Ojas GPSC bharti 2025, ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી 2025 : ગુજરાતમાં રહેતા અને સરકારી નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે. ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા ગુજરાત સરકારના વિવિધ વિભાગોમાં અલગ અલગ પોસ્ટની ભરતીઓ બહાર પાડી છે. આ ભરતી અંતર્ગત ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગમાં મદદનીશ વહીવટ અધિકારી-મદદનીશ વહીવટી સહ હિસાબી અધિકારી, વર્ગ-2 કુલ 04 જગ્યાઓ ભરવા માટે GPSCએ ઉમેદવારો પાસે અરજીઓ મંગાવી છે.
ઓજસ નવી ભરતી અંતર્ગત મદદનીશ વહીવટ અધિકારી વર્ગ-2 પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ સહિતની મહત્વની માહિતી આ લેખમાં આપેલી છે.
ઓજસ નવી ભરતીની મહત્વની માહિતી
| સંસ્થા | ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) |
| વિભાગ | કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ |
| પોસ્ટ | મદદનીશ વહીવટી અધિકારી-મદદનીશ વહીવટી સહ હિસાબી અધિકારી, વર્ગ-2 |
| જગ્યા | 4 |
| એપ્લિકેશન મોડ | ઓનલાઈન |
| વય મર્યાદા | 38 વર્ષથી વધુ નહીં |
| અરજી કરવાની છેલ્લી તારીખ | 13-12-2025 |
| ક્યાં અરજી કરવી | https://ojas.gujarat.gov.in/ |
GPSC ભરતી 2025 અંતર્ગત પોસ્ટની વિગતો
| કેટેગરી | જગ્યા |
| બિનઅનામત | 3 |
| આ.ન.વર્ગ | 0 |
| સા.શૈ.પ.વર્ગ | 1 |
| અનુ.જનજાતિ | 0 |
| કુલ | 4 |
GPSC Bharti 2025 શૈક્ષણિક લાયકાત
- સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી મેળવેલી સ્નાતકની ડિગ્રી
- સરકારમાં મુખ્ય કારકુન, વર્ગ III ના હોદ્દાથી નીચે ન હોય તેવા પદ પર લગભગ ત્રણ વર્ષનો અનુભવ હોવો જોઈએ
- કમ્પ્યુટરના ઉપયોગની પાયાની સમજ જરૂરી
- હિન્દી અને ગુજરાતની બંને ભાષાનું જ્ઞાન હોવું જોઈએ
ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી માટે વય મર્યાદા
GPSC ભરતી 2025 માટે ઉમેદવારોની વય મર્યાદાની વાત કરીએ તો ઉમેદવારની ઉંમર 38 વર્ષથી વધારે ન હોવી જોઈએ. અનામત વર્ગના ઉમેદવારોને સરકારી ધારા ધોરણ પ્રમાણે વય મર્યાદામાં છૂટછાટ મળવા પાત્ર રહેશે.
GPSC recruitment 2025 માટે પગાર ધોરણ
આ પોસ્ટ ઉપર પસંદ પામેલા ઉમદેવારોને પે મેટ્રીક્સ લેવલ 8 પ્રમાણે ₹44,900થી ₹1,42,400 પગાર મળવા પાત્ર રહેશે.
નોટિફિકેશન
આ પણ વાંચોઃ- ગુજરાતમાં ચાલતી વિવિધ ભરતીઓ અને કરિયર સંબંધી સમાચાર વિશે વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો
અરજી કેવી રીતે કરવી?
- ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી અંતર્ગત અરજી કરવા માટે ઉમેદવારોએ પહેલા https://ojas.gujarat.gov.in વેબસાઈટ પર જવાનું રહેશે.
- ત્યારબાદ કરન્ટ એડવર્ટાઈસમેન્ટ પર ક્લિક કરવાથી વિવિધ ભરતીઓ જણાશે
- અહીં GPSC ભરતી ઉપર ક્લિક કરવાથી ગુજરાત જાહેર સેવા આયોગની વિવિધ ભરતીઓ આવશે
- જે તે ભરતી માટે અરજી કરવાની હોય તે ભરતી પર ક્લિક કરવાનું અને એપ્લાય ઓનલાઈન થકી અરજી કરી શકાશે.
- ફાઈનલ સબમીટ બાદ પ્રીન્ટ ચોક્કસ કાઢી લેવી





