General Hospital Mehsana Recruitment 2024, જનરલ હોસ્પિટલ મહેસાણા ભરતી : મહેસાણામાં નોકરી શોધી રહેલા ઉમેદવારોને ઘર આંગણે સારા પગારની નોકરી મેળવવાની સૂવર્ણ તક આવી ગઈ છે. જનરલ હોસ્પિટલ મહેસાણા દ્વારા વિવિધ પોસ્ટ માટે ભરતીની જાહેરાત બહાર પાડી છે. સિવિલ હોસ્પિટલ મહેસાણાએ રસ ધરાવતા અને લાયક ઉમેદવારો પાસે ઓનલાઈન અરજીઓ મંગાવી છે.
જનરલ હોસ્પિટલ મહેસાણા ભરતી માટે પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, નોકરીનો પ્રકાર, અરજી પ્રક્રિયા, અરજી કરવાની છેલ્લી તારીખ સહિત મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.
જનરલ હોસ્પિટલ મહેસાણા ભરતી અંગે મહત્વની માહિતી
| સંસ્થા | જનરલ હોસ્પિટલ, મહેસાણા | 
| પોસ્ટ | વિવિધ | 
| જગ્યા | 3 | 
| નોકરીનો પ્રકાર | કરાર આધારિત | 
| એપ્લિકેશન મોડ | ઓનલાઈન | 
| અરજી કરવાની છેલ્લી તારીખ | 25-11-2025 | 
| ક્યાં અરજી કરવાની? | https://arogyasath.gujarat.gov.in | 
| વધુ માહિતી માટે | generalhospitalmehsana.com | 
જનરલ હોસ્પિટલ મહેસાણા ભરતી પોસ્ટની વિગતો
| પોસ્ટ | જગ્યા | 
| DEIC મેનેજર | 1 | 
| ફિઝિયોથેરાપીસ્ટ, ઓક્યુપેશનલ થેરાપીસ્ટ | 1 | 
| ડેન્ટલ ટેક્નિશિયન | 1 | 
જનરલ હોસ્પિટલ મહેસાણા ભરતી માટે શૈક્ષણિક લાયકાત
DEIC મેનેજર
- શૈક્ષણિક લાયકાત – આરસીઆઈ માન્ય માસ્ટર ઈન ડિસેબિલિટી રિહેબિલિટેશન એડમિનીસ્ટ્રેશન (MDRA), બેચલર ઓફ ફિઝિયોથેરાપી, બેચલર ઈન ઓક્યુપેશનલ થેરાપી, બેચલર ઈન પ્રોસ્ટેટીક એન્ડ ઓર્થોટિક્સ,બીએસસી નર્સિંગ, શૈક્ષણિક લાયકાત અંગે વધુ જાણકારી માટે નોટિફિકેશન વાંચવું
ફિઝિયોથેરાપીસ્ટ, ઓક્યુપેશનલ થેરાપીસ્ટ
- શૈક્ષણિક લાયકાત – ભારતની માન્ય યુનિવર્સિટીમાંથી ફિઝિયોથેરાપીની બેચલર ડિગ્રી હોવી જોઈએ
ડેન્ટલ ટેક્નિશિયન
- શૈક્ષણિક લાયકાત – સરકાર માન્ય સંસ્થા માથી એક અથવા બે વર્ષનો ડેન્ટલ ટેક્નિશિયનનો કોર્ષ કરેલો હોવો જોઈએ.
વય મર્યાદા
જનરલ હોસ્પિટલ મહેસાણા ભરતી માટે અરજી કરના ઉમેદવારની વય મર્યાદાની વાત કરીએ તો ઉમેદવારોની ઉંમર 18 વર્ષથી ઓછી અને 40 વર્ષથી વધારે ન હોવી જોઈએ.
ભરતીની જાહેરાત
ઉમેદવારોએ ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબત
- આ જગ્યા ફક્ત 11 માસના કરાર આધારિત છે. કરાર પૂર્ણ થયેથી જગ્યાનો આપો આપ અંત આવશે. અને પરફોર્મન્સના આધારે કરાર રિન્યુ થશે. કાયમી નોકરી માટે હક્ક દાવો કરી શકાશે નહીં
- ઉમેદવારોએ ફક્ત https://arogyasath.gujarat.gov.in પર મળેલી અરજી જ સ્વીકારવામાં આવશે. રૂબરૂ, પોસ્ટ કે કુરીયર દ્વારા કોઈપણ ફિઝિકલ અરજી સ્વીકારવામાં આવશે નહીં.
- અધુરી વિગતોવાળી અરજી અમાન્ય ગણાશે.
- તમામ અસર ડોક્યુમેન્ટની સુવાચ્ય સ્કેન કોપી ફરજિયાત અપલોડ કરવાની રહેશે.
- તમામ અરજીઓની ચકાસણી બાદ લાયક ઉમેદવારોને મૌખિક ઈન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે.
- સદર ભરતી પ્રક્રિયા સંપૂર્ણ-અંશતઃ રદ કરવાની સત્તા કમિટીની રહેશે.
ઉમેદવારોને સૂચન છે કે જનરલ હોસ્પિટલ મહેસાણામાં અરજી કરતા પહેલા આ લેખમાં આપેલી જાહેરાત ધ્યાન પૂર્વ વાંચી લેવી ત્યારબાદ જ અરજી કરવી.





