GPSC Recruitment 2025, ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી : ગુજરાત સરકારમાં નોકરી મેળવવા માટે સ્પર્ધાત્માક પરીક્ષાની તૈયારીઓ કરી રહેલા ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે. ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગમાં ગુજરાત આરોગ્ય સેવા વર્ગ 2 ની વિવિધ પોસ્ટ માટે તાજેતરમાં ભરતી બહાર પાડી હતી. જેની ભરતી પ્રક્રિયા ડિસેમ્બર મહિનામાં પુરી થઈ હતી. જોકે, આ ભરતી માટે સંસ્થા માટે ફરીથી અરજી પ્રક્રિયા શરુ કરવામાં આવી છે.
ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી અંતર્ગત વિવિધ પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયાઅને અરજી કરવાની છેલ્લી તારીખ સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમદેવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.
ગુજરાત જાહેર સેવા આયોગ ભરતીની અગત્યની માહિતી
સંસ્થા | ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) |
પોસ્ટ | વિવિધ |
વિભાગ | આરોગ્ય વિભાગ (ગુજરાત આરોગ્ય સેવા) |
જગ્યા | 2283થી વધુ |
ક્લાસ | વર્ગ-2 અધિકારી |
વય મર્યાદા | વિવિધ |
એપ્લિકેશન મોડ | ઓનલાઈન |
અરજી કરવાની છેલ્લી તારીખ | 7-3-2025 |
ક્યાં અરજી કરવી | https://gpsc.gujarat.gov.in/ |
ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી, પોસ્ટની વિગતો
પોસ્ટ | જગ્યા |
તબીબી અધિકારી, વર્ગ-2 | 1921 |
વીમા તબીબી અધિકારી(એલોપેથીક), વર્ગ-2 | 147+7* |
બાયોકેમેસ્ટ્રીના ટ્યુટર, વર્ગ-2 | 20 |
કોમ્યુનિટી મેડીસીનના ટ્યુટર, વર્ગ-2 | 30 |
ફોરેન્સિક મેડીસીનના ટ્યુટર વર્ગ-2 | 29 |
માઈક્રોબાયોલોજીના ટ્યુટર વર્ગ-2 | 23 |
પેથોલોજીના ટ્યુટર, વર્ગ-2 | 33 |
ફીજીયોલોજીના ટ્યુટર,વર્ગ-2 | 32 |
એનેટોમીના ટ્યુટર, વર્ગ-2 | 25 |
ફાર્માકોલોજીના ટ્યુટર, વર્ગ-2 | 23 |
કુલ | 2283+7* |
શૈક્ષણિક લાયાકાત
ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા આરોગ્ય વિભગની ભરતી મટા વિવિધ ઉમેદવારો માટે વિવિધ શૈક્ષણિક લાયકાત માંગી છે. ઉમેદવારોએ જેતે પોસ્ટની શૈક્ષણિક લાયકાત માટે વધારે માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ લેખમાં આપેલું નોટિફિકેશન વાંચવું.
વય મર્યાદા
આ ભરતી અંતર્ગત અરજી કરનાર ઉમેદવારોની વય મર્યાદા ઓછામાં ઓછી ઉંમર 20 વર્ષ અને વધુમાં વધુ ઉંમર 35 વર્ષ હોવી જોઈએ. અનામત વર્ગને સરકારના ધારા ધોરણ પ્રમાણે વયમર્યાદામાં છૂટછાટ મળવા પાત્ર રહેશે.
પગાર ધોરણ
- ગુજરાત જાહેર સેવા આયોગની આ ભરતી અંતર્ગત પસંદ પામેલા ઉમદેવારોને પે મેટ્રીક્સ લેવલ-9 પ્રમાણે ₹53,100-₹1,67,800 પગાર મળવા પાત્ર રહેશે.
- ગુજરાત સરકારની નોકરીમાં હોય તેવી વ્યક્તિઓનો પગાર ગુજરાત મુલ્કી સેવા નિયમો અનુસાર ઉપયુક્ત પગાર ધોરણમાં નિયત કરવામાં આવશે.
નવું નોટિફિકેશન
અરજી કેવી રીતે કરવી
- અરજી કરવા માટે ગુજરાત જાહેર સેવા આયોગની વેબસાઇટની મુલાકાત લો એટલે કે https://gpsc.gujarat.gov.in/
- Latest Updates વિકલ્પ પર ક્લિક કરો.
- https://gpsc-ojas.gujarat.gov.in/ શોધો અને પછી નવા વપરાશકર્તા વિકલ્પ પર ક્લિક કરો.
- ફોટો અને સહી સાથે પૂછવામાં આવેલી વિગતો યોગ્ય રીતે ભરો
- ફોર્મ સબમિટ કરો અને જો જરૂરી હોય તો અરજી ફી ચૂકવો.
- ભવિષ્યના ઉપયોગ માટે એપ્લિકેશનની પ્રિન્ટઆઉટ લો.
ગુજરાતમાં ચાલતી ભરતીઓ અને કરિયર વિશેની વધુ માહિતી જાણવા માટે અહીં વાંચો.
જૂનું નોટિફિકેશન
ઉમેદવારોને સૂચન છે કે ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી અંતર્ગત પશુચિકિત્સા અધિકારી, વર્ગ-2 માટે અરજી કરતા પહેલા આ લેખમાં આપેલા ભરતીના નોટિફિકેશનને ધ્યાન પૂર્વક વાંચવું.