NCERT: પાઠ્યપુસ્તકોમાંથી માઇનોર ટોપિક્સ ડિલીટ કરવા અંગે સૂચિત કરવાની જરૂર નથી

NCERT દ્વારા કાઢી નાખવામાં આવેલી લાઈનનો સમાવેશ થાય છે જેમ કે "તેઓ (ગાંધી) ખાસ કરીને એવા લોકો નાપસંદ હતા જેઓ ઇચ્છતા હતા કે ભારત હિન્દુઓ માટે એક દેશ બને, જેમ પાકિસ્તાન દેશ મુસ્લિમો માટે બન્યો હતો.''

Written by shivani chauhan
April 17, 2023 11:47 IST
NCERT: પાઠ્યપુસ્તકોમાંથી માઇનોર ટોપિક્સ ડિલીટ કરવા અંગે સૂચિત કરવાની જરૂર નથી
NCERT દ્વારા કાઢી નાખવામાં આવેલી પંક્તિઓનો સમાવેશ થાય છે જેમ કે "તેઓ (ગાંધી) ખાસ કરીને એવા લોકો દ્વારા નાપસંદ હતા જેઓ હિંદુઓ બદલો લેવા માંગતા હતા અથવા જેઓ ઇચ્છતા હતા કે ભારત હિન્દુઓ માટે એક દેશ બને, જેમ પાકિસ્તાન મુસ્લિમો માટે હતું

ધ ઈન્ડિયન એક્સપ્રેસે અહેવાલ આપ્યો હતો કે મહાત્મા ગાંધી, તેમના હત્યારા નાથુરામ ગોડસે, હિંદુ ઉગ્રવાદીઓની ભૂમિકા અને 2002ના ગુજરાત રમખાણો પરના અમુક વાક્યોને શાળાના પાઠ્યપુસ્તકોમાંથી કાઢી નાખવામાં આવ્યા હતા તેના થોડા દિવસો પછી, NCERT એ કહ્યું છે કે “નાના” ફેરફારોને સૂચિત કરવાની જરૂર નથી કારણ કે તે “નિયમિત ફેરફારો”. છે.

તેની વેબસાઈટ પર અપલોડ કરાયેલા એક નિવેદનમાં, કાઉન્સિલે જણાવ્યું હતું કે કાઢી નાખવામાં આવેલા ટોપિક્સ ગયા વર્ષે જાહેર કરાયેલી સત્તાવાર યાદીમાં સામેલ નથી કારણ કે “શિક્ષકો અને વિદ્યાર્થીઓના સ્તરે કોઈપણ નાની સમસ્યા દૂર કરવા માટે નોટિફાઈ કરવાની જરૂરી નથી.

નિવેદનમાં ઉમેર્યું હતું કે, “દરેક પુસ્તક માટે તર્કસંગતતાની વિગતો પણ પીડીએફ સ્વરૂપમાં પાઠ્યપુસ્તકની સાથે વેબસાઈટ પર અપલોડ કરવામાં આવી હતી જ્યારે તર્કસંગત પાઠ્યપુસ્તકો પ્રિન્ટીંગમાં હતા. જો કે, એ નોંધવું જોઇએ કે હિતધારકોના સૂચનોને ધ્યાનમાં રાખીને પાઠ્યપુસ્તકોનું રિપ્રિન્ટએ એક નિયમિત પ્રક્રિયા છે જે દર વર્ષે થાય છે.”

આ પણ વાંચો: આજનો ઇતિહાસ 16 એપ્રિલ : ભારતીય રેલવે પરિવહન દિવસ – બોમ્બેથી થાણે વચ્ચે પહેલી ટ્રેન દોડી

જૂન 2022 માં, NCERT એ તાજેતરમાં બજારમાં આવેલા રીપ્રીન્ટેડ ટેક્સ્ટબૂક્સમાં ફેરફારો અને કાઢી નાખવાની સૂચિ જાહેર કરી હતી. જો કે, મહાત્મા ગાંધી સહિતની ઘણા ટોપિક્સ કાઢી નાખવાની સૂચના આપવામાં આવી ન હતી.

NCERTના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “શિક્ષકો અને વિદ્યાર્થીઓના સ્તરે કોઈપણ ટોપિક્સને રીમુવ કરવાનું અથવા જો કોઈ ઉમેરો હોય તો, સૂચિત કરવામાં આવશે નહીં. તર્કસંગતીકરણની પ્રેકટીસના સંદર્ભમાં કેટલાક નાના ડિલીટ (વાક્ય અથવા શબ્દ અથવા વાક્ય વગેરે) પણ કરવામાં આવ્યા હતા, જે તર્કસંગતીકરણની સૂચનાની વિગતોમાં સમાવિષ્ટ નહોતા, કારણ કે તે પાઠ્યપુસ્તકોના ફરીથી છાપવાની નિયમિત પ્રક્રિયા હેઠળ હતું.”

કાઉન્સિલે ઉમેર્યું હતું કે તે “તેના વરઝ્ન પર નિશ્ચિતપણે ઊભું છે કે શૈક્ષણિક સત્ર 2022-2023 માં તર્કસંગતતા પછી કંઈપણ દૂર અથવા કાઢી નાખવામાં આવ્યું નથી”. કાઢી નાખવા પાછળ NCERT દ્વારા ટાંકવામાં આવેલા પરિબળોમાં એવા કન્ટેન્ટનો સમાવેશ થાય છે જે “ઓવરલેપિંગ” છે, “હાલના સંદર્ભમાં સંબંધિત નથી અથવા જૂની છે”, “બાળકો માટે સરળતાથી ઉપલબ્ધ છે અને સ્વ-શિક્ષણ અથવા પીઅર-લર્નિંગ દ્વારા શીખી શકાય છે” .

નિષ્ણાતો ઉપરાંત, NCERT એ તર્કસંગતતા હાથ ધરવા માટે, દિલ્હી યુનિવર્સિટી, ICHR, કેન્દ્રીય વિદ્યાલયો અને ખાનગી શાળાઓની ફેકલ્ટીમાંથી 25 બાહ્ય નિષ્ણાતોને લાવ્યા હતા. પરંતુ વિપક્ષો તેમજ જાણીતા વિદ્વાનો દ્વારા કાઢી નાખવા પર પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો છે.

NCERT દ્વારા કાઢી નાખવામાં આવેલી લાઈનનો સમાવેશ થાય છે જેમ કે “તેઓ (ગાંધી) ખાસ કરીને એવા લોકો નાપસંદ હતા જેઓ ઇચ્છતા હતા કે ભારત હિન્દુઓ માટે એક દેશ બને, જેમ પાકિસ્તાન મુસ્લિમો માટે હતું”.

આ પણ વાંચો: આજનો ઇતિહાસ 17 એપ્રિલ : વિશ્વ હિમોફિલિયા દિવસ – લોહી ગંઠાઈ જવાની જીવલેણ બીમારી અંગે જાગૃતિ જરૂરી

આ લાઈન ધોરણ 12ના પોલિટિકલ સાયન્સનો એક ભાગ હતી.

“તેમના (ગાંધી)ના હિંદુ-મુસ્લિમ એકતાના અડગ પ્રયાસે હિંદુ ઉગ્રવાદીઓને એટલા ઉશ્કેર્યા કે તેઓએ ગાંધીજીની હત્યાના અનેક પ્રયાસો કર્યા હતા. ગાંધીજીના મૃત્યુની દેશની સાંપ્રદાયિક પરિસ્થિતિ પર લગભગ જાદુઈ અસર થઈ હતી, સરકારે સાંપ્રદાયિક તિરસ્કાર ફેલાવતા સંગઠનો પર કડક કાર્યવાહી કરી હતી. આરએસએસ જેવી સંસ્થાઓને થોડા સમય માટે પ્રતિબંધિત કરવામાં આવી હતી…” એ લીટીઓમાંથી એક છે જે કાઢી નાખવામાં આવી છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ