GPSSB recruitment 2025, Gujarat Panchayat Seva Recruitment, ગુજરાત પંચાયત સેવા ભરતી :ગુજરાતમાં સરકારી નોકરી માટે રાહ જોઈને બેઠેલા ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા રાજ્યભરમાં ટ્રેસરની પોસ્ટ માટે ભરતી બહાર પાડી છે. આ પોસ્ટની કુલ 245 જગ્યાઓ ઉપર ઉમેદવારો પસંદ કરવા માટે સંસ્થાએ ઓનલાઈન અરજીઓ મંગાવી છે.
ગુજરાત પંચાયત સેવા ભરતી અંતર્ગત ટ્રેસર પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ સહિતની અગત્યની માહિતી જાણવા માટે ઉમદેવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.
ગુજરાત પંચાયત સેવા ભરતીની મહત્વની માહિતી
| સંસ્થા | ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ (GPSSB) |
| પોસ્ટ | ટ્રેસર |
| જગ્યા | 245 |
| નોકરીનું સ્થળ | સમગ્ર ગુજરાત |
| વય મર્યાદા | 33 વર્ષથી વધુ નહીં |
| અરજી કરવાની છેલ્લી તારીખ | 10-6-2025 |
| ક્યાં અરજી કરવી | https://ojas.gujarat.gov.in |
ગુજરાત પંચાયત સેવા ભરતી માટે પોસ્ટની વિગતો
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા રાજ્યભરમાં ટ્રેસર વર્ગ-3ની કૂલ 245 જગ્યાઓ ભરવા માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. નીચે આપેલા કોષ્ટકમાં જોઈએ કયા જિલ્લામાં કેટલી જગ્યાઓ ભરાશે.
| જિલ્લો | જગ્યા |
| અમદાવાદ | 10 |
| અમરેલી | 7 |
| આણંદ | 4 |
| અરવલ્લી | 9 |
| બનાસકાંઠા | 17 |
| ભરૂચ | 10 |
| ભાવનગર | 13 |
| બોટાદ | 1 |
| છોટાઉદેપુર | 6 |
| દાહોદ | 4 |
| દેવભૂમિ દ્વારકા | 4 |
| ડાંગ | 7 |
| ગાંધીનગર | 6 |
| ગીર સોમનાથ | 7 |
| જામનગર | 5 |
| જૂનાગઢ | 15 |
| કચ્છ | 12 |
| ખેડા | 3 |
| મહિસાગર | 1 |
| મહેસાણા | 7 |
| મોરબી | 3 |
| નર્મદા | 2 |
| નવસારી | 4 |
| પંચમહાલ | 1 |
| પાટણ | 7 |
| પોરબંદર | 5 |
| રાજકોટ | 15 |
| સાબરકાંઠા | 11 |
| સુરત | 8 |
| સુરેન્દ્રનગર | 15 |
| તાપી | 8 |
| વડોદરા | 5 |
| વલસાડ | 9 |
| કુલ | 245 |
ગુજરાત પંચાયત સેવા ભરતી માટે શૈક્ષણિક લાયકાત
- સરકાર દ્વારા સ્થાપિત કોઈપણ ઔદ્યોગિક સંસ્થામાંથી મેળવેલ સિવિલ ડ્રાફ્ટ્સમેનમાં ઓછામાં ઓછા બે વર્ષનું પ્રમાણપત્ર
- કમ્પ્યુટર એપ્લિકેશનનું મૂળભૂત જ્ઞાન
- ગુજરાતી અથવા હિન્દી અથવા બંનેનું પૂરતું જ્ઞાન
વય મર્યાદા
આ ભરતી અંતર્ગત અરજી કરનાર ઉમેદવારની ઉંમર 33 વર્ષથી વધારે ન હોવી જોઈએ. આ ઉપરાંત અનામત વર્ગના ઉમેદવારોને સરકારના નિયમ પ્રમાણે છૂટછાટ મળવા પાત્ર રહેશે. વધારે માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ લેખમાં આપેલું નોટિફિકેશન વાંચવું.
ગુજરાત પંચાયત ભરતી માટે પગાર ધોરણ
ગુજરાત પંચાયત સેવા ભરતી અંતર્ગત ટ્રેસર પોસ્ટ ઉપર પસંદ પામેલા ઉમેદવારોને પહેલા પાંચ વર્ષ માટે ₹26000 ફિક્સ પગાર મળશે. ત્યારબાદ પાંચ વર્ષ સંતોષકારક કામગીરી કર્યા બાદ સાતમા પગારપંચ મુજબ પે મેટ્રિક લેવલ 2 મુજબર ₹19900-₹63200 ના પગાર ધોરણમાં નિયમાનુસાર નિયમિત નિમણૂંક મળવા પાત્ર રહેશે.
ગુજરાતમાં ચાલતી વિવિધ ભરતીઓ અને કરિયર સંબંધી સમાચાર વિશે વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો
નોટિફિકેશન
અરજી કેવી રીતે કરવી?
- ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ભરતી અંતર્ગત અરજી કરવા માટે ઉમેદવારોએ https://ojas.gujarat.gov.in/ ઉપર જવું
- અહીં કરન્ટ એડવર્ટાઈજમેન્ટ પર ક્લિક કરવું
- અહીં વિવિધ ભરતીની વિગતો દેખાશે
- જેતે પોસ્ટ માટે અરજી કરવાની હોય ત્યાં સામે આપેલા એપ્લાય નાઉ પર ક્લિક કરવું
- અહીં માંગેલી માહિતી ભરીને ઓનલાઈન અરજી કરી શકાય.





