EMRI Green Recruitment, 108 Ambulance Bharti : નોકરીની શોધમાં રહેલા ધોરણ 10 પાસ ઉમેદવારો માટે ગુજરાતમાં નોકરી મેળવવાની જોરદાર તક આવી ગઈ છે. ઈએમઆરઆઈ ગ્રીન હેલ્થ સર્વિસ દ્વારા ગુજરાતના વિવિધ ભાગોમાં 108 ઈમર્જન્સી એમ્બ્યુલન્સ સેવામાં વિવિધ જગ્યાઓ માટે ભરતી બહાર પાડી છે. EMRI ગ્રીન હેલ્થ સર્વિસ દ્વારા આ જગ્યાઓ ભરવા માટે વોક ઈન ઈન્ટરવ્યૂનું આયોજન કરવામાં આવ્યું છે.
108 એમબ્યુલન્સ ભરતી માટે પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, નોકરીનો પ્રકાર, વોક ઇન ઇન્ટરવ્યૂ સ્થળ, ઇન્ટરવ્યૂ તારીખ, વય મર્યાદા, અરજી પ્રક્રિયા સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારો આ સમાચાર અંત સુધી ચોક્કસ વાંચવા.
108 એમ્બ્યુલન્સ ભરતી માટે મહત્વની માહિતી
સંસ્થા | EMRI ગ્રીન હેલ્થ સર્વિસ |
પોસ્ટ | ડ્રાઈવર, મેડિકલ ઓફિસર, લેબ ટેક્નિશિયન |
જગ્યા | જાહેરાતમાં ઉલ્લેખ નથી |
નોકરી પ્રકાર | કરાર આધારિત |
અરજી પ્રક્રિયા | વોક ઈન ઈન્ટરવ્યૂ |
વોક ઈન ઈન્ટરવ્યૂ તારીખ | 3 અને 4 સપ્ટેમ્બર 2024 |
108 એમ્બ્યુલન્સ ભરતી પોસ્ટની માહિતી
- ડ્રાઈવર
- મેડિકલ ઓફિસર
- લેબ ટેકનિશિયન
- લેબર કાઉન્સિલર
108 એમ્બ્યુલન્સ ભરતી શૈક્ષણિક લાયકાત
પોસ્ટ | શૈક્ષણિક લાયકાત |
ડ્રાઈવર | 10 પાસ |
મેડિકલ ઓફિસર | BHMS/BAMS |
લેબ ટેકનિશિયન | MLT/DMLT |
લેબર કાઉન્સિલર | MSW |
108 એમ્બ્યુલન્સ ભરતી વય મર્યાદા અને અનુભવ
પોસ્ટ | વયમર્યાદ | અનુભવ |
ડ્રાઈવર | 35 વર્ષ સુધી | 5 વર્ષ જૂનું એચ.એમ.વી. લાઈસન્સ ધરાવનાર |
મેડિકલ ઓફિસર | ઉલ્લેખ નથી | અનુભવી અને બિન અનુભવી |
લેબ ટેકનિશિયન | ઉલ્લેખ નથી | અનુભવી અને બિન અનુભવી |
લેબર કાઉન્સિલર | ઉલ્લેખ નથી | અનુભવી અને બિન અનુભવી |
108 એમ્બ્યુલન્સ ભરતી ડ્રાઈવર માટે વોક ઈન ઈન્ટરવ્યૂ સ્થળ અને તારીખ
EMRI ગ્રીન હેલ્થ સર્વિસ દ્વારા ડ્રાઈવરની જગ્યા ભરવા માટે વોક ઈન ઈન્ટરવ્યૂનું આયોજન કરવામાં આવ્યું છે. ઉમેદવારોએ નીચે આપેલા સ્થળ પર તારીખ 3 સપ્ટેમ્બર 2024, સવારે 10 વાગ્યા પહેલા પહોંચી જવું. વોક ઈન ઈન્ટરવ્યૂનો સમય સવારે 10 વાગ્યાથી લઈને બપોરે 2 વાગ્યા સુધીનો છે.
- ઈ.એમ.આર.આઈ. ગ્રીન હેલ્થ સર્વિસીસ, 108 ઇમરજન્સી મેનેજજર સેન્ટર નરોડા- કઠવાડા રોડ, અમદાવાદ
- 108 ડિસ્ટ્રિક્ટ ઓફિસ, એસ.એસ.જી. હોસ્પિટલ, ઇમરજન્સી વોર્ડની સામે, વડોદરા
- 108 ઓફિસ, અમૂલ પાર્લરની ઉપર, સર ટી હોસ્પિટલ, ભાવનગર
- 108 ઓફિસ એમ્બ્યુલન્સ, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન, એસટી બસ સ્ટેન્ડ પાસે, રાજકોટ
- 108 ઓપિસ, જનધન ઔષધિ કેન્દ્ર શામબાગ હોસ્પિટલ પાસે, ગાંધીધામ કચ્છ
108 એમ્બ્યુલન્સ ભરતી મેડિકલ ઓફિસર, લેબ ટેકનિશિયન, લેબર કાઉન્સિલર માટે વોક ઈન ઈન્ટરવ્યૂ સ્થળ અને તારીખ
EMRI ગ્રીન હેલ્થ સર્વિસ દ્વારા મેડિકલ ઓફિસર, લેબ ટેકનિશિયન અને લેબર કાઉન્સિલરની જગ્યા ભરવા માટે વોક ઈન ઈન્ટરવ્યૂનું આયોજન કરવામાં આવ્યું છે. ઉમેદવારોએ નીચે આપેલા સ્થળ પર તારીખ 4 સપ્ટેમ્બર 2024, સવારે 10 વાગ્યા પહેલા પહોંચી જવું. વોક ઈન ઈન્ટરવ્યૂનો સમય સવારે 10 વાગ્યાથી લઈને બપોરે 2 વાગ્યા સુધીનો છે.
- 108 ડિસ્ટ્રિક્ટ ઓફિસ, એસ.એસ.જી. હોસ્પિટલ, ઇમરજન્સી વોર્ડની સામે, વડોદરા
- 108 ઓફિસ, કલેક્ટ કચેરી, સેવાસદન-1, ગોધરા, પંચમહાલ
- 108, ઓફિસ, બ્લોક નો-2, ટ્રોમા સેન્ટર, ગ્રાઉન્ડ ફ્લોર, GMERS હોસ્પિટલ (સિવિલ હોસ્પિટલ),વલસાડ
- 108 ઓફિસ, રામોસણા અંડરબ્રિજ, રામોસણા સર્કલ, મહેસાણા
- 108 એમ્બ્યુલન્સ, GMERS નવી સિવિલ હોસ્પિટલ, ગઢોડા રોડ, હિંમતનગર, સાબરકાંઠા
- 108 ઓફિસ, જૂનાગઢ જિલ્લા પંચાયત ગેસ્ટ હાઉસ, ગીતા લોજની સામે, જૂનાગઢ
- 108 ઓફિસ, અમૂલ પાર્લરની ઉપર, સર ટી હોસ્પિટલ, ભાવનગર
- 108, ઓફિસ પંપ હાઉસ, રણજીત સાગર રોડ, પટેલ પાર્ક નજીક, જામનગર
- 108 ઓફિસ, જનધન ઔષધિ કેન્દ્ર રામબાગ હોસ્પિટલ પાસે, ગાંધીધામ કચ્છ
ભરતીની જાહેરાત
આ પણ વાંચો
- ઇન્ડિયન નેવી ભરતી: ધોરણ 12 પાસ ઉમેદવારો માટે ભારતીય નૌકાદળમાં નોકરીની તક,₹ 69,000 પગાર,વાંચો સંપૂર્ણ માહિતી
- ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની ભરતી માટે અરજી પ્રક્રિયા શરુ
ઉમેદવારો માટે ખાસ સૂચના
ભરતીની જાહેરાત પ્રમાણે 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ ભરતી માટે અરજી કરનાર ઉમેદવારો ગુજરાતમાં કોઈપણ જગ્યા પર કામ કરવા માટે તૈયાર રહેવું પડશે. આવા ઉમેદવારોને પહેલા પ્રાથમિક્તા આપવામાં આવશે.