GPSC Exam 2025: 11 મે, રવિવારે યોજાનારી પરીક્ષા રાબેતા મજુબ લેવાશે, હસમુખ પટેલે આપી માહિતી

GPSC Exam 2025 : ભારત પાકિસ્તાન સંઘર્ષ વચ્ચે ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા એક નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. જેમાં 11 મે 2025, રવિવારના રોજ લેવાનારી પરીક્ષા યથાવત રહેવાની જાણકારી આપી છે.

Written by Ankit Patel
Updated : May 10, 2025 14:00 IST
GPSC Exam 2025: 11 મે, રવિવારે યોજાનારી પરીક્ષા રાબેતા મજુબ લેવાશે, હસમુખ પટેલે આપી માહિતી
ગુજરાત જાહેર સેવા આયોગ - photo - X @GPSC_OFFICIAL

GPSC Exam 2025 : સંઘર્ષની પરિસ્થિતિ વચ્ચે ભારત અને પાકિસ્તાન બોર્ડ નજીકના રાજ્યોના મોટાભાગના જિલ્લાઓમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાતનો પણ સમાવેશ થાય છે. ક્યાંક સ્કૂલ કોલેજો પણ બંધ રાખવાની ફરજ પડી છે. આવી સ્થિતિ વચ્ચે ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા એક નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. જેમાં 11 મે 2025, રવિવારના રોજ લેવાનારી પરીક્ષા યથાવત રહેવાની જાણકારી આપી છે.

GPSCના ચેરમેન હસમુખ પટેલ જાણકારી આપી

ભારત પાકિસ્તાન વચ્ચે સંઘર્ષની સ્થિતિ વચ્ચે તંત્ર એલર્ટ મોડ પર છે. ત્યારે ગુજરાત જાહેર સેવા આયોગના ચેરમેન હસમુખ પટેલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ ઉપર પોસ્ટ કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા લેવાનારી તારીખ 11 મે 2025 આસિસ્ટન્ટ પર્યાવરણ ઈજનેર (GPCB), વર્ગ -2ની પરીક્ષા રાબેતા મુજબ લેવાશે. જેની તમામ ઉમેદાવરોએ નોંધ લેવી.

ભારત અને પાકિસ્તાન વચ્ચે સ્થિતિ તંગ

અત્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે સંઘર્ષની સ્થિતિ ચાલી રહી છે. પાકિસ્તાન તરફથી હવાઈ હુમલા થઈ રહ્યા છે તો તેનો વળતો જવાબ આપવા માટે ભારતીય સેના પણ કાર્યવાહી કરી રહી છે. પાકિસ્તાની સેના સીમા તરફ આગળ વધી રહી હોવાની માહિતી પણ ભારતીય સેના અને વિદેશ મંત્રાલયની પ્રેસ બ્રીફમાં મળી હતી.

ગુજરાતમાં ચાલતી વિવિધ ભરતીઓ અને કરિયર સંબંધી સમાચાર વિશે વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો

બોર્ડર નજીકથી પસાર થતી ટ્રેનો, ફ્લાઈટોને પણ રદ્દ કરવામાં આવી છે. એરપોર્ટો બંધ કરવામાં આવ્યા છે. બોર્ડર નજીકના ગામોને પણ ખાલી કરાવવાની કામગીરી ચાલી રહી છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ