ગતિ શક્તિ વિશ્વવિદ્યાલય ભરતી: વડોદરામાં હિસાબી અધિકારીથી લઈને PR સુધીની નોકરીઓ, અહીં વાંચો સંપૂર્ણ માહિતી

Gati shakti Vishwavidyalaya recruitment 2025, ગતિ શક્તિ વિશ્વવિદ્યાલય ભરતી અંતર્ગત વિવિધ પોસ્ટની વિગતો, નોકરીનું સ્થળ, શૈક્ષણિક લાયકાત, અરજી પ્રક્રિયા, અરજી કરવાની છેલ્લી તારીખ, પગાર ધોરણ, અરજી ફી સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.

Written by Ankit Patel
January 21, 2025 09:12 IST
ગતિ શક્તિ વિશ્વવિદ્યાલય ભરતી: વડોદરામાં હિસાબી અધિકારીથી લઈને PR સુધીની નોકરીઓ, અહીં વાંચો સંપૂર્ણ માહિતી
ગતિ શક્તિ વિશ્વવિદ્યાલય ભરતી - photo - GSV facebook

Gati shakti Vishwavidyalaya recruitment 2025, ગતિ શક્તિ વિશ્વવિદ્યાલય ભરતી: વડોદારમાં રહેતા અને નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે. વડોદારમાં આવેલી ગતિ શક્તિ વિશ્વવિદ્યાલય દ્વારા વિવિધ બિન શૈક્ષણિક પદોની ભરતીની જાહેરાત બહાર પાડી છે. ભરતી જાહેરાત પ્રમાણે હિસાબી અધિકારીથી લઈને પબ્લિક રિલેશન અધિકારી સુધીની વિવિધ કૂલ 21 જગ્યાઓ ભરવા માટે સંસ્થાએ ઉમાદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવી છે.

ગતિ શક્તિ વિશ્વવિદ્યાલય ભરતી અંતર્ગત વિવિધ પોસ્ટની વિગતો, નોકરીનું સ્થળ, શૈક્ષણિક લાયકાત, અરજી પ્રક્રિયા, અરજી કરવાની છેલ્લી તારીખ, પગાર ધોરણ, અરજી ફી સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.

ગતિ શક્તિ વિશ્વવિદ્યાલય ભરતી અંગેની મહત્વની માહિતી

સંસ્થાગતિ શક્તિ વિશ્વવિદ્યાલય, વડોદરા
પોસ્ટવિવિધ
જગ્યા21
નોકરીનો પ્રકારસરકારી
એપ્લિકેશન મોડઓનલાઈન
વયમર્યાદાવિવિધ
અરજી કરવાની છેલ્લી તારીખ17 ફેબ્રુઆરી 2025
ક્યાં અરજી કરવીhttps://gsv.ac.in/

ગતિ શક્તિ વિશ્વવિદ્યાલય ભરતી પોસ્ટની વિગતો

પોસ્ટજગ્યા
મુખ્ય નાણાં અને હિસાબી અધિકારી1
સંયુક્ત કુલ સચિવ2
ડેપ્યુટી કુલ સચિવ2
ડેપ્યુટી ગ્રંથપાલ1
વરિષ્ઠ ટેક્નોલોજી અધિકારી1
વરિષ્ટ હિસાબી અધિકારી1
એક્ઝિક્યુટિવ ઈજનેર (સિવિલ)1
વરિષ્ઠ જાહેર સંબંધો અધિકારી1
સહાયક કુલ સચિવ3
આઈટી અને સિસ્ટમ્સ અધિકારી1
સહાયક નિયામક-શારીરિક શિક્ષણ1
સહાયક ઈજનેર(ઇલેક્ટ્રિકલ)1
સહાયક ગ્રંથપાલ1
સહાયક પ્રોગ્રામર1
વરિષ્ઠ વિભાગ અધિકારી1
પબ્લિક રિલેશન્સ અધિકારી1
પ્લેસમેન્ટ અધિકારી1
કુલ21

શૈક્ષણિક લાયકાત

ગતિ શક્તિ વિશ્વવિદ્યાલય દ્વારા વિવિધ 17 પોસ્ટ પર ઉમેદવારો પસંદ કરવા માટે વિવિધ શૈક્ષણિક લાયકાતો માંગી છે. માટે ઉમેદવારોએ શૈક્ષણિક લાયકાત વિશે વિગતે જાણવા માટે આ લેખમાં આપેલું નોટિફિકેશન ધ્યાન પૂર્વક વાંચવું.

પગાર ધોરણ

પોસ્ટપગાર ધોરણ (પે મેટ્રિક લેવલ)
મુખ્ય નાણાં અને હિસાબી અધિકારી14
સંયુક્ત કુલ સચિવ13
ડેપ્યુટી કુલ સચિવ12
ડેપ્યુટી ગ્રંથપાલ12
વરિષ્ઠ ટેક્નોલોજી અધિકારી11
વરિષ્ટ હિસાબી અધિકારી11
એક્ઝિક્યુટિવ ઈજનેર (સિવિલ)11
વરિષ્ઠ જાહેર સંબંધો અધિકારી11
સહાયક કુલ સચિવ10
આઈટી અને સિસ્ટમ્સ અધિકારી10
સહાયક નિયામક-શારીરિક શિક્ષણ10
સહાયક ઈજનેર(ઇલેક્ટ્રિકલ)10
સહાયક ગ્રંથપાલ10
સહાયક પ્રોગ્રામર8
વરિષ્ઠ વિભાગ અધિકારી8
પબ્લિક રિલેશન્સ અધિકારી8
પ્લેસમેન્ટ અધિકારી10

વય મર્યાદા

ગતિ શક્તિ વિશ્વવિદ્યાલય દ્વારા વિવિધ 17 પોસ્ટ પર ઉમેદવારો પસંદ કરવા માટે વિવિધ વય મર્યાદા માંગી છે. માટે ઉમેદવારોએ વય મર્યાદા વિશે વિગતે જાણવા માટે આ લેખમાં આપેલું નોટિફિકેશન ધ્યાન પૂર્વક વાંચવું.

અરજી ફી

અનારક્ષિત અને ઓબીસી જગ્યાઓ પર અરજી કરતા ઉમેદવારોએ 1000 રૂપિયા ઉપરાંત જીએસટીની નોન રિફંડેબલ એપ્લિકેશન ફી લાગુ પડશે. બાકીની કેટેગરીના ઉમેદવારોને કોઈ અરજી ફી નથી.

નોટિફિકેશન

ક્યાં અરજી કરવી

વિગતવાર માહિતી અને ઓનલાઈન અરજી ગતિ શક્તિ વિશ્વવિદ્યાલયની વેબસાઈટ gsv.ac.in/careers પર કરવાની રહેશે. ઉમેદાવારોએ 17 ફેબ્રુઆરી 2025 રાત્રે 11.59 વાગ્યા પહેલા અરજી કરવાની રહેશે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ