Gujarat Anganwadi Bharti 2023, Anganwadi Recruitment, notification : ગુજરાતમાં ધોરણ 10 અને ધોરણ 12 પાસ ઉમેદવારો માટે નોકરીની સુવર્ણ તક આવી છે. ગુજરાતમાં વિવિધ શહેરોમાં આંગણવાડીઓમાં ભરતી બહાર પડી છે. મહિલા અને બાળ વિકાસ વિભાગ અંતર્ગત આવતી વિવિધ આંગણવાડીઓમાં કુલ 10,000 જેટલી આંગણવાડી કાર્યકર અને આંગણવાડી હેલ્પરની જગ્યાઓ બહાર પડી છે. લાયક અને રસ ધરાવતા ઉમેદવારો 30 નવેમ્બર 2023 સુધી ઓનલાઇન અરજી કરી શકે છે.
લાયક ઉમેદવારો ભરતી માટેની વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને અરજી કેવી રીતે કરવી સહિતની વધારે વિગતો જાણવા માટે આ સમાચાર અંત સુધી ચોક્કસ વાંચવા.
Gujarat Anganwadi Bharti 2023 : ગુજરાત આંગણવાડી ભારતી, મહત્વની વિગતો
સંસ્થા | નામ મહિલા અને બાળ વિકાસ વિભાગ |
પોસ્ટ | આંગણવાડી વર્કર અને હેલ્પર |
ખાલી જગ્યા | 10,000 |
એપ્લિકેશન મોડ | ઓનલાઇન |
નોકરીનું સ્થળ | ગુજરાત |
વય મર્યાદા | 18થી 33 વર્ષ |
અરજી કરવાની છેલ્લી તારીખ | 30 નવેમ્બર 2023 |
અધિકૃત વેબસાઇટ | e-hrms.gujarat.gov.in |
Gujarat Anganwadi Recruitment 2023 : ગુજરાત આંગણવાડી ભારતી, શૈક્ષણિક લાયકાત
- આંગણવાડી કાર્યકર: ન્યૂનતમ 12મું પાસ.
- આંગણવાડી હેલ્પર: ન્યૂનતમ 10મું પાસ.
Gujarat Anganwadi Vacancy 2023 : ગુજરાત આંગણવાડી ભારતી, ઉંમર મર્યાદા
- ન્યૂનતમ 18 વર્ષ
- મહત્તમ 33 વર્ષ
Gujarat Anganwadi Jobs 2023 : ગુજરાત આંગણવાડી ભારતી, પગાર
- આંગણવાડી કાર્યકર: રૂ. 10,000/-
- આંગણવાડી હેલ્પર: રૂ. 5500/-
Gujarat Anganwadi Bharti 2023 : ગુજરાત આંગણવાડી ભારતી, ક્યાં કેટલી ભરતી
સ્થળ | આંગણવાડી વર્કર જગ્યા | આંગણવાડી હેલ્પર જગ્યા |
રાજકોટ શહેર | 25 | 50 |
પાટણ | 95 | 244 |
જૂનાગઢ શહેર | 18 | 23 |
નવસારી | 95 | 118 |
રાજકોટ | 137 | 224 |
બોટાદ | 39 | 71 |
ભાવગનર શહેર | 30 | 42 |
અમરેલી | 117 | 213 |
સુરેન્દ્રનગર | 99 | 144 |
વડોદરા શહેર | 26 | 62 |
દેવભૂમિ દ્વારકા | 82 | 158 |
નર્મદા | 55 | 111 |
ખેડા | 113 | 142 |
સુરત શહેર | 41 | 118 |
ભરૂચ | 102 | 177 |
તાપી | 43 | 111 |
મોરબી | 106 | 184 |
જામનગર શહેર | 22 | 42 |
અરવલ્લી | 79 | 103 |
ગાંધીનગર | 63 | 97 |
ગાંધીનગર શહેર | 12 | 20 |
પોરબંદર | 33 | 60 |
ભાવનગર | 120 | 253 |
પંચમહાલ | 98 | 309 |
મહિસાગર | 57 | 156 |
ગીર સોમનાથ | 56 | 79 |
જામનગર | 71 | 184 |
ડાંગ | 25 | 36 |
છોટાઉદેપુર | 51 | 286 |
સુરત | 100 | 231 |
બનાસકાંઠા | 131 | 634 |
દાહોદ | 130 | 342 |
અમદાવાદ | 127 | 160 |
મહેસાણા | 139 | 212 |
વલસાડ | 97 | 307 |
કચ્છ | 253 | 394 |
અમદાવાદ શહેર | 140 | 343 |
જૂનાગઢ | 84 | 125 |
સાબરકાંઠા | 101 | 129 |
આણંદ | 122 | 160 |
વડોદરા | 87 | 225 |
Gujarat Anganwadi Bharti 2023 : ગુજરાત આંગણવાડી ભારતી, કેવી રીતે અરજી કરવી?
- સૌ પ્રથમ, આપેલ સત્તાવાર સૂચના નીચે વાંચો.
- જો તમે આ નોકરી માટે પાત્ર છો, તો અરજી લિંક પર ક્લિક કરો અને સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો.
- યોગ્ય વિગતો સાથે અરજી ફોર્મ ભરો.
- જરૂરી દસ્તાવેજ, ફોટો અને સહી અપલોડ કરો.
- અરજી ફી ચૂકવો અને અરજી ફોર્મ પ્રિન્ટ કરો.
Gujarat Anganwadi Bharti 2023 : ગુજરાત આંગણવાડી ભારતી, પસંદગી પ્રક્રિયા
મહિલા અને બાળ વિકાસ મંત્રાયલ દ્વારા જાહેર કરવામાં આવેલી ભરતી માટે અરજી કરાયેલા ઉમેદવારોની પસંદગી દસ્તાવેજોની ચકાસણી અને અંતિમ મેરિટ લિસ્ટ દ્વારા ઉમેદવારો પસંદ કરવામાં આવશે.
Gujarat Anganwadi Bharti 2023 : ગુજરાત આંગણવાડી ભારતી, મહત્વપૂર્ણ તારીખો
- ઓનલાઈન અરજી શરૂ થવાની તારીખ 08/11/2023
- અરજીની છેલ્લી તારીખ 30/11/2023
Read More