GSSSB exam pattern, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી : ગુજરાત સરકારમાં નોકરી મેળવવા માટે પરીક્ષાની તૈયારીઓ કરતા ઉમેદવારો માટે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી ચાલી રહી છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા બહાર પાડવામાં આવેલી ગૃહ વિભાગના નિયમંત્રણ હેઠળના નિયામક, ન્યાય સહાયક વિજ્ઞાનનની કચેરી હસ્તકના વિવિધ તાંત્રિક સંરર્ગો માટે ભરતી માટે અરજી પ્રક્રિયા ચાલી રહી છે. ઓનલાઈન અરજી પક્રિયા 15 સપ્ટેમ્બર 2024 સુધી ચાલશે. ત્યારબાદ પરીક્ષા અને પસંદગી પ્રક્રિયા શરૂ થશે. જેની તારીખો આગામી સમયમાં જાહેર થશે.
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતીમાં વિવિધ પોસ્ટ માટે ઉમેદવારો પસંદ કરવા માટે સંસ્થા દ્વારા એક ચોક્કસ પરીક્ષા પદ્ધતિ નક્કી કરવામાં આવી છે. આ લેખમાં પરીક્ષા પદ્ધતિ અને પસંદગી પ્રક્રિયા વિશે જાણકારી આપવામાં આવી છે.
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી માટે મહત્વની વિગતો
સંસ્થા | ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ |
પોસ્ટ | વિવિધ |
જગ્યા | 221 |
નોકરીનો પ્રકાર | સરકારી |
અરજી કરવાની છેલ્લી તારીખ | 15 સપ્ટેમ્બર 2024 |
ક્યાં અરજી કરવી | https://ojas.gujarat.gov.in/ |
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી માટે પરીક્ષા પદ્ધતિ
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા તાજેતરમાં બહાર પાડવામાં આવેલી વિવિધ જગ્યાઓ માટે ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. અત્યારે ઓનલાઈન અરજી પ્રક્રિયા ચાલી રહી છે. જોકે, આ ભરતી માટે ચોક્કસ પરીક્ષા પદ્ધતિ નક્કી કરવામાં આવી છે.
જો પરીક્ષાની વાત કરીએ તો આ ભરતી માટે બે ભાગમાં પરીક્ષા લેવામાં આવશે. જેમાં એક ભાગમાં એમસીક્યુ પદ્ધતિથી સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા લેવામાં આવશે. રજીસ્ટર્ડ થયેલા ઉમેદવારોની સંખ્યાના આધારે એક સેશન અથવા મલ્ટી સેશનમાં લેવામાં આવશે. મલ્ટી સેશનમાં પરીક્ષા યોજવાના સંજોગોમાં યોગ્ય સ્કેલીંગ પદ્ધતિથી મુલ્યાંકન કરવામાં આવશે. પરીક્ષા પાર્ટ -A અને પાર્ટ- B એમ બે ભાગમાં લેવામાં આવશે. અહીં ખાસ ધ્યાનમાં રાખવું કે પ્રશ્નપત્રનું લેવલ શૈક્ષણિક લાયકાતને સમકક્ષ રહેશે.
પાર્ટ – એ પરીક્ષા
પાર્ટ- એ પરીક્ષા માટે પ્રશ્નપત્ર 60 ગુણનું રહેશે. જે નીચે પ્રમાણે છે.
વિષય | ગુણ |
તાર્કિક કસોટીઓ તથા Data Interpretation | 30 |
ગાણિતીક કસોટીઓ | 30 |
કુલ ગુણ | 60 |
પાર્ટ – બી પરીક્ષા
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી માટે પાર્ટ બી પરીક્ષા 150 ગુણની રહેશે. જે નીચે પ્રમાણે છે
વિષય | ગુણ |
ભારતનું બંધારણ, વર્તમાન પ્રવાહો, ગુજરાતી અને અંગ્રેજી કોમ્પ્રીહેન્સન | 30 |
સંબંધિત વિષય અને તેની ઉપયોગીતાને લગતા પ્રશ્નો | 120 |
કુલ ગુણ | 150 |
ઉમેદવારોએ ખાસ ધ્યાનમાં રાખવું કે અભ્યાસક્રમની વિષય વસ્તુ નિયત કરેલ શૈક્ષણિક લાયકાત મુજબ રહેશે.
પરીક્ષા અંગે મહત્વની જાણકારી
- પાર્ટ એ માં કુલ 60 પ્રશ્નો અને પાર્ટ બીમાં કુલ 150 પ્રશ્નો એમ કુલ 210 પ્રશ્નો પૂછવામાં આવશે. પાર્ટ એ અને પાર્ટ બી બંને માટે સંયુક્ત રીતે કુલ 3 કલાક (180 મિનિટ)નો સમય મળવાપાત્ર થશે.
- પાર્ટ એ અને પાર્ટ બીનું સ્વતંત્ર (અલાયદું) ક્વોલિફાયિંગ સ્ટાન્ડર્ડ રહશે.
- સ્પર્ધાત્મક પરીક્ષાના પાર્ટ – એ માટે ન્યુનતમ ગુણવત્તા ધોરણ 40 ટકા અને પાર્ટ બી માટે ન્યુનતમ ગુણવત્તા ધોરણ 40 ટકા રાખવામાં આવ્યા છે. તેમાં કોઈપણ કેટેગરીના ઉમેદાવરો માટે 40 ટકા માર્ક્સ કરતા ઓછું ન્યુનતમ ગુણવત્તા ધોરણ કોઈપણ સંજોગોમાં નક્કી કરી શકાશે નહીં. પરીક્ષાના પાર્ટ એ અને પાર્ટ બીમાં ન્યુનતમ ગુણવત્તા ધોરણ જાળવીને કુલ ગુણના આધારે કુલ જગ્યાના આશરે બે ગણા ઉમેદવારોને પ્રમાણપત્રોની ચકાસણી માટે મંડળ દ્વારા લાયક ગણવામાં આવશે.
- જે તે સંવર્ગની જાહેરાત અન્વયે મંડળ દ્વારા તે સંવર્ગની એમસીક્યુ પદ્ધતિથી સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા લેવામાં આવશે.
- એમસીક્યુ પદ્ધતિમાં ખોટા જવાબ આપવાના સંજોગોમાં પ્રશ્નને ફાળવેલ માર્કના 1/4 માર્ક ઓછા કરવામાં આવશે. એટલે કે નેગેટીવ માર્કિંગ પદ્ધતિ અપનાવવામાં આવશે.
- કોઈ કારણોસર પ્રશ્ન રદ કરવામાં આવે તો તેવા સંજોગોમાં રદ થયેલા પ્રસ્નના ગુણની બાકી રહેલા પ્રશ્નના ગુણભારમાં પ્રો-રેટા મુજબ ગણતરી કરવામાં આવશે.
આ પણ વાંચોઃ- અમદાવાદમાં મોભાદાર નોકરી મેળવવાની સુવર્ણ તક, વાંચો A to Z માહિતી
પસંદગી – પ્રતિક્ષા યાદી તૈયાર કરવાની પદ્ધતિ
ઉમેદવારોએ ઉક્ત સ્પર્ધાત્મક પરીક્ષામાં મેળવેલા ગુણના મેરીટ્સ આધારે કેટેગરીવાઈઝ ભરવાની થતી જગ્યાની વિગતો ધ્યાને લઈ સામાન્ય વહીવટ વિભાગના તા.27-7-2018 ના ઠરાવ ક્રમાંક પીએસસી 1089-3910- ગ-બેની જોગવાઈઓ ધ્યાને લઈ પસંદગી- પ્રતિક્ષા યાદી તૈયાર કરવામાં આવશે.
ઓનલાઈન અરજી કેવી રીતે કરવી
- ઓનલાઈન અરજી કરવા ઈચ્છા ઉમેદવારોએ પહેલા https://ojasgujarat.gov.in વેબસાઈટ પર જવું
- ત્યારબાદ on line application માં apply પર click કરવું અને gsssb સિલેક્ટ કરવું
- ઉમેદવારો જે પોસ્ટ માટે અરજી કરવી હોય એના પર ક્લિક કરી એપ્લાય નાઉ પર ક્લિક કરવું
- ત્યારબાદ માંગેલી તમામ વિગતો ધ્યાન પૂર્વક ફરી
- છેલ્લે ફોર્મ સબમીટ કરવું અને ભવિષ્યના રેફરન્સ માટે પ્રીન્ટ કાઢી લેવી
ઉમેદવારોએ સૂચન કરવામાં આવે છે કે ઓલાઈન અરજી કરતા પહેલા સત્તાવાર નોટિફિશન ધ્યાનપૂર્વક વાંચવું.