ગુજરાત ST ભરતી : ITI પાસ ઉમેદવારો માટે રાજકોટમાં નોકરી મેળવવાની તક, અહીં વાંચો બધી માહિતી

GSRTC recruitment 2025 Rajkot job : GSRTC રાજકોટ ભરતી અંતર્ગત વિવિધ ટ્રેડ એપ્રેન્ટીસની વિગતો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદા, અરજી પ્રક્રિયા, પસંદગી પદ્ધતિ, અરજી કરવાની છેલ્લી તારીખ સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.

Written by Ankit Patel
March 18, 2025 08:11 IST
ગુજરાત ST ભરતી : ITI પાસ ઉમેદવારો માટે રાજકોટમાં નોકરી મેળવવાની તક, અહીં વાંચો બધી માહિતી
ગુજરાત ST ભરતી, રાજકોટમાં એપ્રેન્ટીસ - photo - Social media

GSRTC Recruitment 2025, GSRTC રાજકોટ ભરતી 2025: રાજકોટમાં રહેતા અને નોકરી શોધી રહેલા ધોરણ 10- ધોરણ 12 અને ITI પાસ ઉમેદવારો માટે ઘર આંગણે જ નોકરી મેળવવાની તક આવી ગઈ છે. ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (GSRTC) રાજકોટ વિભાગ અથવા રાજકોટ વિભાગ વિવિધ કેન્દ્ર દ્વારા એપ્રેન્ટીસ એક્ટ 1961 ડીઝલ મિકેનિકલ, મોટર મિકેનિકલ, વેલ્ડર અથવા વિવિધ ટ્રેડ હેઠળ જાહેરખબર પ્રકાશિત કરી છે. આ પોસ્ટ માટે ઉમેદવારો પસંદ કરવા માટે ગુજરાત એસટી રાજકોટ વિભાગે ઉમેદવારો પાસે અરજીઓ મંગાવી છે.લાયક ઉમેદવાર સત્તાવાર સૂચના વાંચો અને અરજી કરો.

GSRTC રાજકોટ ભરતી અંતર્ગત વિવિધ ટ્રેડ એપ્રેન્ટીસની વિગતો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદા, અરજી પ્રક્રિયા, પસંદગી પદ્ધતિ, અરજી કરવાની છેલ્લી તારીખ સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.

GSRTC રાજકોટ ભરતી 2025 ની મહત્વની માહિતી

સંસ્થાગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (GSRTC)
ડિવિઝનરાજકોટ
પોસ્ટએપ્રેન્ટિસ
જગ્યાજાહેરાતમાં ઉલ્લેખ નથી
એપ્લિકેશન મોડઓફલાઈન
અરજી કરવાની છેલ્લી તારીખ5-4-2025
ક્યાં રજીસ્ટ્રેશન કરવુંhttp://apprenticeshipindia.gov.in
અરજી ક્યાં મોકલવીનીચે આપેલા સરનામા પર

GSRTC રાજકોટ ભરતી 2025 પોસ્ટની વિગતો

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ, રાજકોટ તથા રાજકોટ વિભાગના જુદા જુદા કેન્દ્રો ખાતે એપ્રેન્ટીસ એક્ટ 1961 હેઠળ નીચે આપેલા ટ્રેડમાં એપ્રેન્ટીસની જગ્યાઓ ભરવાની છે.

  • ડીઝલ મિકેનિક
  • મોટર મિકેનિક
  • વેલ્ડર (ગેસ અને ઇલેક્ટ્રિકલ)
  • ઇલેક્ટ્રિશિયનફિટર
  • COPA

ગુજરાત ST, રાજકોટ ભરતી શૈક્ષણિક લાયકાત

ટ્રેડશૈક્ષણિક લાયકાત
ડીઝલ મિકેનિક10મું પાસ + ITI પાસ
મોટર મિકેનિક10મું પાસ + ITI પાસ
વેલ્ડર (ગેસ અને ઇલેક્ટ્રિકલ)10મું પાસ + ITI પાસ
ઇલેક્ટ્રિશિયન10મું પાસ + ITI પાસ
ફિટર10મું પાસ + ITI પાસ
COPA12મું પાસ + ITI પાસ (NCVT/GCVT)

સ્ટાઈપેન્ડ

આ પોસ્ટ ઉપર પસંદ પામેલા ઉમેદવારોને સંસ્થા દ્વારા નક્કી કરવામાં આવેલા ધારાધોરણ પ્રમાણે સ્ટાઈપેન્ડ મળવાપાત્ર રહેશે.

અરજી કેવી રીતે કરવી?

  • એપ્રેન્ટિસશિપ રજીસ્ટ્રેશન માટે www.apprenticeshipindia.gov.in.વેબસાઈટ ઉપર જાઓ
  • એપ્રેન્ટિસશિપ પોર્ટલ પર નોંધણી/લોગિન કરો.
  • Establishmentમાં GSRTC રાજકોટ શોધો
  • વ્યક્તિગત, શૈક્ષણિક અને ટ્રેડની વિગતો સાથે અરજી ફોર્મ ભરો.
  • 4લી એપ્રિલ 2025 પહેલા ઓનલાઈન અરજી સબમિટ કરો.
  • સબમીટ કરેલી અરજીની પ્રીન્ટ આઉટ કાઢી લો

અરજી કરવાનું સરનામું

  • એપ્રેન્ટિસશીપની વેબસાઈટ ઉપર ઓનલાઈન એપ્લાય કરી તેની હાર્ડ કોપી સાથે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ, રાજકોટ વિભાગ, વિભાગીય કચેરી, ગોંડલ રોડ, રાજકોટ 360004, સરનામે મહેકમ શાખા ખાતે મોકલી આપવાની રહેશે.
  • અરજી 5-4-2025 છેલ્લી તારીખ સુધી સવારે 11 વાગ્યાથી 2 વાગ્યા વચ્ચે જાહેર રજા સિવાય ફોર્મ મેળવીને 5-4-2025 સુધીમાં જમા કરવાનું રહેશે.

નોટિફિકેશન

  • ગુજરાતમાં ચાલતી વિવિધ ભરતીઓ અને કરિયર સંબંધી સમાચાર વિશે વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો

મહત્વપૂર્ણ નોંધ: અરજી કરતા પહેલા કૃપા કરીને ઇચ્છનીય લાયકાત, અનુભવ, ઉંમરમાં છૂટછાટ, જોબ પ્રોફાઇલ અથવા અન્ય નિયમો અને શરતો માટે અધિકૃત જાહેરાત વાંચો.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ