Ahmedabad teacher bharti 2025 : અમદાવાદમાં રહેતા અને શિક્ષકની નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે ઘર આંગણે જ નોકરીની સારી તક આવી ગઈ છે. નિયામક, સમાજ સુરક્ષા ગાંધીનગર હસ્તક કાર્યરત ગ્રાન્ટ ઈન એઈડ સંસ્થાઓમાં મદદનીશ શિક્ષકની ભરતીની જાહેરાત થઈ છે. આ પોસ્ટની કૂલ 3 જગ્યાઓ ઉપર લાયક ઉમેદવારો પસંદ કરવા માટે સંસ્થાએ અરજીઓ મંગાવી છે. આ ભરતી ખાસ દિવ્યાંગો માટે કરવામાં આવી રહી છે.
અમદાવાદ ભરતી 2025 અંતર્ગત મદદનીશ શિક્ષક પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, નોકરીનું સ્થળ, ટ્રસ્ટનું નામ સહિતની મહત્વની માહિતી આ લેખમાં આપેલી છે.
અમદાવાદ ભરતી 2025 ની મહત્વની માહિતી
| સંસ્થા | જિલ્લા કક્ષાની ભરતી પસંદગી સમિતિ, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી, અમદાવાદ |
| પોસ્ટ | મદદનીશ શિક્ષક |
| જગ્યા | 3 |
| એપ્લિકેશન મોડ | ઓફલાઈન |
| વય મર્યાદા | 37 વર્ષથી વધુ નહીં |
| અરજી કરવાની છેલ્લી તારીખ | ભરતી જાહેર થયાની 10 દિવસની અંદર |
| ક્યાં અરજી કરવી | સરનામું નીચે આપેલું છે |
અમદાવાદ શિક્ષક ભરતી અંતર્ગત પોસ્ટની વિગતો
જિલ્લા કક્ષાની ભરતી પસંદગી સમિતિ, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી, અમદાવાદ દ્વારા અમદાવાદ શહેરમાં કાર્યરત ટ્રસ્ટ સંચાલિત શાળાઓમાં મદદનીશ શિક્ષકની કૂલ 3 જગ્યાઓ માટે દિવ્યાંગો માટે ભરતી બહાર પાડી છે. જેની વિગતો નીચે કોષ્ટકમાં આપેલી છે.
| શાળા | પોસ્ટ | જગ્યા |
| સમાજ ઉત્કર્ષ ટ્રસ્ટ સંચાલિત સોપાન મનોદિવ્યાંગ બાળકોની શાળા, રાણીપ, તા.જિ. અમદાવાદ | મદદનીશ શિક્ષક (M.R) | 2 |
| નવજીવન ચેરીટેબલ સંચાલિત મંદબુદ્ધિ અને સી.પી.બાળકો માટેની વિશિષ્ટ બિન નિવાસી શાળા, મેમનગર, અમદાવાદ | મદદનીશ શિક્ષક (M.R) | 2 |
શૈક્ષણિક લાયકાત
આ ભરતી અંતર્ગત અરજી કરનાર ઉમેદવારની શૈક્ષણિક લાયકાત નીચે આપેલી છે.સ્નાતકની પદવીસ્પે.બી.એડ-સ્પે.ડિપ્લોમાસ્પે. ટેટ-1 અથવા સ્પે. ટેટ-2 પાસ હોવું જોઈએ.ઉમેદવારે અરજી કરવાની તારીખે RCI હેઠળ CRR ફરજિયાત મેળવેલું હોવું જોઈએ.અને તેની વૈદ્યતા પૂર્ણ થયેલી હોય તો રીન્યુઅલ કરાવેલું હોવું જોઈએ.
વય મર્યાદા
ઉમેદવાદની વય મર્યાદાની વાત કરીએ તો ઉમર જાહેરાતની છેલ્લી તારીખે 37 વર્ષથી વધુ ન હોવી જોઈએ.અનામત કેટેગરી તેમજ દિવ્યાંગ ઉમેદવારને સરકારના ધારાધોરણ મુજબ છૂટ છાટ મળવાપાત્ર છે.
પગાર ધોરણ
મદદનીશ શિક્ષક તરીકે પસંદ પામેલા ઉમેદવારોને પ્રથમ પાંચ વર્ષ માટે ₹40,800 ફિક્સ કરાર આધારિત નિમણૂંક આપવામાં આવશે.
અરજી કેવી રીતે કરવી?
- લાયકાત ધરાવતા ઉમેદવારોએ નિયત અરજી પત્રકમાં ઉંમરનો પુરાવો શૈક્ષણિક લાયકાત તેમજ સ્પે. ટેટ-1 અથવા સ્પે.ટેટ-2ની પાસ થયાની માર્કશીટ તમામ પ્રમાણપત્રોની સ્વ. પ્રમાણિત નકલો, પાસપોર્ટ સાઈજનો ફોટો ચોટાડી જાહેરાત પ્રસિદ્ધ થયા તારીખથી કચેરીના કામકાજના દિન 10 સુધીમાં નીચે આપેલી સરનામે R.P.A.Dથી અરજી મોકલવાની રહેશે.
- એક કરતા વધુ સંસ્થામાં અરજી કરવા ઈચ્છતા હોય તો સંસ્થા દીઠ અલગ અલગ અરજી કરવાની રહેશે.
- અધુરી વિગતવાળી, કુરિયરથી સાદી ટપાલથી, રૂબરૂમાં આપેલ અને સમય મર્યાદા પછી આપેલી અરજીઓ અમાન્ય ગણાશે.
ભરતીની જાહેરાત
આ પણ વાંચોઃ- ગુજરાતમાં ચાલતી વિવિધ ભરતીઓ અને કરિયર સંબંધી સમાચાર વિશે વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો
અરજી મોકલવાનું સરનામું
બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી સહ – જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી, બ્લોક નં.બી. ભોયતળિયે, બહુમાળી ભવન, લાલ દરવાજા, અમદાવાદ- 380001





