ગતિ શક્તિ વિશ્વવિદ્યાલય ભરતી : વડોદરામાં પ્રોફેસરની નોકરી મેળવવાની ઉત્તમ તક, અહીં વાંચો સંપૂર્ણ માહિતી

Gati Shakti Vishwavidyalaya recruitment : ગતિ શક્તિ વિશ્વવિદ્યાલય ભરતી અંતર્ગત વિવિધ પ્રોફેસર પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, પગાર ધોરણ, વય મર્યાદા, અરજી કરવાની છેલ્લી તારીખ સહિત મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.

Written by Ankit Patel
March 22, 2025 13:18 IST
ગતિ શક્તિ વિશ્વવિદ્યાલય ભરતી : વડોદરામાં પ્રોફેસરની નોકરી મેળવવાની ઉત્તમ તક, અહીં વાંચો સંપૂર્ણ માહિતી
વડોદરામાં પ્રોફેસરની નોકરી - Photo - freepik

Gati Shakti Vishwavidyalaya recruitment, ગતિ શક્તિ યુનિવર્સિટી ભરતી : વડોદરા સહિત ગુજરાતમાં રહેતા અને સારા પગારની નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે. વડોદરામાં સ્થિત ગતિ શક્તિ વિશ્વવિદ્યાલય દ્વારા વિવિધ પ્રોફેસર પોસ્ટ માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ પોસ્ટ ઉપર સારા ઉમેદવારોને પસંદ કરવા માટે સંસ્થાએ રસ ધરાવતા ઉમેદવારો પાસે ઓનલાઈન અરજીઓ મંગાવી છે.

ગતિ શક્તિ વિશ્વવિદ્યાલય ભરતી અંતર્ગત વિવિધ પ્રોફેસર પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, પગાર ધોરણ, વય મર્યાદા, અરજી કરવાની છેલ્લી તારીખ સહિત મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.

ગતિ શક્તિ વિશ્વવિદ્યાલય ભરતીની મહત્વની માહિતી

સંસ્થાગતિ શક્તિ વિશ્વવિદ્યાલય (GSV)
પોસ્ટપ્રોફેસર,આસિસ્ટન્ટ પ્રોફેસર, એસોસિએટ પ્રોફેસર,
જગ્યા21
એપ્લિકેશન મોડઓનલાઈન
વય મર્યાદા50 વર્ષ સુધી
અરજી કરવાની છેલ્લી તારીખ30 એપ્રિલ 2025
ક્યાં અરજી કરવીhttps://gsv.ac.in/careers/

ગતિ શક્તિ વિશ્વવિદ્યાલય ભરતી પોસ્ટની વિગતો

વિષયપ્રોફેસરએસોસિએટ પ્રોફેસરઆસિસ્ટન્ટ પ્રોફેસર
સિવિલ એન્જિનિયરિંગ111
મિકેનિકલ એન્જિનિયરિંગ010
ઈલેક્ટ્રિકલર એન્જિનિયરિંગ112
કમ્પ્યુયર સાયન્સ અને એન્જિનિયરિંગ110
ઉડ્ડયન122
મેનેજમેન્ટ122
કૂલ597

શૈક્ષણિક લાયકાત

ગતિ શક્તિ યુનિવર્સિટી ભરતી માટે વિવિધ પ્રોફેસર પોસ્ટ માટે કુલ 21 જગ્યાઓ ઉપર ભરતી થઈ રહી છે. આ માટે અરજી કરનાર ઉમેદવારો પાસેથી વિવિધ વિષય માટે અલગ અલગ શૈક્ષણિક લાયકાત માંગી છે. ઉમદેવારોએ વિગતવાર શૈક્ષણિક લાયકાત અંગે જાણવા માટે આપેલી https://gsv.ac.in/careers/invitation-of-applications-to-faculty-positions-2/ લિંક પર મુલાકાત લેવી.

વય મર્યાદા

ગતિ શક્તિ યુનિવર્સિટી ભરતી માટે અરજી કરનાર ઉમેદવારો માટે વય મર્યાાદની વાત કરીએ તો અરજી કરનાર ઉમેદવારની વય મર્યાદા 50 વર્ષ નક્કી કરવામાં આવી છે.

પગાર ધોરણ

પોસ્ટપે સ્કેલ
પ્રોફેસર14
એસો.પ્રોફેસર13A
આસિ. પ્રોફેસર10

અરજી કેવી રીતે કરવી

  • આ ભરતી અંતર્ગત અરજી કરવા માટે ઉમદેવારોએ પહેલા ગતિ શક્તિ વિશ્વવિદ્યાલયની વેબસાઈટ https://gsv.ac.in/ ની મુલાકાત લેવી
  • અહીં કરિયર ઓપ્શન પર જવું જ્યાં વિવિધ પોસ્ટની ભરતી દેખાશે
  • અહીં એપ્લાય નાઉ પર ક્લિક કરવું
  • જ્યાંથી અરજી કરી શકાશે.
  • અરજી ફાઈન સબમિટ કર્યા બાદ પ્રીન્ટ કાઢી લેવી

ભરતીની જાહેરાત

ગુજરાતમાં ચાલતી વિવિધ ભરતીઓ અને કરિયર સંબંધી સમાચાર વિશે વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો

ઉમેદવારોને સૂચન છે કે ગતિ શક્તિ યુનિવર્સિટી ભરતી અંતર્ગત અરજી કરતા પહેલા યુનિવર્સિટીની સત્તાવાર વેબસાઈટ ઉપર ભરતી અંગે આપેલી બધી જ માહિતી ધ્યાન પૂર્વક વાંચી લેવી.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ