DHS Ahmedabad Recruitment 2022 : ડિસ્ટ્રીક્ટ હેલ્થ સોસાયટી અમદાવાદે તાજેતરમાં વિવિધ પદો માટે અરજી મંગાવી છે. ડિસ્ટ્રીક્ટ હેલ્થ સોસાયટી અમદાવાદે વિવિધ 73 જગ્યાઓ માટે વોક ઈન ઇન્ટરવ્યૂ રાખ્યું છે. આ અંતર્ગત સ્ટાફ નર્સ, આયુર્વેદિક ડોક્ટર અને ફાર્માસિસ્ટની ભરતી થશે. રસધરાવતા ઉમેદવારોએ વોક ઈન ઈન્ટવ્યૂમાં ભાગ લેવાનો રહેશે. તો ચાલો જોઈએ કઈ કઈ તારીખમાં વોક ઈન ઈન્ટરવ્યૂ રાખવામાં આવ્યું છે અને જાહેરાત અંગે વધારે માહિતી..
પોસ્ટ વાઈઝ ડિટેઈલ
આયુર્વેદિક ડોક્ટર – 6 પોસ્ટ (11-1-2022ના રોજ વોક ઈન ઈન્ટરવ્યૂ)
ફાર્માસિસ્ટ- ડાટા આસિસ્ટન્ટ – 30 પોસ્ટ (12-10-2022ના રોજ વોક ઈન ઈન્ટરવ્યૂ)
ફિમેઇલ હેલ્થ વર્કર- 11 પોસ્ટ (13-10-2022ના રોજ વોક ઈન ઈન્ટરવ્યૂ)
સ્ટાફ નર્સ- 26 પોસ્ટ (14-10-2022ના રોજ વોક ઈન ઈન્ટરવ્યૂ)
સંસ્થાનું નામ | ડિસ્ટ્રીક્ટ હેલ્થ સોસાયટી અમદાવાદ |
જગ્યાઓ | વિવિધ પદ માટે 73 જગ્યાઓ |
નોટિફિકેશન | નોટિફિકેશન જોવા માટે અહીં ક્લિક કરો |
અરજીનો પ્રકાર | વોક ઈન ઈન્ટરવ્યૂ |
ઇન્યરવ્યૂ માટેનું સ્થળ | ડિસ્ટ્રીક્ટ હેલ્થ સોસાયટી, 7 મો માળ જિલ્લા પંચાયત, લાલ દરવાજા, અમદાવાદ |
ઇન્ટવ્યૂની તારીખ | 11,12,13 અને 14.10.2022 |
શૈક્ષણિક લાયકાત
આયુર્વેદિક ડોક્ટર:
માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી BAMS/BHMS.
CCC પાસ
ઉંમર મર્યાદા: 40 વર્ષ
પગારઃ રૂ. 25,000/-
ફાર્માસિસ્ટ
માન્ય યુનિવર્સિટીમાંથી ફાર્મસી ડિગ્રી કોર્સ / ડિપ્લોમા ફાર્મસી,
ગુજરાત ફાર્મસી કાઉન્સિલમાં નોંધાયેલ,
ગુજરાત નર્સિંગ કાઉન્સિલ રજીસ્ટ્રેશન,
CCC પાસ
ઉંમર મર્યાદા: 40 વર્ષ
પગારઃ રૂ. 13,000/-
સ્ટાફ નર્સ
ભારતીય નર્સિંગ કાઉન્સિલ તરફથી જનરલ નર્સિંગ અને મિડવાઇફરી ડિપ્લોમા,
પોસ્ટ બેઝિક B.Sc નર્સિંગ અથવા બેઝિક B.Sc નર્સિંગ,
જનરલ નર્સિંગ કાઉન્સિલમાં નોંધાયેલ.
ઉંમર મર્યાદા: 18 થી 40 વર્ષ.
પગારઃ રૂ. 13,000/-
FHW
ANM મૂળભૂત તાલીમ અભ્યાસક્રમ અથવા સહાયક ANM,
ગુજરાત નર્સિંગ કાઉન્સિલમાં નોંધાયેલ,
CCC પાસ
ઉંમર મર્યાદા: 18 થી 40 વર્ષ
પગારઃ રૂ. 12,500/-
ઇન્ટરવ્યૂ અંગે સરનામું અને મહત્વની સુચના
નેશનલ હેલ્થ મિશન અંતર્ગત અમદાવાદ જિલ્લા આરોગ્ય સોસાયટી હસ્તક 11 માસ કરારાધીન માસિક ફિક્સ વેતનની ખાલી પડેલી જગ્યાઓની ભરીત કરવા માટે દર્શાવેલી તારીખ, સમય અને સ્થળે વોક-ઈન ઈન્ટવ્યૂનું આયોજન કરવામાં આવ્યું છે. જે અન્વયે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારોએ જિલ્લા પંચાયત, અમદાવાદની વેબસાઈટ ઉપર નિયત નમુનાનું ફોર્મ ડાઉનલોડ કરી પ્રમાણિત કરેલા તમામ પુરાવા સાથે ડિસ્ટ્રીક્ટ હેલ્થ સોસાયટી, 7 મો માળ જિલ્લા પંચાયત, લાલ દરવાજા, અમદાવાદ ખાતે રૂબરૂ હાજર રહેવાનું રહેશે.
મહત્વની નોંધ: અરજી કરતા પહેલા કૃપા કરીને ઇચ્છનીય લાયકાત, અનુભવ, ઉંમરમાં છૂટછાટ, જોબ પ્રોફાઇલ અથવા અન્ય નિયમો અને શરતો માટે સત્તાવાર જાહેરાત વાંચો.
DHS અમદાવાદ ભરતી 2022 કેવી રીતે અરજી કરવી?
પાત્રતા ધરાવતા ઉમેદવારો વિવિધ તારીખે વોક-ઇન-ઇન્ટરવ્યુમાં હાજરી આપે છે.
વોક-ઇન-ઇન્ટરવ્યુની તારીખ શું છે?
વોક-ઇન-ઇન્ટરવ્યૂઃ 11,12,13 અને 14.10.2022