 17,900 |
કેવી રીતે પસંદગી થશે
કમાન્ડો તાલીમ કેન્દ્ર ખલાલ ખાતે સંસ્થાની કમિટી દ્વારા યોગ્ય લાયકાત ધરાવનાર ઉમેદવારોની પસંદગી ઇન્ટરવ્યૂ પ્રેક્ટીસ પરીક્ષા દ્વારા ચકાસણી કરવામાં આવશે.
ફિઝીકલ સ્ટાન્ડર્ડ
ઉમેદવારો માટે સંસ્થા દ્વારા નકી કરેલા ફિઝીકલ સ્ટાન્ડર્ડની વાત કરીએ તો સુબેદાર મેજર, સુબેદાર ઉમેદવારોએ 2.4 કિમી દોડ 17 મીનીટમાં પુરી કરવાની રહેશે. જ્યારે લાન્સ નાયક-નાયક-હવાલદાર ઉમેદવારોએ 2.4 કિમી દોડ 15 મીનીટ, વર્ટીકલ રોપ 3 મીટર, મંકી રોપ પાસ કરવો, ચીન અપ-પ જરૂરી છે. ફિઝીકલ ફિટનેશ પ્રમાણપત સરકારી મેડીકલ ઓફિસરનું રજુ કરવાનું રહેશે.
ઉમેદવારો માટે ખાસ સૂચના
- કરાર સેવાકાળ દરમિયાન સંસ્થા આધારે નિમણૂક પામેલા સંસ્થા કરાર આધારીત નિમણૂક ધરાવનારને એક માસની નોટી આપીને છૂટા કરવાની સત્તા ધરાવે છે. તેજ રીતે કરાર આધારીત નિમણૂક પામનાર એક માસની નોટીસ કે એક માસનો પગાર જમા કરાવી કરારથી મુક્ત થવાની સ્વતંત્રતા ધરાવે છે.
- અશિસ્ત સંદર્ભ કરાથી નિમાયેલ વ્યક્તિ કોઈ ભૂલ-ચૂક માટે જવાબદાર જણાશે તો તેમની સામે કર્મચારીની જેમ પગલાં લેવાશે.
- કરાર દરમિયાન નિમણૂક પામનારે ફરજ દરમિયાન તેણે પોલીસ શિસ્તના ધોરણેને આધિન રહેવાનું રહેશે અને તેમને દરેક વહીવટી હુકમો લેખિત અથવા મૌખિક જે તે સિનિયર અધિકારી દ્વારા કરવામાં આવશે તો તેનો અમલ કરવો તેમજ શિષ્ટાચાર જાળવાનો રહેશે.
- અન્ય ભત્થા જેવા કે ટીએ-ડીએ, ઘરભાડા ભથ્થું મળવાપાત્ર નથી.
ભરતીની જાહેરાત
આ પણ વાંચો
- ગુજરાતમાં ₹ 40,000 પગારની નોકરી મેળવવાની જોરદાર તક, વાંચો સંપૂર્ણ માહિતી
- સ્ટાફ સિલેક્શન કમિશન ભરતી : સરકારી નોકરીની શોધમાં રહેતા યુવાનો માટે Good News, ₹ 1.42 લાખ સુધી પગાર, વાંચો સંપૂર્ણ માહિતી
અરજી ક્યાં કરવી?
લાયકાત અને રસ ધરાવતા ઉમેદવારોએ પોલીસ મહાનિરીક્ષક, કમાન્ડો તાલીમ કેન્દ્ર, ખલાલ પી.ન.387635 સરનામા પર અરજી મોકલવી અથવા રૂપરૂમાં આપી જવાની રહેશે.





