GSEB 10th Result 2025: આજે સવારે 8 વાગ્યે આવશે ગુજરાત બોર્ડ ધો-10નું પરિણામ, આ રીતે ચેક કરો

GSEB 10th Result 2025: ધોરણ-10 અને સંસ્કૃત પ્રથમાની પરીક્ષાનું પરિણામ આવતીકાલે એટલે તારિખ 08/05/2025 ને ગુરુવારના રોજ સવારે 08:00 કલાકે જાહેર કરવામાં આવશે.

Written by Rakesh Parmar
Updated : May 08, 2025 07:01 IST
GSEB 10th Result 2025: આજે સવારે 8 વાગ્યે આવશે ગુજરાત બોર્ડ ધો-10નું પરિણામ, આ રીતે ચેક કરો
આવતીકાલે સવારે ધોરણ 10નું પરિણામ જાહેર થશે. (Express photo by Gurmeet Singh)

GSEB 10th Result 2025: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના બોર્ડની ફેબ્રુઆરી-માર્ચ 2025 માં યોજાયેલ ધોરણ-10 અને સંસ્કૃત પ્રથમાની પરીક્ષાનું પરિણામ આજે તારીખ 08/05/2025 ને ગુરુવારના રોજ સવારે 08:00 કલાકે જાહેર કરવામાં આવશે.

તમને જણાવી દઈએ કે, વિદ્યાર્થીઓ તેઓનું પરિણામ બોર્ડની વેબસાઇટ www.gseb.org પર પોતાનો બેઠક ક્રમાંક (Seat Number) Enter કરી મેળવી શકશે. આ ઉપરાંત વોટ્સએપ નંબર 6357300971 પર પણ પોતાનો સીટ નંબર સેન્ડ કરીને રિઝર્લ્ટ જાણી શકશે.

આ અંગે રાજ્યના શિક્ષણ મંત્રી કુંભાર ડિંડોરે એક ટ્વીટ કરીને જાણકારી આપી છે. તેમણે પોતાના એક્સ હેન્ડલ દ્વારા ટ્વીટ કર્યું હતું જેમાં તેમણે લખ્યું હતું કે,”ફેબ્રુઆરી-માર્ચ 2025 માં યોજાયેલ ધોરણ-10 અને સંસ્કૃત પ્રથમાની પરીક્ષાનું પરિણામ તા.08/05/2025 ના રોજ સવારે 08.00 કલાકે જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થીઓ તેઓનું પરિણામ બોર્ડની વેબસાઇટ http://gseb.org પર પોતાનો બેઠક ક્રમાંક (Seat Number) એન્ટર કરી મેળવી શકશે.

વિદ્યાર્થીઓ ગુજરાત બોર્ડનું પરિણામ 2025 સત્તાવાર વેબસાઇટ gseb.org પર જોઇ શકાશે. બે દિવસ પહેલા ગુજરાતમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થયું હતું. ગુજરાત શિક્ષણ બોર્ડે વિજ્ઞાન પ્રવાહનું 83.51 ટકા પરિણામ અને સામાન્ય પ્રવાહનું 93.07 ટકા પરિણામ જાહેર કર્યું હતું.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ