GTU Teaching and Non Teaching Bharti 2025: ગુજરાતમાં રહેતા અને શિક્ષણ ક્ષેત્રે નોકરી શોધી રહેલા ઉમદેવારો માટે સારા સમાચાર આવી ગયા છે. ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી દ્વારા GTU- ITR સંસ્થા મેવડ મહેસાણા માટે ટિચિંગ અને નોટ ટિચિંગ સ્ટાફ માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. GTU દ્વારા કૂલ 19 પોસ્ટ માટે ભરતી બહાર પાડી છે. આ પોસ્ટ ઉપર લાયક ઉમેદવારો પસંદ કરવા માટે સંસ્થાએ ઓનલાઈન અરજીઓ મંગાવી છે.
GTU ભરતી 2025 અંતર્ગત વિવિધ પોસ્ટની માહિતી, શૈક્ષણિક લાયકા, વય મર્યાદા, પગાર ધોરણ, મહત્વની તારીખો, અરજી પ્રક્રિયા સહિતની મહત્વની માહિતી અહી આપેલી છે.
ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી ભરતીની મહત્વની માહિતી
સંસ્થા | ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી |
પોસ્ટ | ટિચિંગ-નોન ટિચિંગ |
જગ્યા | 19 |
સ્થળ | GTU-ITR, મેવડ, મહેસાણા |
એપ્લિકેશન મોડ | ઓનલાઈન-ઓફલાઈન |
ઓલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ | 24-9-2025 |
ક્યાં અરજી કરવી | https://gtunt.samarth.edu.in/ |
ઓફલાઈન અરજી મોકલવાની છેલ્લી તારીખ | 1-10-2025 |
GTU Bharti 2025 અંતર્ગ પોસ્ટની વિગતો
ટિચિંગ સ્ટાફ
પોસ્ટ | જગ્યા |
પ્રોફેસર(કમ્પ્યુટર) | 1 |
આસિસ્ટન્ટ. પ્રોફેસર(કમ્પ્યુટર) | 1 |
ઓસોસિએટ પ્રોફેસર | 4 |
આસિસ્ટન્ટ પ્રોફેસર(ઈલેક્ટ્રિક) | 2 |
આસિસ્ટન્ટ પ્રોફેસર(સિવિલ) | 3 |
આસિસ્ટન્ટ પ્રોફેસર(મિકેનિકલ) | 3 |
નોન ટિચિંગ સ્ટાફ
પોસ્ટ | જગ્યા |
આસિસ્ટન્ટ લાયબ્રેરિયન | 1 |
લેબોરેટરી ટેક્નિશિયન(કમ્પ્યુટર) | 1 |
લેબોરેટરી ટેક્નિશિયન(સિવિલ) | 1 |
લેબોરેટરી આસિસ્ટન્ટ(સિવિલ) | 1 |
લેબોરેટરી આસિસ્ટન્ટ (મિકેનિકલ) | 1 |
ગુજરાત ટેક્નિકલ યુનિવર્સિટી ભરતી માટે શૈક્ષણિક લાયકાત
ગુજરાત ટેક્નિકલ યુનિવર્સિટી દ્વારા અલગ અલગ પોસ્ટ માટે અલગ અલગ શૈક્ષણિક લાયકાત માંગવામાં આવી છે. માટે જેતે પોસ્ટની શૈક્ષણિક લાયકાત વિશે વદારે જાણકારી માટે ઉમેદવારોએ આ લેખમાં આપેલા સત્તાવાર નોટિફિકેશનને ધ્યાનથી વાંચવું.
વય મર્યાદા
પોસ્ટ | વયમર્યાદા |
આસિસ્ટન્ટ લાબ્રેરિયન | મહત્તમ 45 વર્ષ |
લેબોરેટરી ટેક્નિશિયન(કમ્પ્યુટર) | 40 વર્ષથી નીચે |
લેબોરેટરી ટેક્નિશિયન(સિવિલ) | 40 વર્ષથી નીચે |
લેબોરેટરી આસિસ્ટન્ટ(સિવિલ) | 40 વર્ષથી નીચે |
લેબોરેટરી આસિસ્ટન્ટ (મિકેનિકલ) | 40 વર્ષથી નીચે |
ટિચિંગ સ્ટાફ ભરતીનું નોટિફિકેશન
પગાર ધોરણ
પોસ્ટ | પગાર ધોરણ |
પ્રોફેસર(કમ્પ્યુટર) | ₹1,44,200-₹2,18,200 |
ઓસોસિએટ પ્રોફેસર | ₹1,31,400-₹2,17,100 |
આસિસ્ટન્ટ. પ્રોફેસર(કમ્પ્યુટર) | ₹57,700-₹1,82,400 |
આસિસ્ટન્ટ પ્રોફેસર(ઈલેક્ટ્રિક) | ₹57,700-₹1,82,400 |
આસિસ્ટન્ટ પ્રોફેસર(સિવિલ) | ₹57,700-₹1,82,400 |
આસિસ્ટન્ટ પ્રોફેસર(મિકેનિકલ) | ₹57,700-₹1,82,400 |
આસિસ્ટન્ટ લાયબ્રેરિયન | ₹56,100-₹1,77,500 |
લેબોરેટરી ટેક્નિશિયન(કમ્પ્યુટર) | ₹40,800(પ્રતિ માસ ફિક્સ) |
લેબોરેટરી ટેક્નિશિયન(સિવિલ) | ₹40,800(પ્રતિ માસ ફિક્સ) |
લેબોરેટરી આસિસ્ટન્ટ(સિવિલ) | ₹26,000(પ્રતિ માસ ફિક્સ) |
લેબોરેટરી આસિસ્ટન્ટ (મિકેનિકલ) | ₹26,000(પ્રતિ માસ ફિક્સ) |
નોન ટિચિંગ સ્ટાફ ભરતીનું નોટિફિકેશન
અરજી કેવી રીતે કરવી
- ગુજરાત ટેક્નિકલ યુનિવર્સિટી ભરતી માટે અરજી કરવા ઈચ્છતા ઉમેદવારઓએ પહેલા https://gturec.samarth.edu.in/ વેબસાઈટ ઉપર ઓનલાઈન અરજી કરવાની રહેશે.
- ત્યારબાદ અરજીની પ્રિન્ટ અને જરૂરી દસ્તાવેજો સાથે નીચે આપેલા સરનામે સ્પીડ પોસ્ટ કે રજિસ્ટર પોસ્ટથી મોકલવાની રહેશે.
આ પણ વાંચોઃ- ગુજરાતમાં ચાલતી વિવિધ ભરતીઓ અને કરિયર સંબંધી સમાચાર વિશે વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો
અરજી કરવાનું સરનામું
રજીસ્ટાર, એસ્ટાબ્લિસમેન્ટ સેક્શનગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીવિશ્વકર્મા ગવર્નમેન્ટ એન્જીનિયરિંગ કોલેજવિસત ત્રણ રસ્તાવિસત-ગાંધીનગર હાઈવેચાંદખેડાઅમદાવાદ-382424