Gujarat bharti 2025: કોલેજ પાસ ઉમેદવારો માટે ગુજરાતમાં નોકરીઓની ભરપુર તક, કેટલો મળશે પગાર?

Gujarat Apprentice Bharti: ગુજરાત ભરતી 2025 અંતર્ગત એપ્રેન્ટીસ એક્ટ હેઠલ તાલીમની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા સહિતની મહત્વની માહિતી આ આર્ટિકલમાં આપેલી છે.

Written by Ankit Patel
Updated : November 13, 2025 14:49 IST
Gujarat bharti 2025: કોલેજ પાસ ઉમેદવારો માટે ગુજરાતમાં નોકરીઓની ભરપુર તક, કેટલો મળશે પગાર?
ગુજરાતમાં નોકરીઓ - Photo-freepik

Gujarat bharti 2025: ગુજરાતમાં રહેતા અને નોકરી શોધી રહેલા કોલેજ પાસ ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે. ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ દ્વારા નેશનલ એપ્રેન્ટીસ ટ્રેનિંગ સ્કીમ-2.0 હેઠળ સાયન્સ કરેલા કોલેજ પાસ ઉમેદવારોની ભરતીની જાહેરતા બહાર પાડી છે. આ માટે સંસ્થાએ ઉમેદવારો પાસે ઓનલાઈન અરજીઓ મંગાવી છે.

ગુજરાત ભરતી 2025 અંતર્ગત એપ્રેન્ટીસ એક્ટ હેઠલ તાલીમની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા સહિતની મહત્વની માહિતી આ આર્ટિકલમાં આપેલી છે.

Gujarat Bharti 2025 ની મહત્વની માહિતી

સંસ્થાગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ
પોસ્ટએપ્રેન્ટીસ એક્ટ હેઠળ તાલીમ
જગ્યા100
એપ્લિકેશન મોડઓનલાઈન
અરજી કરવાની છેલ્લી તારીખ21-11-2025
ક્યાં અરજી કરવીhttps://nats.education.gov.in/

પોસ્ટની વિગતો

ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડના ગોડાઉન ખાતે સંગ્ર કરવામાં આવેલા જથ્થાઓ તથા એમ.એસ.પી. અંતર્ગત કરવામાં આવેલી ખરીદીના જથ્થાની ગુણવત્તાની ચકાસણી અર્થે ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ દ્વારા નેશનલ એપ્રેન્ટીસ ટ્રેનિંગ સ્કીમ 2.0 હેઠળ એપ્રેન્ટ્રીસ તાલીમ માટે કુલ 100 ઉમેદવારો પસંદ કરવાના છે.

શૈક્ષણિક લાયકાત

છેલ્લા ત્રણ વર્ષ અંર્ગત B.Se.Agri/ B.Tech in Agri. Engineering/B.Sc. in Chemistry/B.Sc in Horticulture માં પ્રથમ શ્રેણી સાથે ઉત્તીર્ણ થયેલા ઉમેદવારો આ ભરતીમાં ભાગ લઈ શકે છે.

પગાર ધોરણ

  • સ્નાતક ઉમેદવારોને પ્રતિમાસ સ્ટાઈપેન્ડ- ₹18,000 મળશે
  • ડીપ્લોમા ઉમેદવારોને પ્રતિમાસ સ્ટાઈપેન્ડ- ₹15,000 મળશે.

આ પણ વાંચોઃ- Canada part time job rules: કેનેડામાં પાર્ટ-ટાઇમ કામ કરવા માંગતા વિદ્યાર્થીઓ માટે કયા નિયમો છે? અહીં જાણો બધું જ

ભરતીની જાહેરાત

આ પણ વાંચોઃ- ગુજરાતમાં ચાલતી વિવિધ ભરતીઓ અને કરિયર સંબંધી સમાચાર વિશે વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો

અરજી કેવી રીતે કરવી?

  • ઈચ્છુક ઉમેદવારોએ નેશનલ પોર્ટ https://nats.education.gov.in/ પર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવીને ગુજરાત સ્ટેટ સિવિલ સપ્લાય કોર્પોરેશન લીમીટેડ, ગાંધીનગરમાં એપ્લાય કરવાનું રહેશે.
  • અરજી 21-11-2025 સુધીમાં કરવાની રહેશે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ