GSSSB mahesul talati exam date : ગુજરાત સરકારમાં મહેસૂલ તલાટીની નોકરી માટે ફોર્મ ભર્યું છે એવા ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા મહેસૂલ વિભાગ હસ્તકના મહેસૂલ તલાટીની કુલ 2389 જગ્યાઓ માટે અરજી પ્રક્રિયા પૂર્ણ કરી હતી. GSSSB દ્વારા મહેસૂલ તલાટીની પ્રાથમિક પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે. આગામી 14 સપ્ટેમ્બર 2025ના રોજ આ પરીક્ષા લેવાશે.
પરીક્ષાની માહિતી
પરીક્ષાનો પ્રકાર | પરીક્ષાની તારીખ | પરીક્ષાનો સમયે | કુલ માર્ક |
પ્રાથમિક પરીક્ષા(O.M.R.Based) | 14-9-2025 | બપોરે 2થી5 કલાક | 200 માર્ક્સ |
મહેસૂલ તલાટી ભરતી માટે પોસ્ટની વિગતો
જિલ્લો | જગ્યા |
અમદાવાદ | 113 |
અમરેલી | 76 |
અરવલ્લી | 74 |
આણંદ | 77 |
કચ્છ | 109 |
ખેડા | 76 |
ગાંધીનગર | 13 |
ગીર સોમનાથ | 48 |
છોટાઉદેપુર | 135 |
જામનગર | 60 |
જુનાગઢ | 52 |
ડાંગ | 43 |
દાહોદ | 85 |
તાપી | 63 |
દેવભૂમિ દ્વારકા | 20 |
નર્મદા | 59 |
નવસારી | 52 |
પંચમહાલ | 94 |
પાટણ | 48 |
પોરબંદર | 36 |
બનાસકાંઠા | 110 |
બોટાદ | 27 |
ભરૂચ | 104 |
ભાવનગર | 84 |
મહિસાગર | 70 |
મહેસાણા | 33 |
મોરબી | 57 |
રાજકોટ | 98 |
વડોદરા | 105 |
વલસાડ | 75 |
સાબરકાંઠા | 81 |
સુરેન્દ્રનગર | 85 |
સુરત | 127 |
કુલ | 2389 |
ગુજરાતમાં ચાલતી વિવિધ ભરતીઓ અને કરિયર સંબંધી સમાચાર વિશે વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો
નોટિફિકેશન- PDF
ઉલ્લેખનીય છે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા મહેસૂલ વિભાગની મહેસૂલ તલાટીની કુલ 2389 જગ્યાઓ માટે 26 મે 2025થી 10 જૂન 2025 સુધી અરજી પ્રક્રિયા હાથ ધરી હતી. સ્નાતક ઉમેદવારો માટે સરકારી નોકરી સારી તક હતી.મહેસૂલ તલાટી ભરતી અંતર્ગત પસંદ પામેલા ઉમેદવારોને પ્રથમ પાંચ વર્ષ માટે ફિક્સ 26000 રૂપિયા પ્રતિ માસ મળશે ત્યાર બાદ સંતોષકારક કામકીરી પૂર્ણ કર્યા બાદ સાતમા પગારપંચના ધારાધોરણ પ્રમાણે નિયમિત નિમણૂંક મળવાપાત્ર રહેશે.