GSSSB Recruitment 2024, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી : સરકારી નોકરી મેળવવા માટે તૈયારીઓ કરી રહેલા ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વિવિધ 502 જગ્યાઓ માટે ભરતી બહાર પાડી છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના સચિવ હસમુખ પટેલ દ્વારા એક્સ પર પોસ્ટ કરીને માહિતી આપી છે.
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી અંગે મહત્વની માહિતી
સંસ્થા | ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) |
પોસ્ટ | વિવિધ |
જગ્યા | 502 |
અરજી કરવાનો સમયગાળો | 1 થી 20 જુલાઈ 2024 સુધી |
સત્તાવાર વેબસાઈટ | https://gsssb.gujarat.gov.in/Index, https://ojas.gujarat.gov.in/ |
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી પોસ્ટની માહિતી
પોસ્ટ | ખાલી જગ્યા |
ખેતી મદદનીશ | 436 |
બાગાયત મદદનીશ | 52 |
મેનેજર (અતિથિગૃહ) | 14 |
કુલ | 502 |
GSSSB સચિવ હસમુખ પટેલે આપી માહિતી
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના સચિવ હસમુખ પટેલે માઈક્રો બ્લોગિંગ સાઇટ X પર પોસ્ટ કરીને ભરતી અંગે માહિતી આપી છે. જેમાં તેમણએ લખ્યું હતું કે
આ પણ વાંચો
- સરદાર પટેલ યુનિવર્સિટી માં આસિસ્ટન્ટ પ્રોફેસરોની ભરતી, લાયકાત, પગાર, છેલ્લી તારીખ સહિતની સંપૂર્ણ માહિતી
- ACB ભરતી : ગુજરાત સરકારના લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોમાં ₹ 60,000ની નોકરી, અહીં વાંચો માહિતી
શૈક્ષણિક લાયકાત
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી અંગે શૈક્ષણિક લાયકાત સહિત તમામ માહિતી માટે સત્તાવાર જાહેર કરેલું નોટિફિકેશન ઝીણવટ પૂર્વક વાંચવું.
પગાર ધોરણ
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતીના નોટિફિકેશન પ્રમાણે વિવિધ પોસ્ટ માટે વિવિધ પગાર ધોરણ નક્કી કરવામાં આવ્યું છે. આમ પસંદ કરેલા ઉમેદવારોને રાજ્ય સરકારના ધારા ધોરણ પ્રમાણે ₹ 26,000થી ₹ 40,800 સુધીનો પગાર ચુકવવામાં આવશે.