ધોરણ 10 પરિણામ 2023 : કયા જિલ્લામાં કેટલું પરિણામ? 6111 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો, છોકરાઓ કરતા છોકરીઓ આગળ

GSEB SSC Result 2023 Live, (ધોરણ 10 પરિણામ તારીખ): ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10નું પરિણામ (10th Result 2023) જાહેર કરાયું છે. ધો.10નું પરિણામ તમે અહીં ઓનલાઇન જાણી શકો છો. ગુજરાત બોર્ડ દ્વારા પરિણામ gseb.org વેબ સાઇટ પર મુકવામાં આવ્યું છે. તમે અહીં એક ક્લિક પર પરિણામ જાણી શકો છે.

Written by Kiran Mehta
Updated : May 25, 2023 13:57 IST
ધોરણ 10 પરિણામ 2023 : કયા જિલ્લામાં કેટલું પરિણામ? 6111 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો, છોકરાઓ કરતા છોકરીઓ આગળ
ધોરણ 10 પરિણામ 2023

GSEB SSC 10th Result 2023 : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા એસએસસી ધોરણ 10નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાત રાજ્યમાં કુલ 64.62 ટકા પરિણામ નોંધાયું છે. તેમાં સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો સુરત નોંધાયો છે, જ્યારે સૌથી ઓછુ પરણામ ધરાવતો જિલ્લો દાહોદ નોંધાયો છે. ગત વર્ષે 2022માં પણ સૌથી વધુ પરિણામ ધરાવતા જિલ્લામાં સુરતે બાજી મારી હતી, જ્યારે સૌથી ઓછુ પરિણામ ધરાવતો જિલ્લો પાટણ નોંધાયો હતા. સૌથી વધુ પરિણામ ધરાવતા કેન્દ્રમાં બનાસકાંઠાના કુંભારીયા કેન્દ્રએ બાજી મારી છે, જ્યારે સૌથી ઓછુ પરિણામ ધરાવતા કેન્દ્રમાં નર્મદા જિલ્લાનું ઉતાવળી કેન્દ્ર નોંધાયું હતું.

ધોરણ 10 પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ કેટલા હતા

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2023માં લેવામાં આવેલી એસએસસી ધોરણ 10ની પરીક્ષામાં ઉપસ્થિત નિયમિત વિદ્યાર્થીઓની સંખ્યા 734898 હતી, જ્યારે પુનરાવર્તિત વિદ્યાર્થીઓની સંખ્યા 158623 હતી.

સૌથી વધુ અને સૌથી ઓછુ પરિણામ ધરાવતો જિલ્લો

ધોરણ 10 એસએસસીની પરીક્ષાનું પરિણામ જાહેર થઈ ગયું છે. જેમાં સુરત જિલ્લો 76.45 ટકા પરિણામ સાથે સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો નોંધાયો છે. જ્યારે 40.75 ટકા પરિણામ સાથે દાહોદ જિલ્લો સૌથી ઓછુ પરિણામ ધરાવતો જિલ્લો નોંધાયો છે.

સૌથી વધુ અને સૌથી ઓછુ પરિણામ ધરાવતું કેન્દ્ર

ધોરણ 10 પરિણામ જાહેર થતા ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી જાહેર માહિતી અનુસાર, 95.92 ટકા સાથે કુંભારીયા કેન્દ્ર (જી.બનાસકાંઠા) સૌથી વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર બન્યું છે. જ્યારે 11.94 ટકા સાથે ઉતાવળી (જી. નર્મદા) કેન્દ્ર સૌથી ઓછુ પરિણામ ધરાવતું કેન્દ્ર નોંધાયું છે.

કયા જિલ્લામાં કેટલું પરિણામ

ધોરણ 10 જિલ્લા પ્રમાણે પરિણામ – 2023

છોકરાઓ કરતા છોકરીઓ આગળ

ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ જાહેર થઈ ગયું છે, જેમાં 399267 વિદ્યાર્થી અને 335630 વિદ્યાર્થીનીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી 237865 (59.58) વિદ્યાર્થીઓ પરીક્ષામાં પાસ થયા છે, જ્યારે 237028 (70.62) વિદ્યાર્થીનીઓ પાસ થઈ છે.

ધોરણ 10 પરિણામની તમામ માહિતી

ગેરરીતિના કેસ કેટલા નોંધાયા હતા

ગુજરાત બોર્ડ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, ગેરરિતીના 30 કેસ નોંધાયા હતા. જ્યારે સીસીટીવી ફૂટેજના અનુસંધાને નોંધાયેલ ગેરરીતિના કેસ 681 નોંધાયા છે, જેમનું પરિણામ તપાસ ન થાય ત્યાં સુધી અનામત રાખવામાં આવ્યું છે.

અંગ્રેજી, ગુજરાતી અને હિન્દી માધ્યમનું પરિણામ

ધોરણ 10માં અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓનું 81.90 ટકા સાથે પરિણામ ઊંચુ આવ્યું છે. જ્યારે ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓનું 62.11 ટકા સાથે નીચું રહ્યું છે, જ્યારે હિન્દી માધ્યમના વિદ્યાઓનું પરિણામ 64.67 નોંધાયું છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ