Talati bharti 2023 : તલાટી કમ મંત્રી ભરતી નિયમો બદલાયા, હવે તલાટી બનવા માટે આટલો અભ્યાસ જરૂરી

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળે તલાટી કમ મંત્રીની પરીક્ષાને લઈ નિયમોમાં ફેરફાર કર્યા છે.જેના પગલે હવે ધોરણ 12 પાસ ઉમેદવારો તલાટી બનવાના સપનાઓ પર પાણી ફરી વળશે.

Written by Ankit Patel
December 12, 2023 15:24 IST
Talati bharti 2023 : તલાટી કમ મંત્રી ભરતી નિયમો બદલાયા, હવે તલાટી બનવા માટે આટલો અભ્યાસ જરૂરી
ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ તલાટી પરીક્ષા

Talati Bharti 2023, GPSSB recruitment : ગુજરાત રાજ્યના તલાટી કમ મંત્રી ભરતી અંગે રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે મોટા સમાચાર આવી ગયા છે. ગુજરાત સરકારમાં તલાટીની ભરતી માટેના નિયમમાં ફેરફાર કરવામાં આવ્યા છે. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળે તલાટી કમ મંત્રીની પરીક્ષાને લઈ નિયમોમાં ફેરફાર કર્યા છે.જેના પગલે હવે ધોરણ 12 પાસ ઉમેદવારો તલાટી બનવાના સપનાઓ પર પાણી ફરી વળશે. હવે ગ્રેજન્યુએશન કરેલા વિદ્યાર્થીઓ જ તલાટીની પરીક્ષા આપી શકશે. ધોરણ 12 પાસ વિદ્યાર્થીઓ તલાટી કમ મંત્રીની પરીક્ષા નહીં આપી શકે.

છેલ્લે તલાટીની પરીક્ષા લાવેઈ હતી?

ઉલ્લેખનીય છે કે ગુજરાત રાજ્યોની પંચાયતોમાં ખાલી પડેલી તલાટીની ભરતી માટે છેલ્લે મે મહિનામાં પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં રાજ્યનાં 2697 કેન્દ્રો પર પરીક્ષા લેવામાં આવી હતી. પાંચ વર્ષ બાદ 3400થી વધુ જગ્યાઓ તલાટી કમ મંત્રીની પરીક્ષા લેવામાં આવી હતી. અંદાજે 8.50 લાખથી વધુ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. રાજ્યમાં શાંતિપૂર્ણ માહોલમાં તલાટીની પરીક્ષા યોજાઈ હતી.

તાજેતરમાં રાજ્યમાં તલાટી કમ મંત્રી અને જુનિયર ક્લાર્કની પરીક્ષા પાસ કરનારા ઉમેદવારોને ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે નિમણૂક પત્ર આપવામાં આવ્યા હતા.જેમાં પંચાયત સેવાના 3014 તલાટી કમ મંત્રીને નોકરી મળશે. સાથે 998 જુનિયર ક્લાર્કને પણ નિમણૂક પત્ર આપવામાં આવ્યા હતા.

તલાટી કમ મંત્રી, જુનિયર ક્લાર્ક સહિત આશરે 4500 ઉમેદવારને નિમણૂક પત્ર આપવામાં આવ્યા હતા. સાથે જ મુખ્યમંત્રીએ નિમણૂક પત્ર લેનાર ઉમેદવારો માટે પીએમ મોદી દ્વારા અપાયેલા સંદેશને વાંચીને સંભળાવ્યો હતો. કાર્યક્રમમાં મુખ્યમંત્રી, પંચાયત વિભાગના મંત્રી અને અધિકારીઓ હાજર રહ્યા હતા.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ