GSRTC Bharti 2024, ગુજરાત એસટી ભરતી, રાજકોટમાં ધો. 10 પાસ ઉમેદવારો માટે નોકરીની સુવર્ણ તક, અહીં વાંચો સંપૂર્ણ માહિતી

GSRTC Bharti 2024, ગુજરાત એસટી ભરતી : રાજકોટમાં રહેતા અને નોકરીની શોધમાં રહેતા ઉમેદવારો માટે ગુજરાત એસટી રાજકોટ ડિવિઝનમાં એપ્રેન્ટીસની સારી તક આવી ગઈ છે. અહીં ભરતી અંગે સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે.

Written by Ankit Patel
June 14, 2024 14:25 IST
GSRTC Bharti 2024, ગુજરાત એસટી ભરતી, રાજકોટમાં ધો. 10 પાસ ઉમેદવારો માટે નોકરીની સુવર્ણ તક, અહીં વાંચો સંપૂર્ણ માહિતી
ગુજરાત એસટી ભરતી, રાજકોટ ડિવિઝન - Photo - Facebook

GSRTC Bharti 2024, ગુજરાત એસટી ભરતી : ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ એટલે કે ગુજરાત એસટી વિભાગમાં નોકરી મેળવવા ઈચ્છા ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા રાજકોટ ડિવિઝન માટે વિવિધ એપ્રેન્ટીસની ભરતી અંગે જાહેરાત બહાર પાડી છે. ગુજરાત એસટી ભરતી અંતર્ગત ડીઝલ મીકેનીક,મોટર મીકેનીક, વેલ્ડર(ગેસ & ઇલેક્ટ્રિક),ઇલેક્ટ્રીશિયન, કોપા, ડીગ્રી-મીકેનીકલ એન્જીનિયર ટ્રેડ માટે ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવી છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારોએ ઓનલાઈન અને ઓફલાઈન અરજી કરી શકશે.

ગુજરાત એસટી રાજકોટ ભરતી માટે શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, અરજી પ્રક્રિયા, અરજી ફી, ભરતી પ્રક્રિયા, પોસ્ટની વિગતો સહિત મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આપેલા સમાચારને અંત સુધી ચોક્કસ વાંચવા જોઈએ.

ગુજરાત એસટી ભરતી મહત્વની માહિતી

સંસ્થાગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ, રાજકોટ ડિવિઝન
પોસ્ટ એપ્રેન્ટીસ
જગ્યાનોટિફિકેશનમાં ઉલ્લેખન નથી
અરજી કરવાની છેલ્લી તારીખ 25 જૂન 2024
શૈક્ષણિક લાયકાતધો. 10, 12, ITI, એન્જીનિયરિંગ
એપ્લિકેશન મેથડઓનલાઈન અને ઓફલાઈન
સત્તાવાર વેબસાઇટwww.apprenticeship.gov.in અને http://www.mhrdnats.gov.in

ગુજરાત એસટી ભરતી, કઈ કઈ પોસ્ટ માટે ભરતી થશે?

  • ડીઝલ મીકેનીક
  • મોટર મીકેનીક
  • વેલ્ડર(ગેસ & ઇલેક્ટ્રિક)
  • ઇલેક્ટ્રીશિયન
  • કોપા
  • ડીગ્રી-મીકેનીકલ એન્જી

ગુજરાત એસટી ભરતી માટે શૈક્ષણિક લાયકાત

  • ગુજરાત એસટી રાજકોટ ભરતી માટે શૈક્ષણિક લાયકાત અંગે વાત કરીએ તો નોટિફિકેશનમાં જણાવ્યા પ્રમાણે ડીઝલ મિકેનિકલ, મોટર મિકેનિકલ, વેલ્ડર (ગેસ એન્ડ ઇલેક્ટ્રિક) અને ઇલેક્ટ્રીશનિય માટે ધોરણ 10 પાસની સાથે આઈટીઆઈટ કરેલું હોવું જોઈએ
  • જ્યારે કોપ માટે ધોરણ 12 પાસ અને આઈટીઆઈ કરેલું હોવું જોઈએ
  • આ ઉપરાંત મિકેનિકલ એન્જીનિયર માટે મિકેનિકલ એન્જીનિયરની ડિગ્રી હોવી જોઈએ. (2020 કે ત્યારબાદ પાસ આઉટ થયેલા વિદ્યાર્થીઓ અરજી કરી શકશે.)

આ પણ વાંચોઃ- બેંક ઓફ બરોડા ભરતી 2024: બેંક ઓફ બરોડામાં બમ્પર ભરતી, પગારથી લઈને છેલ્લી તારીખ સુધી અહીં વાંચો સંપૂર્ણ માહિતી

ગુજરાત એસટી ભરતી કેવી રીતે અરજી કરવી?

  • ગુજરાત એસટી, રાજકોટ ડિવિઝનની ભરતીની જાહેરાત પ્રમાણે ડીઝલ મિકેનિકલ, મોટર મિકેનિકલ, વેલ્ડર (ગેસ એન્ડ ઇલેક્ટ્રિક) અને ઇલેક્ટ્રીશનિય અને કોપા માટે અરજી કરવા ઈચ્છતા ઉમેદવારોએ http://apprenticeshipindia.gov.in વેબસાઈટ પર ESTABLISHMENT પર જઈ GSRTC-RAJKOT સર્ચ કરી ઓનલાઈન એપ્લાય કરી શકશે
  • જ્યારે મિકેનિકલ એન્જીનિયર માટે અરજી કરવા ઈચ્છતા ઉમેદવારોએ http://www.mhrdnats.gov.in ઉપર રજીસ્ટ્રેશન કરી તેની હાર્ડ કોપી સાથે ઉપરોક્ત સરનામે મહેકમ શાખા ખાતેથી ફોર્મ મેળવીને તા.25-6-2024 સુધીમાં જમા કરાવવાનું રહેશે.

આ પણ વાંચોઃ- રાજકોટ મહાનગરપાલિકા ભરતી : એન્જીનિયર યુવાનો માટે રાજકોટમાં નોકરીની સુવર્ણ તક, અહીં વાંચો તમામ માહિતી

ગુજરાત એસટી રાજકોટ ભરતી નોટિફિકેશન

ગુજરાત એસટી રાજકોટ ભરતી માટે શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, અરજી પ્રક્રિયા, અરજી ફી, ભરતી પ્રક્રિયા, પોસ્ટની વિગતો સહિત મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આપેલું સત્તાવાર નોટિફિકેશન ચોક્કસ વાંચવું.

અરજી કરવાનું સરનામું

ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર નિગમ રાજકોટ વિભાગ,વિભાગીય કચેરી, ગોંડલ રોડ, રાજકોટ – 360004

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ