Gandhinagar Legal advisor Bharti 2025, ગાંધીનગર કાયદા સલાહકાર ભરતી : ગાંધીનગરમાં પરીક્ષા વગર અને સારા પગારની નોકરી મેળવવા માંગતા ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે. અધીક્ષક ઈજનેરની કચેરી પાચનગર યોજના વર્તુળ, ગાંધીનગર દ્વારા લીગલ એડવાઈઝર એટલે કે કાયદા સલાહકારની જગ્યા ભરવા માટે જાહેરાત બહાર પાડી છે. આ પોસ્ટ ઉપર લાયક ઉમેદવાર પસંદ કરવા માટે સંસ્થાએ અરજીઓ મંગાવી છે. જેમાં ભાગ લેવા માટે સંસ્થાએ ઉમેદવારોને આમંત્રિત કર્યા છે.
ગાંધીનગર ભરતી 2025 અંતર્ગત કાયદા સલાહકાર પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, નોકરીનો પ્રકાર સહિતની માહિતી આ લેખમાં આપેલી છે.
ગાંધીનગર ભરતી 2025 ની મહત્વની માહિતી
| સંસ્થા | અધીક્ષક ઈજનેર કચેરી પાટનગર યોજના વર્તુળ, ગાંધીનગર |
| પોસ્ટ | લીગલ એડવાઈઝર કે કાયદા સલાહકાર |
| જગ્યા | 1 |
| નોકરીનો પ્રકાર | 11 માસ કરાર આધારિત |
| નોકરીનું સ્થળ | ગાંધીનગર |
| વય મર્યાદા | 50 વર્ષથી વધુ નહીં |
| એપ્લિકેશન મોડ | ઓફલાઈન |
| અરજી મોકલવાની છેલ્લી તારીખ | ભરતી જાહેરત થયાના 15 દિવસની અંદર |
| ભરતી જાહેર થયાની તારીખ | 13-12-2025 |
Gandhinagar bharti 2025 માટે પોસ્ટની વિગતો
અધીક્ષક ઈજનેર કચેરી પાટનગર યોજના વર્તુળ, ગાંધીનગરની કચેરીમાં કાયદા સલાહકારની તદ્દન હંગામી ધોરણે 11 માસના કરારના ધોરણે ભરતી કરવાની છે. આ માટે ભરતી જાહેર થયાના 15 દિવસની અંદર અરજીઓ મોકલવાની રહેશે.
કાયદા સલાહકાર ભરતી માટે શૈક્ષણિક લાયકાત
- ભારતની માન્ય યુનિવર્સિટીના કાયદાના સ્નાતકની પદવી(L.L.B.)કાયદાની પ્રેક્ટીસ માટે માન્યતા પ્રાપ્ત હોવી જોઈએ.
- ccc+ કક્ષાનું કમ્પ્યુટર કૌશલ્યનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ.
- ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષાનું સંપૂર્ણ જ્ઞાન હોવું જોઈએ.
- ઉમદેવાર બાર કાઉન્સીલ ઓફ ગુજરાત અથવા બાર કાઉન્સીલ ઓફ ઈન્ડિયામાં નોધણી ધરાવતા હોવા જોઈએ.
કાયદા સલાહકાર માટે અનુભવ
વકીલાતની કામગીરીનો લઘુતમ 5 વર્ષનો અનુભવ તે પૈકી નામદાર ગુજરાત હાઈકોર્ટમાં ઓછામાં ઓછો ત્રણ વર્ષની વકિલાતનો અનુભવ અથવા સરકારી વિભાગો-વિભાગીય કચેરીઓમાં સરકારી વતી નામદાર સુપ્રીમકોર્ટ-હાઈકોર્ટ કેસમાં બચાવની કામગીરીનો ત્રણ વર્ષનો અનુભવ.
લીગલ એડવાઈઝર ભરતી માટે વય મર્યાદા
કાયદા અધિકારીની ભરતી માટે અરજી કરનાર ઉમેદવારની મહત્તમ ઉંમર 50 વર્ષ હોવી જોઈએ.
કાયદા અધિકારી ભરતી માટે પગાર ધોરણ
કાયદા અધિકારી ભરતી અંતર્ગત 11 માસના કરાર આધારિત આ પોસ્ટ ઉપર ઉમેદવારોની નિમણૂંક અપાશે. ઉમેદવારોને પ્રતિ માસ ₹60,000 ફિક્સ વેતન મળવા પાત્ર રહેશે.
અરજી કેવી રીતે કરવી
સંપૂર્ણ વિગતો સાથે ભરાયેલું અરજી પત્રક જરૂરી પ્રમાણપત્રોની નકલ સાથે જાહેરાત પ્રસિદ્ધ થયા તારીખથી 15 દિવસ સુધીમાં રજિસ્ટર એડીથી મળે તે રીતે મોકલવાનું રહેશે.
અરજી મોકલવાનું સરનામું
અધીક્ષક ઈજનર, પાટનગર યોજના વર્તુળબ્લોક નંબર – 11/2ડો.જે.એમ.ભવન, ગાંધીનગર- 282010
ગુજરાતમાં ચાલતી વિવિધ ભરતીઓ અને કરિયર સંબંધી સમાચાર વિશે વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો
ભરતીની જાહેરાત પીડીએફ
ખાસ નોંધ
જાહેરાત અંગે વિગતવાર માહિતી તથા કાયદા અધિકારીની જગ્યાની બોલીઓ-શરતો અને ફરજો-કામગીરી માર્ગ અને મકાન વિભાગની વેબસાઈટ http://rnbgujarat.org ઉપર મુકલાવમાં આવેલી છે.





