GSEB Gujarat Board 12th Result 2023 Live Updates: ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષામાં નિયમિત ઉમેદવારોનું 73.27 ટકા પરિણામ આવ્યું છે. ગુજરાતમાં દાહોદ જિલ્લાનું સૌથી ઓછું 54.67 ટકા પરિણામ આવ્યું છે જ્યારે કચ્છ જિલ્લાનું સૌથી વધુ 84.59 ટકા પરિણામ આવ્યું છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહનું ગયા વર્ષ કરતા 13.64 ટકા ઓછું પરિણામ આવ્યું છે. ગયા વર્ષે 86.91 ટકા પરિણામ આવ્યું હતું. 6357300971 વ્હોટ્સએપ નંબર પર બેઠક ક્રમાંક મોકલીને પણ પરિણામ જાણી શકાશે. સત્તાવાર વેબસાઇટ www.gseb.org/ પર રિઝલ્ટ મુકાયું છે.
સૌથી વધારે અને સૌથી ઓછું પરિણામ ધરાવતા જિલ્લા
- કચ્છ જિલ્લો સૌથી વધારે 84.59 ટકા પરિણામ
- દાહોદ જિલ્લો સૌથી ઓછું 54.67 ટકા પરિણામ
ગુજરાતના તમામ જિલ્લાઓનું કેટલા ટકા પરિણામ
| જિલ્લાનું નામ | પરિણામ – ટકામાં |
| અમદાવાદ શહેર | 66.83 |
| અમદાવાદ ગ્રામ્ય | 71.15 |
| અમરેલી | 76.54 |
| કચ્છ-ભૂજ | 84.59 |
| ખેડા | 67.75 |
| જામનગર | 80.28 |
| જૂનાગઢ | 67.66 |
| ડાંગ | 82.13 |
| પંચમહાલ | 64.67 |
| બનાસકાંઠા | 79.38 |
| ભરૂચ | 75.50 |
| ભાવનગર | 81.13 |
| મહેસાણા | 76.64 |
| રાજકોટ | 79.94 |
| વડોદરા | 67.19 |
| વલસાડ | 63.16 |
| સાબરકાંઠા | 68.17 |
| સુરત | 80.78 |
| સુરેન્દ્રનગર | 81.11 |
| સેન્ટ્રલ એડમિન | 60.59 |
| આણંદ | 71.05 |
| પાટણ | 77.00 |
| નવસારી | 72.67 |
| દાહોદ | 54.67 |
| પોરબંદર | 74.60 |
| તાપી | 72.30 |
| અરવલ્લી | 68.34 |
| બોટાદ | 84.12 |
| છોટા ઉદેપુર | 69.18 |
| દેવીભૂમિ દ્વારકા | 80.90 |
| મહિસાગર | 70.17 |
| મોરબી | 83.34 |
| સેન્ટ્રલ એડમિન દિવ | 64.81 |
| નર્મદા | 58.02 |
| ગાંધીનગર | 84,60 |
| ગીર સોમનાથ | 69.84 |
ગુજરાત બોર્ડ ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 73.27 ટકા પરિણામ
ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષામાં નિયમિત ઉમેદવારોનું 73.27 ટકા પરિણામ આવ્યું છે. આમ 4,77,392 પરીક્ષામાં હાજર વિદ્યાર્થીઓમાંથી 3,49,792 વિદ્યાર્થીઓ પાસ થયા છે. જ્યારે અગાઉના વર્ષમાં પાસ ન થયા હોય તેવા રિપિટર 29,974 ઉમેદવારો પૈકી 28,321 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. જેમાંથી 11,205 ઉમેદવારો પાસ થવામાં સફળ રહ્યા હતા. આમ રિપિટર ઉમેદવારોનું પરિણામ 39.56 ટકા આવ્યું છે. ગુજરાતમાં દાહોદ જિલ્લાનું સૌથી ઓછું 54.67 ટકા પરિણામ આવ્યું છે જ્યારે કચ્છ જિલ્લાનું સૌથી વધુ 84.59 ટકા પરિણામ આવ્યું છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહનું ગયા વર્ષ કરતા 13.64 ટકા ઓછું પરિણામ આવ્યું છે.





