GSSSB Exam : ગુજરાતમાં સરકારી નોકરીની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે સારા સમાચાર છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પેટા હિસાબનીશ, સબ ઓડિટર અને હિસાબનીશ, ઓડિટર, પેટા તિજોરી અધિકારી- અધિક્ષકની મુખ્ય પરીક્ષાના કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી છે.
18-19 ફેબ્રુઆરી 2025ના રોજ મુખ્ય પરીક્ષા યોજાશે
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા નાણા વિભાગના નિયંત્રણ હેઠળના ખાતામાં સબ ઓડિટર અને હિસાબનીશ સહિતના પદ પર કુલ 266 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેની પ્રિલીમ પરીક્ષા લેવાયા બાદ હવે મુખ્ય પરીક્ષાની તારીખો જાહેર કરવામાં આવી છે. કૂલ 266 જગ્યાઓ માટે મુખ્ય પરીક્ષા 18-19 ફેબ્રુઆરી, 2025ના રોજ મંડળ દ્વારા યોજાશે..
આ પણ વાંચો – ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનમાં ભરતી, અરજીની અંતિમ તારીખથી લઇને જાણો બધી જ માહિતી
કોલ લેટર અને અન્ય સૂચનાઓ
પરીક્ષાનો વિગતવાર કાર્યક્રમ તથા કોલ-લેટર ડાઉનલોડ કરવા અંગેની સૂચનાઓ હવે પછી મંડળની વેબસાઈટ ઉપર જાહેર કરવામાં આવશે. આથી ઉમેદવારોએ સમયાંતરે મંડળની વેબસાઈટ gsssb.gujarat.gov.in જોતાં રહેવું. જ્યાં જાહેર કરાશે.