Dantiwada Agricultural University Recruitment દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ભરતી : જો તમારી પાસે બીએસસી અને એમએસસીની ડિગ્રી છે અને તમે નોકરીની શોધમાં છો તો તમારા માટે આ સમાચાર કામના છે. તાજેતરમાં સરદારકૃષિનગર દાંતીવાડા એગ્રીકલ્ચર યુનિવર્સિટી (SDAU) દ્વારા યંગ પ્રોફેશનલ પોસ્ટ માટે ભરતીની જાહેરાત બહાર પાડી છે. નોટિફિકેશન પ્રમાણે આ પોસ્ટ માટે દાંતીવાડા યુનિવર્સિટી વોક ઈન ઈન્ટરવ્યૂ ગોઠવ્યું છે. આ ઈન્ટરવ્યૂની તારીખ 10 મે 2024 રાખવામાં આવી છે.
દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ભરતી માટે શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદા, પસંદગી પ્રક્રિયા, અરજી કરવાની રીત, સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ પોસ્ટ અંત સુધી ચોક્કસ વાંચવી. રસ ધરાવતા ઉમેદવારોએ જરૂરી દસ્તાવેજો સાથે ઈન્ટરવ્યૂની તારીખે સ્થળ પર હાજર રહેવું.
દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ભરતીની મહત્વની માહિતી
સંસ્થા | સરદારકૃષિનગર દાંતીવાડા એગ્રીકલ્ચરલ યુનિવર્સિટી (SDAU) |
પોસ્ટનું નામ | યંગ પ્રોફેશનલ |
કુલ જગ્યા | 1 |
ઇન્ટરવ્યુ તારીખ | 10/05/2024 |
અરજી મોડ | વોક-ઇન-ઇન્ટરવ્યુ |
સત્તાવાર વેબસાઇટ | http://www.sdau.edu.in/ |
/
ભરતી માટે શૈક્ષણિક લાયકાત
દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ભરતી માટે અરજી કરવામાં રસ ધરાવતા ઉમેદવારોએ B. Sc. બાયોકેમિસ્ટ્રી/ માઈક્રોબાયોલોજી / બાયોટેક્નોલોજીમાં ઓછામાં ઓછા 55% માર્ક્સ સાથેની ડીગ્રી ધરાવતા હોવા જોઈએ.જોકે, જે ઉમેદવારોએ M.Sc હોય તેમને પ્રાધાન્ય આપવામાં આવશે. બાયોકેમિકલ વિશ્લેષણ અને વિશ્લેષણાત્મક ઇન્સ્ટ્રુમેન્ટેશન તકનીકો પર ડિગ્રી અને અગાઉનો પ્રયોગશાળા અનુભવ પણ હોવો જોઈએ.
આ પણ વાંચોઃ- આઈઆઈટી ગાંધીનગર ભરતી, પરીક્ષા વગર નોકરીની સુવર્ણ તક, પગાર મળશે તગડો, વાંચો સંપૂર્ણ માહિતી
દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ભરતી માટે પસંદગી પ્રક્રિયા
દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ભરીત માટે યંગ પ્રોફેશનલ પોસ્ટ ભરવા માટે સંસ્થા દ્વારા વોક ઈન ઈન્ટરવ્યૂ રાખવામાં આવ્યું છે. ઈન્ટરવ્યૂના આધારે ઉમેદવારની પસંદગી કરવામાં આવશે.
આ પણ વાંચોઃ- બંધન બેંક ભરતી : ધો 10-12 પાસ ઉમેદવારો માટે પરીક્ષા વગર બેંકમાં નોકરીની સૂવર્ણ તક, વાંચો સંપૂર્ણ માહિતી
દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ભરતીનું નોટિફિકેશન
ભરતી માટે શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદા, પસંદગી પ્રક્રિયા, અરજી કરવાની રીત, સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આપેલું નોટિફિકેશન ચોક્કસ વાંચવું.
દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ભરતી માટે અરજી કેવી રીતે કરવી?
રસ ધરાવતા ઉમેદવારોને સરદાર સ્મૃતિ કેન્દ્ર (SSK), SDAU, સરદારકૃષિનગર ખાતે 10/05/2024 ના રોજ સવારે 10.00 વાગ્યે વોક-ઇન ઇન્ટરવ્યુ માટે હાજર રહેવું પડશે.
- ઇન્ટરવ્યૂ તારીખ 10/05/2024
- ઇન્ટરવ્યૂ સમય સવારે 10:00 વાગ્યે
વોક-ઇન-ઇન્ટરવ્યુનું સ્થળ
સરદાર સ્મૃતિ કેન્દ્ર (SSK)SD કૃષિ યુનિવર્સિટીસરદારકૃષિનગર, દાંતીવાડાજિ. બનાસકાંઠા, ગુજરાત