GSEB Gujarat Board 10th Result 2024 : ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થઈ ગયું છે ત્યારે હવે ધોરણ 10ના પરિણામ અંગે મોટું અપડેટ સામે આવ્યું છે. મળતી માહિતી પ્રમાણે ધોરણ 10નું પરિણામ આગામી 11 મેના રોજ જાહેર થશે. માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઈટ ઉપર સવારે આઠ વાગ્યે રિઝલ્ટ જાહેર થશે.
ગત વર્ષે 14 માર્ચથી 28 માર્ચ દરમિયાન લેવાયેલી પરીક્ષાનું પરિણામ 25 મેના રોજ જાહેર કરવામાં આવ્યું હતું અને તે પહેલા 28 માર્ચથી 9 એપ્રિલ દરમિયાન લેવાયેલી પરીક્ષાનું પરિણામ 6 જૂને જાહેર કરવામાં આવ્યું હતું.
9 લાખથી વધારે વિદ્યાર્થીઓએ આપી હતી પરીક્ષા
ઉલ્લેખનીય છે કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10ની પરીક્ષા 11 માર્ચથી 22 માર્ચ દરમિયાન લેવામાં આવી હતી. આ વખતે માર્ચમાં લેવાયેલી ગુજરાત બોર્ડની પરીક્ષામાં ધોરણ 10ના 9,17,687 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
આ પણ વાંચોઃ- GSEB HSC Results 2024 : ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું 82.45 ટકા પરિણામ જાહેર, મોરબી જિલ્લાએ બાજી મારી
Gujarat Board 10th Result Direct Link : પરિણામો કેવી રીતે જોવું
ગુજરાત બોર્ડનું પરિણામ 2024 જોવા માટે, વિદ્યાર્થીઓએ સત્તાવાર વેબસાઇટ (bseb.org) ની મુલાકાત લેવી પડશે અને તેમનો રોલ નંબર/રજીસ્ટ્રેશન નંબર દાખલ કરીને લોગ ઇન કરવું પડશે. બોર્ડ દ્વારા અસલ માર્કશીટ અને પ્રમાણપત્ર આપવામાં ન આવે ત્યાં સુધી ઉમેદવારોએ ભવિષ્યની જરૂરિયાત માટે આ માર્કશીટ ડાઉનલોડ કરીને તેમની પાસે રાખવાની રહેશે. અમે વિદ્યાર્થીઓને સલાહ આપીએ છીએ કે નવા અપડેટ્સ માટે સત્તાવાર વેબસાઇટની સૂચનાઓ તપાસતા રહે.
આ પણ વાંચોઃ- ગુજરાત બોર્ડ, ધોરણ 12 સામાન્ય પ્રવાહ પરિણામ 2024 91.93 ટકા : ગત વર્ષ કરતા 18.66 ટકા વધુ પરિણામ
GSEB SSC Result : 2024 કેવી રીતે ચેક કરવું.
- સૌથી પહેલા ઓફિશિયલ વેબસાઈટ gseb.org પર જાઓ
- વિદ્યાર્થીઓ તેમના સીટ નંબરનો ઉપયોગ કરીને લોગીન કરી શકે છે.
- હવે GSEB પરિણામ 2024 લિંક પર ક્લિક કરો
- હોલ ટિકિટ પર SSC સીટ નંબરનો ઉપયોગ કરીને લોગિન કરો
- હવે GSEB ની માર્કશીટ તમારી સામે હશે
- ગુજરાત SSC માર્કશીટ ડાઉનલોડ કરો અને ભવિષ્યની જરૂરિયાત માટે રાખો.