Gujarat Bharti 2025 : ગુજરાતભરની આંગણવાડીઓમાં 9000થી વધુ નોકરીઓ, ધો.10 અને ધો.12 પાસ લોકો કરી શકશે અરજી

Gujarat Bharti 2025, Anganwadi recruitment in gujarati : ગુજરાત આંગણવાડી ભરતી 2025 અંતર્ગત વિવિધ પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, પસંદગી પ્રક્રિયા, મહત્વની તારીખો સહિતની તમામ માહિતી આ લેખમાં આપેલી છે.

Written by Ankit Patel
August 10, 2025 14:10 IST
Gujarat Bharti 2025 : ગુજરાતભરની આંગણવાડીઓમાં 9000થી વધુ નોકરીઓ, ધો.10 અને ધો.12 પાસ લોકો કરી શકશે અરજી
ગુજરાત આંગણવાડી ભરતી photo- CMO

Anganwadi Gujarat bharti 2025, ગુજરાત આંગણવાડી ભરતી : ગુજરાતમાં ધોરણ 10 અને ધોરણ 12 પાસ ઉમેદવારો માટે નોકરી મેળવવાની સારી તક આવી ગઈ છે. ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા રાજ્યની આંગણવાડીઓ કાર્યકર અને તેડાગરની 9000 હજારથી વધારે જગ્યાઓ માટે ભરતી બહાર પાડી છે. આ પોસ્ટ ઉપર લાયક ઉમેદવારો પસંદ કરવા માટે સંસ્થાએ ઉમેદવારો પાસે ઓનલાઈન અરજીઓ મંગાવી છે.

ગુજરાત આંગણવાડી ભરતી 2025 અંતર્ગત વિવિધ પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, પસંદગી પ્રક્રિયા, મહત્વની તારીખો સહિતની તમામ માહિતી આ લેખમાં આપેલી છે.

ગુજરાત આંગણવાડી ભરતીની મહત્વની માહિતી

સંસ્થામહિલા અને બાળ વિકાસ
પોસ્ટઆંગણવાડી કાર્યકર અને હેલ્પર
જગ્યા9000થી વધારે
એપ્લિકેશન મોડઓનલાઈન
નોકરીનું સ્થળસમગ્ર ગુજરાત
વય મર્યાદા18થી 33 વર્ષ
અરજી કરવાની છેલ્લી તારીખ30 ઓગસ્ટ 2025
ક્યાં અરજી કરવીhttps://e-hrms.gujarat.gov.in/Advertisement/Index#

આંગણવાડી ભરતી 2025ની પોસ્ટની માહિતી

શહેર/જિલ્લોઆંગણવાડી વર્કરની સંખ્યાઆંગણવાડી હેલ્પરની સંખ્યા
સુરત શહેર5292
અમદાવાદ શહેર217351
વડોદરા97144
ગીર સોમનાથ8691
ડાંગ3227
પોરબંદર4465
તાપી8989
આણંદ179215
ભાવનગર135196
જુનાગઢ90124
મહિસાગર6381
ગાંધીનગર શહેર1122
વલસાડ159158
નવસારી125117
સુરત134127
મોરબી101182
જુનાગઢ શહેર2926
ખેડા136160
ગાંધીનગર7382
દેવભુમિ દ્વારકા74135
અમરેલી149185
અમદાવાદ148172
કચ્છ245374
ભાવનગર શહેર3746
નર્મદા8173
મહેસાણા186207
બનાસકાંઠા168379
વડોદરા શહેર4064
પંચમહાલ92106
દાહોદ157179
બોટાદ5464
સાબરકાંઠા137142
પાટણ130166
સુરેન્દ્રનગર126172
અરવલ્લી83111
જામનગર શહેર4441
રાજકોટ114191
ભરૂચ81120
છોટા ઉદેપુર80112
જામનગર84141
રાજકોટ શહેર3648
કુલ41985577

ગુજરાત આંગણવાડી ભરતી 2025 માટે શૈક્ષણિક લાયકાત

આંગણવાડી કાર્યકર

  • ઉમેદવારે ધોરણ 12 પાસ કરેલું હોવું જોઈએ.
  • અથવા ધોરણ 10 પાસ કર્યા પછી AICTE માન્ય ઓછામાં ઓછો 2 વર્ષનો ડિપ્લોમા કોર્સ પાસ કરેલ હોવો જોઈએ.

આંગણવાડી તેડાગર

  • ઉમેદવારે ઓછામાં ઓછું ધોરણ 10 પાસ કરેલું હોવું જોઈએ.
  • ઉમેદવારે માત્ર સફળતાપૂર્વક પૂર્ણ કરેલ ડિગ્રી અથવા કોર્સની વિગતો જ અરજી ફોર્મમાં ઉમેરવાની રહેશે.

આંગણવાડી ભરતી 2025 માટે પગાર ધોરણ

  • આંગણવાડી કાર્યકર માટે 10000 રૂપિયા
  • આંગણવાડી હેલ્પર માટે 5500 રૂપિયા

ગુજરાતમાં ચાલતી વિવિધ ભરતીઓ અને કરિયર સંબંધી સમાચાર વિશે વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો

ગુજરાત ભરતી 2025 માટે વય મર્યાદા

આંગણવાડી કાર્યકર અને તેડાગરની પોસ્ટ માટે અરજી કરનાર મહિલા ઉમેદવારની ઉંમર, અરજી કરવાની છેલ્લી તારીખના રોજ નીચે મુજબ હોવી જોઈએ:

  • ન્યૂનતમ ઉંમર: 18 વર્ષ પૂર્ણ હોવી જોઈએ.
  • મહત્તમ ઉંમર: 33 વર્ષથી વધુ ન હોવી જોઈએ.

આંગણવાડી ભરતી માટેની સૂચનાઓ, જુઓ PDF

અરજી કરેવી રીતે કરવી?

આ ભરતી માટેની ઓનલાઈન અરજી પ્રક્રિયા 8 ઓગસ્ટ, 2025 થી શરૂ થશે અને 30 ઓગસ્ટ, 2025 ના રોજ રાત્રે 12:00 વાગ્યા સુધી ચાલશે. ઉમેદવારોએ સરકારના e-HRMS પોર્ટલ, https://e-hrms.gujarat.gov.in, પર જઈને અરજી કરવાની રહેશે.

  • સૌ પ્રથમ, સત્તાવાર વેબસાઇટ https://e-hrms.gujarat.gov.in પર જાઓ.
  • હોમપેજ પર ‘Recruitment’ ટેબ પર ક્લિક કરો અને સંબંધિત ભરતીની જાહેરાત શોધો.
  • ઓનલાઈન અરજી કરતા પહેલા સૂચનાઓ અને માર્ગદર્શિકા કાળજીપૂર્વક વાંચો.
  • ‘Apply’ બટન પર ક્લિક કરો અને અરજી ફોર્મમાં તમારી તમામ જરૂરી વિગતો યોગ્ય રીતે ભરો.
  • બધી વિગતો તપાસ્યા પછી ફોર્મ સબમિટ કરો અને ભવિષ્યના સંદર્ભ માટે અરજી ફોર્મની પ્રિન્ટઆઉટ લઈ લો.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ